Get Rid Of Mosquitoes: ગરમીના દિવસોમાં મચ્છરનો ત્રાસ વધી જાય છે. રાતના સમયે જો બારી દરવાજા ખુલ્લા રાખવામાં આવે તો મચ્છરથી ઘર ભરાય જાય છે. મચ્છર કરડવાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. તેથી જ લોકો મચ્છર ઘરમાં ન ઘુસે તેવા પ્રયત્ન કરે છે.
આ પણ વાંચો: નાળિયેરમાં આ વસ્તુ ઉમેરી બનાવો હેર પેક, રબ્બરમાંથી સરકી જાય એવા સોફ્ટ વાળ થઈ જાશે
આજે અમે પણ તમને મચ્છર ઘરમાં ન આવે તે માટેનો ઉપાય જણાવીએ. આ ઉપાય કેમિકલ ફ્રી છે એટલે કે મચ્છરને ઘરમાંથી ભગાડવા માટે તમારે કેમિકલનો ઉપયોગ કરવાનો નથી. કેટલીક નેચરલ વસ્તુની મદદથી એક લિક્વીડ બનાવાનું છે. આ લિક્વિડ એવું પાવરફુલ છે કે મચ્છર ઘરમાં આવશે તો જીવતા પાછા જશે નહીં. આ ઉપાયની મદદથી ફક્ત મચ્છર જ નહીં રાતના સમયે લાઈટ તરફ આકર્ષિત થતી જીવાત પણ મરી જશે.
આ પણ વાંચો: રાત્રે આ વસ્તુઓ ખાવાથી સ્કિન ઝડપથી થાય છે ઢીલી, આ કારણે નાની ઉંમરે વૃદ્ધ દેખાવા લોકો
મચ્છરનો નાશ કરવાનું લિક્વિડ બનાવવા માટે વિનેગર, ઓલિવ ઓઈલ અને શેમ્પૂની જરૂર પડશે. એક બાઉલમાં સમાન માત્રામાં ત્રણેય વસ્તુ મિક્સ કરી મિશ્રણ બનાવી લેવું. આ મિશ્રણના બાઉલ ઘરના બારી દરવાજા પાસે રાખી દેવા. આ મિશ્રણની સુગંધથી મચ્છર આકર્ષિત થઈ તેની પાસે આવશે અને પછી તેમાં જ ફસાઈ જશે. સવારે તમે જોશો તો બાઉલમાં મચ્છર સહિતના જીવજંતુઓ હશે. આ બાઉલના લિક્વિડને ફેંકી ફરીથી નવું લિક્વિડ બનાવી રાખી દેવું.
આ પણ વાંચો: બળીને કાળા થયેલા વાસણને ચમકાવવા આ 4 વસ્તુઓ વાપરો, વાસણ ઘસીને સાફ પણ નહીં કરવા પડે
આ લિક્વિડ ઉપરાંત તમે ડુંગળી અને લસણની મદદથી પણ મચ્છર ભગાડી શકો છો. સાંજના સમયે ઘરના બારી દરવાજા બંધ રાખી ઘરમાં ડુંગળીની છાલ, લસણના ફોતરા અને તમાલપત્ર સળગાવો. તેનો ધુમાડો થોડીવાર ઘરમાં ફેલાવા દો. ત્યારબાદ બારી દરવાજા ખોલશો તો ઘરમાં મચ્છર નહીં આવે.
આ પણ વાંચો: 36 ની કમરને 28 ની કરી દેશે આ લીલા દાણા, વધેલા વજન સાથે શરીરની અનેક સમસ્યા કરશે દુર
આ સિવાય તમે ઘરમાં એવા છોડ પણ રાખી શકો છો જેનાથી મચ્છર દુર ભાગે છે. એવા ઘણા ઈન્ડોર પ્લાંટ છે જેની આસપાસ મચ્છર ફરકતા નથી. તમે આ છોડ ઘરમાં રાખશો તો પણ ઘર મચ્છરના આતંકથી બચી જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે