Skin Care: જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ત્વચાની ચમક ઓછી થાય છે. તેમાં પણ જ્યારે શિયાળો શરુ થાય તો ઠંડીના કારણે ત્વચા નિસ્તેજ થવા લાગે છે. સ્કીન ડ્રાયનેસની પાછળનું મુખ્ય કારણ હોય છે ત્વચાની યોગ્ય કાળજીનો અભાવ. આ સિવાય અપુરતી ઊંઘ અને જરૂરી વિટામિન્સના અભાવના કારણે પણ ત્વચા નિસ્તેજ દેખાવા લાગે છે. તેવામાં જો તમે તમારા આહારમાં કેટલાક વિટામિન્સનો સમાવેશ કરો છો તો તેનાથી ત્વચા પર રોનક વધી શકે છે. એવા ઘણા વિટામિન્સ છે જેના સેવનથી ત્વચાની સુંદરતા વધે છે. આજે તમને જણાવીએ કે શિયાળામાં પણ ત્વચાની રોનક જાળવી રાખવી હોય તો કયા કયા વિટામિન્સનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો: Belly Fat દુર કરવા અપનાવો આ સરળ ઉપાય, 15 દિવસમાં ફેટમાંથી ફીટ થઈ જશો
આ વિટામિન્સનું સેવન કરી ત્વચાને રાખો
વિટામિન કે
વિટામિન કે નો ઉપયોગ ત્વચા પર ગ્લો વધારવા માટે થાય છે. તેનું સેવન કરવાથી ત્વચાની ચમક વધે જ અને પિગમેન્ટેશનની સમસ્યા પણ દૂર થાય છે. તેના માટે આહારમાં કોબી, બ્રોકોલી, કોથમીર અને ઓટમીલનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બનશે.
આ પણ વાંચો: Steam Benefits: શિયાળામાં સ્ટીમ લેવાથી થાય છે ઘણા ફાયદા, ત્વચાની પણ વધે છે સુંદરતા
વિટામિન ઈ
જો શિયાળાની ઋતુમાં તમારી ત્વચા ડલ થઈ ગઈ છે તો તમારા આહારમાં વિટામિન ઈ નો સમાવેશ કરો. વિટામિન ઈ માટે મગફળી, સરસવ અને બદામનો ઉપયોગ કરો. તેનાથી ત્વચાની શુષ્કતાની સમસ્યાથી રાહત મળે છે.
વિટામિન સી
વિટામિન સી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. જો તમારી ત્વચા ડ્રાય અને નિર્જીવ થઈ ગઈ છે તો સંતરા, લીંબુ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો: ઘરમાં હાજર વસ્તુઓથી બનતા આ ફેસપેક ચહેરા 10 મિનિટમાં લાવે છે ગ્લો, તમે પણ કરો ટ્રાય
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે