Home> LifeStyle
Advertisement
Prev
Next

Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે

Thick Malai: ઘણા ઘરમાં દૂધ ઉકાળવામાં આવે તેના પછી પણ વ્યવસ્થિત મલાઈ જામતી નથી. ઘણી ગૃહિણીઓની ફરિયાદ હશે કે સારુ દૂધ લઈએ છીએ તો પણ પાતળી મલાઈ જામે છે. આજે આ સમસ્યાનું સમાધાન શું છે તે તમને જણાવી દઈએ. 

Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે

Thick Malai: જે રીતે દરેક ઘરમાં દૂધનો ઉપયોગ થાય છે તે રીતે જ મલાઈનો ઉપયોગ પણ થતો હોય છે. ઘરમાં રોજ આવતા દૂધને ગરમ કરી તેના પર જે મલાઈ જામે તેને એકત્ર કરવામાં આવે છે. ત્યાર પછી તેનો ઉપયોગ ઘી બનાવવા માટે કરવામાં આવે છે. મલાઈમાંથી વધારે અને સારું ઘી ત્યારે બને છે જો મલાઈ જાડી અને વધારે હોય. મલાઈનો ઉપયોગ ઘી સિવાય અન્ય વાનગીઓમાં પણ કરવામાં આવે છે.

fallbacks

ઘણા ઘરમાં દૂધ ઉકાળવામાં આવે તેના પછી પણ વ્યવસ્થિત મલાઈ જામતી નથી. ઘણી ગૃહિણીઓની ફરિયાદ હશે કે દૂધમાં પાતળી મલાઈ જામે છે. આજે આ સમસ્યાનું સમાધાન શું છે તે તમને જણાવી દઈએ. 

આ પણ વાંચો: સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી થતા લાભ વિશે

જો તમારા ઘરમાં પણ દૂધ પર જાડી મલાઈ નથી જામતી તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવી દઈએ. આ ટિપ્સને ફોલો કરીને દૂધ ઉકાળશો તો દૂધની ઉપર જાડી મલાઈ જામશે. સૌથી પહેલા તો એ વાત સમજવી જરૂરી છે કે દૂધ ઉપર મલાઈ વ્યવસ્થિત ન જામતી હોય તો તેની પાછળ વાતાવરણ પણ જવાબદાર હોય છે. વાતાવરણમાં થતા ફેરફારની અસરના કારણે પણ દૂધ પર મલાઈ પાતળી જામે છે. આ સિવાય દૂધ ઉકાળતી વખતે કરેલી નાનકડી ભૂલ પણ તેના માટે જવાબદાર હોય છે. આજે તમને દૂધને ઉકાળવાની ટિપ્સ જણાવી દઈએ જેને ફોલો કરશો તો દૂધમાં જાડી મલાઈ જામશે. 

આ પણ વાંચો: Monsoon Insects: સાંજ પડે ને ઘરમાં ઘુસી જાય છે પાંખવાળી જીવાત ? ફોલો કરો આ ટીપ્સ

જાડી મલાઈ માટે દૂધ કેવી રીતે ઉકાળવું ?

દરેક ઘરમાં દૂધને ઉપયોગમાં લેતા પહેલા ગરમ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગની ગૃહિણીઓ દૂધને મીડીયમ અથવા તો ફુલ આંચ પર ગરમ કરી લેતી હોય છે. જેના કારણે દૂધ પર જાડી મલાઈ જાણતી નથી. જો તમારે દૂધ પર જાડી મલાઈ જમાવવી હોય તો દૂધને ધીમા તાપે ગરમ કરો. શક્ય હોય તો દૂધને થોડીવાર ઉકાળો.

આ પણ વાંચો: માથાની ટાલમાં પણ નવા વાળ ઉગવા લાગશે, નારિયેળ તેલમાં મિક્સ કરી વાળમાં લગાડો આ વસ્તુ

દૂધ ઉકાળતી વખતે અન્ય એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દૂધ ઉકળી જાય પછી ગેસને તુરંત બંધ ન કરો. દૂધમાં ઉભરો આવે પછી ગેસને ધીમો કરીને દૂધને પાંચ મિનિટ માટે ધીમા તાપે ઉકળતું રાખો. ત્યાર પછી ગેસ બંધ કરો. આ રીતે દૂધ ઉકાળ્યા પછી તને ઠંડુ કરશો તો દૂધમાં જાડી મલાઈ જામશે. 

આ પણ વાંચો:  Lip Care: હોઠની આસપાસની ત્વચા થઈ ગઈ છે કાળી ? તો જાણી લો તેને દુર કરવાના ઉપાય

દૂધને સારી રીતે ઉકાળ્યા પછી જ્યારે ગેસ બંધ કરો તો તેના ઉપર પ્લેટ ઢાંકવાને બદલે જાળી કે મલબલનું કપડું ઢાંકો. આ રીતે દૂધને ઢાંકશો તો તેના પર ધીરે ધીરે જાડી મલાઈ જામવા લાગશે. ગરમ દૂધને પેક કરી દેવાથી મલાઈ સરખી જામતી નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપાય સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More