Home> LifeStyle
Advertisement
Prev
Next

હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, સ્કિન દેખાશે ગ્લોઈંગ અને ફ્રેશ; જાણો ફેસ પર કેવી રીતે લગાવવું

Turmeric And Sandalwood: આપણે બધા આ વાતથી પરિચિત છે કે, હળદર અને ચંદન સ્કિન માટે કેટલા ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે, બેદાગ ચહેરો મેળવવા માટે તમારે શું કરવું પડશે?

હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, સ્કિન દેખાશે ગ્લોઈંગ અને ફ્રેશ; જાણો ફેસ પર કેવી રીતે લગાવવું

Turmeric And Sandalwood: આજના વ્યસ્ત જીવનમાં આપણે ઘણીવાર આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. સમયના અભાવે ત્વચા ડ્રાય અને નિર્જીવ થવા લાગે છે. ડાર્ક સર્કલની સમસ્યાથી દરેક વ્યક્તિ પરેશાન છે. ઋતુ કોઈ પણ હોય પરંતુ ફાયદાકારક ગુણોથી ભરપૂર હળદર અને ચંદનનો રેગ્યુલર ઉપયોગ ચહેરા પર ચમક લાવી શકે છે. હળદર ચંદનના ફાયદા અને નુકસાન શું છે તે વિશે IANS એ ત્વચારોગ નિષ્ણાત ડૉ. દિવ્યા સહાય સાથે વાત કરી.

fallbacks

આયુર્વેદિકની મદદ લો
ડર્મેટોલોજિસ્ટે જણાવ્યું કે, "જો તમે પણ તમારા ચહેરાની ચમક જાળવી રાખવા માંગતા હોવ તો આજથી જ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને બદલે આયુર્વેદિક વસ્તુઓ અપનાવવાનું શરૂ કરો. જો તમે તમારી ત્વચાને ફ્રેશ અને ગ્લોઈંગ બનાવવા માંગો છો તો આજથી જ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને બદલે હળદર અને ચંદનનો ઉપયોગ કરો."

બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ

હળદર-ચંદનના ગુણ
આયુર્વેદ પણ હળદરને સૌથી મહત્વપૂર્ણ ઔષધિ તરીકે સ્થાન આપે છે. તેથી આયુર્વેદ અનુસાર ચંદન અથવા સફેદ ચંદન શ્રીગંધા તરીકે પણ ઓળખાય છે. બન્નેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો  હોય છે. ડર્મેટોલોજિસ્ટ અનુસાર આ બન્ને વસ્તુઓ સ્કિનને ગ્લોઈંગ બનાવવાની સાથે ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેટલી માત્રામાં?

હળદર અને ચંદનના ફાયદા
ડો. સહાયના જણાવ્યા અનુસાર "તમે તમારા ચહેરા પર હળદર અને ચંદનનો ફેસ પેક ઉપયોગ કરી શકો છો. આ ફ્રીકલ્સને ઘટાડવાની સાથે તે ચહેરા પરના ડાઘ અને ફોલ્લીઓ દૂર કરવાનું પણ કામ કરે છે. ચંદન તમારા રંગને સુધારવામાં મદદ કરે છે. આનાથી પિમ્પલ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. જો તમે તેનો નિયમિત ઉપયોગ કરો છો, તો તમે આશ્ચર્યજનક ફાયદા જોઈ શકો છો."

ના ઉંમરકેદ ના ફાંસી... આ દેશોના ખતરનાક કાયદાઓ જાણી ધ્રુજી ઉઠે છે ગુનેગારો

ફેસ પેક કેવી રીતે તૈયાર કરશો?
ચંદન અને હળદરનો ફેસ પેક બનાવવા માટે તમારે બે ચમચી ચંદન પાવડરમાં એક ચપટી હળદર અને ગુલાબજળ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તેને તમારા ચહેરા પર લગાવો. તેને 20 થી 30 મિનિટ સુધી રાખો અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. ડો. સહાયે એક સૂચન પણ આપ્યું છે. એટલે કે, જો તમે કોઈપણ પ્રકારની ત્વચાની એલર્જીની સમસ્યાથી પરેશાન છો, તો ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનો ઉપયોગ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More