Home> LifeStyle
Advertisement
Prev
Next

Dhaniya Water Benefits: એસિડિટીથી છો પરેશાન? સવારે ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, મળશે ધણા ફાયદા

Dhaniya Water Benefits: મસાલામાં તમે ધાણાનો સ્વાદ તો ચાખ્યો હશે. ધાણાના પાંદડાનો ઉપયોગ રસોઈમાં સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ધાણાનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. આવો જાણીએ સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી શું થાય છે. 
 

Dhaniya Water Benefits: એસિડિટીથી છો પરેશાન? સવારે ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, મળશે ધણા ફાયદા

Coriander Water Benefits For Health: મસાલામાં ધાણાનો ખુબ ઉપયોગ થાય છે. તેની સુગંધ ભોજનના સ્વાદને બમણો કરી દે છે. ખાવાની સાથે-સાથે ધાણાના બીજ અને પાંદનો ઉપયોગ પણ ઘણી રીતે થાય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અમે વાત કરી રહ્યાં છીએ ધાણાના પાણીની. જે લોકોને સ્વાસ્થ્ય સંબંધી નાની-મોટી સમસ્યા રહે છે, તે આ ઉપાયથી રાહત મેળવી શકે છે. 

fallbacks

જો તમે દરરોજ સવારે ઉઠી ખાલી પેટ ધાણાનું પાણી પીવો છો તો તેનાથી તમને ઘણા લાભ મળશે. ધાણાનું પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. હકીકતમાં ધાણા એક સુપરફૂડ છે, જેમાં ઘણા પોષક તત્વો હોય છે. ધાણાના પાંદ અને બીજ આ બંને રૂપ બધા માટે ફાયદાકારક હોય છે. જો તમે સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવો છો તો તેનાથી પાચન શક્તિ સારી રહે છે. સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે. આવો જાણીએ તેનાથી શું-શું ફાયદા મળે છે. 

આ પણ વાંચોઃ શું તમે પણ બનાવવા માંગો છો કિચન ગાર્ડન? શું તમે ઘરે ઉગાડવા માંગો છો મનગમતા શાકભાજી?

1. એસિડિટીમાં ફાયદાકારક
જે લોકોને એસિડિટીની સમસ્યા રહે છે તેણે ધાણાનું પાણી પીવુ જોઈએ. હકીકતમાં ધાણાના બીજમાં રહેલા ગુણ પેટને ઠંડુ રાખે છે. આ રીતે તમારી એસિડિટીની સમસ્યા ઓછી થઈ જશે. ધાણાનું પાણી પીવાથી તમારા પેટમાં પેદા થનાર એસિડનું સ્તર ઘટે છે અને બળતરા તથા દુખાવો થતો નથી. ધાણાના બીજ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. તેથી પેટ સંબંધી તમામ તક્લીફોને દૂર કરે છે. 

2. વજન ઘટે છે
જો તમે ધાણાનું પાણી પીવો છો તો તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વેટ લોસ માટે તે મહત્વપૂર્ણ છે. ધાણાના બીજ અને પાંદમાં ભરપૂર ફાઇબર હોય છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ધાણાના બીજ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. 

આ પણ વાંચોઃ મેગીને પણ ટક્કર મારે એવી ચટપટી અને ઝટપટ બની જાય એવી વસ્તુ! રમતા રમતા બની જશે

3. સ્કિન માટે ફાયદાકારક
ધાણાનું પાણી સ્કિન માટે પણ સારૂ માનવામાં આવે છે. તેથી તમારે સવારે ખાલી પેટ ધાણાના બીજનું પાણી પીવુ જોઈએ. તેનાથી તમારા ચહેરા પર ખીલ, ડાઘ દૂર થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More