Home> LifeStyle
Advertisement
Prev
Next

Turmeric Milk: શિયાળામાં હિરોઈન જેવી સુંદર ત્વચા માટે દૂધમાં આ વસ્તુ ઉમેરી પીવાનું રાખો, ચહેરા પર દેખાશે ઇન્સ્ટન્ટ ગ્લો

Turmeric Milk: શિયાળામાં સ્વસ્થ અને સુંદર રહેવું હોય તો તેના માટે કેટલાક ઘરેલુ નુસખા ખૂબ કામ આવે છે. દાદી નાનીના સમયના આ નુસખા આજે પણ એટલા જ અસરકારક છે. ખાસ વાત એ છે કે તેનાથી શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. શિયાળામાં ખરાબ થતી સ્કીન અને સ્વાસ્થ્યને સુધારવા માટે તમે હળદર વાળું દૂધ પી શકો છો. 
 

Turmeric Milk: શિયાળામાં હિરોઈન જેવી સુંદર ત્વચા માટે દૂધમાં આ વસ્તુ ઉમેરી પીવાનું રાખો, ચહેરા પર દેખાશે ઇન્સ્ટન્ટ ગ્લો

Turmeric Milk: શિયાળામાં ઘણા લોકોને સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત સમસ્યા રહેતી હોય છે. ઠંડીના કારણે શરદી-ઉધરસ જેવી વાયરલ સમસ્યાઓ થવાની સાથે જ શરીરની ત્વચા પણ ડ્રાય થવા લાગે છે. તેથી જ જરૂરી છે કે શિયાળામાં સ્વાસ્થ્ય અને ત્વચાનો ખાસ ધ્યાન રાખવામાં આવે. શિયાળામાં સ્વસ્થ અને સુંદર રહેવું હોય તો તેના માટે કેટલાક ઘરેલુ નુસખા ખૂબ કામ આવે છે. દાદી નાનીના સમયના આ નુસખા આજે પણ એટલા જ અસરકારક છે. ખાસ વાત એ છે કે તેનાથી શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. શિયાળામાં ખરાબ થતી સ્કીન અને સ્વાસ્થ્યને સુધારવા માટે તમે હળદર વાળું દૂધ પી શકો છો. ઠંડીની ઋતુમાં નિયમિત રીતે દૂધમાં હળદર ઉમેરીને પીવાથી ત્વચાને ફાયદો થાય છે અને તેની સાથે જ શરીરની અન્ય બીમારીઓ પણ દૂર થવા લાગે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે શિયાળામાં હળદરવાળું દૂધ શા માટે પીવું જોઈએ અને તેનાથી શરીરને કયા કયા ફાયદા થાય છે.

fallbacks

આ પણ વાંચો: અડધી રાત્રે થાય ગેસ-એસિડિટી તો તુરંત અજમાવો આમાંથી કોઈ એક ઉપાય, 10 મિનિટમાં રાહત

શિયાળામાં હળદર વાળું દૂધ પીવાથી થતા ફાયદા

1. જો તમે શિયાળામાં રોજ એક ગ્લાસ હળદર વાળું દૂધ પીવાનું રાખો છો તો તેનાથી વાયરલ બીમારીઓથી છુટકારો મળી શકે છે.. ઠંડીના કારણે થતી બીમારીઓથી બચવા માટે હળદર વાળું દૂધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 

2. જો તમારી ત્વચા બેજાન અને ડ્રાય થઈ ગઈ હોય તો રોજ હળદર વાળું દૂધ પીવું જોઈએ. શિયાળામાં જો હળદર વાળું દૂધ પીવાની આદત રાખશો તો ત્વચા પર દેખાતી ડ્રાઇનેસ દૂર થઈ જશે અને ત્વચા સુંદર રહેશે.

આ પણ વાંચો: Health Tips: રાત્રે સૂતા પહેલા આ 5 ડ્રિંક્સ પીવાની આદત રાખો, નખમાં પણ નહીં રહે રોગ

3. શિયાળામાં દિવસ દરમિયાન એક ગ્લાસ ગરમ હળદર વાળું દૂધ પી લેવાથી શરદી ઉધરસ તાવ શરીરનો દુખાવો કફ જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે.. હળદર વાળું દૂધ પીવાથી આ બધી જ સમસ્યાઓમાં ફાયદો થાય છે કારણ કે તેનાથી શરીરમાં ગરમાવો આવે છે.

4. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ હળદર વાળું દૂધ રોજ પીવું જોઈએ. હળદર વાળી દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે અને દિવસ દરમિયાન લાગતો થાક પણ દૂર થાય છે.

આ પણ વાંચો: Orange:આ 4 તકલીફ હોય તેણે શિયાળામાં ન ખાવું એક પણ સંતરું, શરુ થઈ જશે દવાખાનાના ધક્કા

5. રોજ એક ગ્લાસ હળદર વાળું દૂધ પીવાથી કેન્સર થવાના જોખમને ઓછું કરી શકાય છે. તેનાથી શરીર અંદરથી સ્વસ્થ રહે છે અને બીમારીઓ દૂર રહે છે.. શરીરમાં જો નાની મોટી ઇજા થઈ હોય તો તેમાં પણ હળદર વાળું દૂધ પીવાથી ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More