How to Check Adulteration in Spices: બાર મહિનાના મસાલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહિણીઓ આ સમય દરમિયાન બજારમાંથી વર્ષની જરૂર અનુસારના મસાલા ખરીદીને આખા વર્ષ માટે સ્ટોર કરી લે છે. ઘણા લોકો ઘણા મસાલા ખરીદીને તેને પીસાવીને પાવડર બનાવે છે તો કેટલાક લોકો તૈયાર મસાલા ખરીદે છે.
આ પણ વાંચો: રાતોરાત વાયરલ થઈ ગયો વાળ ધોવાનો આ ટ્રેંડ, શેમ્પૂ કર્યા પછી વાળ થઈ જાય છે રેશમ જેવા
આજકાલ બધી જ વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે તે રીતે મસાલામાં પણ ભેળસેળ થતી હોય છે. મસાલામાં ભેળસેળ કરવા માટે લાકડાનો ભૂકો, ઈંટનો ભુક્કો, પપૈયાના બી, કૃત્રિમ કલર, કોલસાનો ભૂકો, સ્ટાર્ચ જેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ઉમેરેલો મસાલો ખાવાથી તબિયત પણ બગડી શકે છે. જ્યારે તમે આખા વર્ષ માટે મસાલાની ખરીદી કરતા હોય તો થોડી સાવધાની રાખવી જરૂરી છે. જો તમે થોડી સાવધાની રાખશો તો સરળતાથી મસાલા અસલી છે કે નકલી તે જાણી શકશો.
આ પણ વાંચો: રાત્રે ચણા પલાળવાનું ભુલી જાવ તો ટ્રાય કરો આ ટ્રીક, 1 જ કલાકમાં પલળી જશે કાબુલી ચણા
આજે તમને એવી સરળ ટિપ્સ જણાવીએ જેની મદદથી તમે ઘરે 5 જ મિનિટમાં ચેક કરી શકશો કે મસાલા સારા છે કે નહીં. આખા વર્ષના મસાલા ભરતા પહેલા થોડા મસાલા ખરીદીને આ ટેસ્ટ કરી લેવો જોઈએ. જેનાથી મસાલા અસલી છે કે ભેળસેળવાળા તે પણ ખબર પડી જશે.
આ પણ વાંચો: આ 2 વસ્તુ ઉમેરી લોટ બાંધજો, રુ જેવી પોચી રોટલી બનશે, ખાવા માટે શાકની જરૂર નહીં પડે
લાલ મરચું પાવડર
લાલ મરચું પાવડર ભોજનમાં સ્વાદ વધારવાની સાથે કલર પણ વધારે છે. મોટાભાગે લાલ મરચામાં લાલ કલરનો અને ઈંટના ભૂકાનો ઉપયોગ થતો હોય છે. બજારમાંથી મસાલો ખરીદતા પહેલા મરચું પાવડરનું સેમ્પલ લઈને ઘરે આ ટેસ્ટ કરી લેવો. તેના માટે એક ગ્લાસ પાણીમાં મરચું પાવડર ઉમેરો. જો મરચું પાવડર શુદ્ધ હશે તો તે પાણી ઉપર તરશે અને ધીરે ધીરે નીચે બેસી જશે. જો પાવડરમાં મિલાવટ હશે તો પાણીમાં તુરંત જ ડૂબી જશે અને કલર પણ તરત જ લાલ થઈ જશે.
આ પણ વાંચો: ઘરે આઈસક્રીમ જેવું ઘટ્ટ અને સ્વાદિષ્ટ દહીં જામશે, આ ટીપ્સ ફોલો કરવાનું શરુ કરી દો
હળદર
હળદરમાં પણ ભેળસેળ કરવામાં આવે છે. હળદરનો ઉપયોગ ભોજનની સાથે ઔષધી તરીકે પણ કરવામાં આવે છે તેથી તે શુદ્ધ હોય તે જરૂરી છે. હળદરમાં ભેળસેળ છે કે હળદર શુદ્ધ છે તે જાણવા માટે પણ પાણીનો ઉપયોગ કરી શકાય છે. પાણીના એક ગ્લાસમાં એક ચમચી હળદર મિક્સ કરો. હળદર શુદ્ધ હશે તો પાણીનો રંગ આછો પીળો થશે અને હળદર ધીરે ધીરે પાણીમાં નીચે જશે. જો હળદરમાં કોઈપણ વસ્તુ મિક્સ કરવામાં આવી હશે તો તે તુરંત જ તળિયે બેસી જશે અને પાણીનો રંગ પણ સૂર્યમુખી જેવો ચમકદાર પીળો થઈ જશે.
આ પણ વાંચો: આ 4 સ્ટેપ ફોલો કરી ઘરે બનાવી શકો છો માવો, મીઠાઈ માટે બજારમાંથી માવો લેવો નહીં પડે
જીરૂં
જીરું હાથમાં લઈને બંને હથેળી વચ્ચે રાખી થોડું રગડવું જોઈએ. જો જીરું શુદ્ધ હશે તો તેમાંથી ગંદકી નહીં નીકળે અને સુગંધ આવવા લાગશે. જો જીરામાં ભેળસેળ હશે તો હથેળીમાં કાળો મેલ દેખાવા લાગશે.
આ પણ વાંચો: ચહેરાની રુંવાટી દૂર કરવાના ઉપાય, સ્કિન થઈ જશે એકદમ સાફ, વેક્સ જેવું જ રિઝલ્ટ મળશે
હિંગ
હિંગ નો ઉપયોગ પણ રોજ રસોઈમાં થાય છે તેથી હિંગ પણ શુદ્ધ હોય તે જરૂરી છે. હિંગની ઓળખ કરવી હોય તો ગેસ ઉપર થોડી હિંગને રાખો. જો હિંગ અસલી હશે તો સરળતાથી બળી જશે. નકલી હિંગ હશે તો તે બળશે નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે