teeth whitening tips: ચહેરાની સુંદરતાને ચાર ચાંદ લગાવવામાં આપણું હાસ્ય મહત્વની ભૂમિકા ભજવે છે. કહેવાય છે કે દરેક વ્યક્તિની સ્માઇલ સારી હોય તો ચહેરો નેચરલી સારો લાગે છે. તેમાં આપણા દાંત પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
જ્યારે આપણા દાંત સુંદર અને ચમકદાર હોય તો આપણે અલગ આત્મવિશ્વાસ મળે છે. આપણે જ્યાં પણ જઈએ ત્યાં મુક્તપણે હસી શકીએ છીએ. તે જ સમયે, જ્યારે આપણા દાંત પીળા અને ગંદા હોય છે, ત્યારે આપણને પોતાને સારું લાગતું નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ તેમાંથી એક છો જેમના પીળા દાંત તેમને શરમાવે છે, તો આજે અમે તમારા માટે કેટલાક એવા ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ જે મિનિટોમાં પીળા દાંતને સફેદ કરી દેશે.
આ લેખમાં કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવી તમે તમારા દાંત મોતીની જેમ ચમકાવી શકો છો. આવો આ ઉપાયો વિશે તમને જણાવીએ.
બેકિંગ સોડા અને લીંબુનો રસ
પીળા દાંતને સફેદ કરવામાં બેકિંગ સોડા અને લીંબુ કામ આવી શકે છે. તે માટે તમારે બેકિંગ સોડામાં લીંબુનો રસ મિક્સ કરવો પડશે. તેનાથી નિયમિત રૂપે મસાજ કરવાથી તમારા દાંત પર જામેલા પીળા ડાઘ દૂર થઈ શકે છે.
આ પણ વાંચોઃ બજારમાંથી કેમિકલવાળા રંગ લેવાને બદલે ઘરે બનાવી લો 100% શુદ્ધ રંગ, એકદમ ઈઝી છે આ કામ
નમક અને સરસવનું તેલ
જો તમારે પણ તમારા દાંત ચમકદાર બનાવવા છે તો નમક અને સરસવના તેલનો ઉપયોગ કરો. તે માટે તમારે સરસવના તેલમાં એક ચપટી નમક નાખવાનું છે. આ મિશ્રણથી તમારા દાંત પર મસાજ કરો. તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા દાંત ચમકી જશે.
લીમડાના દાતણનો ઉપયોગ
જો તમે તમારા દાંતની સાથે પેઢાનો પણ ખ્યાલ રાખવા ઈચ્છો છો તો લીમડાના દાતણનો ઉપયોગ કરવો જોઈએ. નીમના ટૂથપિકને તમારા દાંત પર ઘસવાથી દાંત સફેદ અને સુંદર થઈ શકે છે.
ચારકોલ પાઉડર
જો તમે પણ તમારા દાંતોને કેવિટી અને બેક્ટેરિયાથી બચાવવા ઈચ્છો છો તો તમારે ચારકોલ પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી દાંતમાં કેવિટી પેદા કરનાર બેક્ટેરિયાથી બચવામાં મદદ મળે છે. એટલું જ નહીં તેના ઉપયોગથી તમારા પેઢા પણ સ્વસ્થ રહે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે