Machli Ka Video : પ્રકૃતિએ દરેક જીવોને અલગ અલગ રૂપ આપ્યા છે. સાથે જ દરેક જીવને અનોખા બનાવ્યા છે. દરેક જીવમાં અદભૂત ક્ષમતાઓ આપેલી છે, જેને જોઈને માનવો પણ દંગ રહી જાય છે. માણસોએ રંગ બદલવાની ઉપમા કાચીંડાને આપી છે. કાચીંડો એ જીવ છે તે રંગ બદલવામાં આ પૃથ્વી પર માહેર છે. પરંતુ એક માછલી તો કાચીંડા કરતા પણ ખતરનાક રીતે રંગ બદલે છે. રંગ બદલવામાં તો કાચીંડાની પણ ઉસ્તાદ છે આ માછલી, પરંતુ આ અનોખી માછલી પણ લોકોને દંગ કરી દે તેવી છે. લોકો વારંવાર તેના વીડિયો જોઈ રહ્યાં છે.
માછલીએ બદલ્યા અનેક રંગ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક માછલી પાણી ભરેલા બોક્સમાં નજર આવી રહી છે. તે પાણીમાં અન્ય માછલી સાથે તરતી નજર આવી રહી છે. ખાસ વાત તો એ છે કે, આ માછલી પગલે પગલે રંગ બદલી રહી છે. શરૂઆતમાં તમે જોઈ શકો છે કે માછલીનો કલર સ્કાય બ્લ્યૂ થાય છે. પરંતુ બીજી જ સેકન્ડ તે પીળા રંગની બની જાય છે. આગળ જઈને તે બ્લ્યૂ કલરની બની જાય છે. માછલીને જોઈને એવુ લાગે છે કે, લોકોની ભીડ છે, લોકો બુમાબુમ કરી રહ્યાં છે, તેથી માછલી ગભરાઈને રંગ બદલે છે.
ગુજરાતના આ શહેરમાં 500 કરોડના ખર્ચે બનશે સરદાર ધામ, પાટીદારોએ દિલ ખોલીને દાન કર્યું
આ વીડિયો પર કરો એક નજર :
A Chameleon sand tilefish with the ability to rapidly change color. pic.twitter.com/Ehb6nKar8h
— The Best (@ThebestFigen) February 2, 2024
કાચીંડો પણ શરમાઈ જશે
આ માછલીનું હુનર જોઈને તમે પણ એક્સાઈટ થઈ જશો. આ માછલીને ટાઈલફિશ કે ફ્લેશીંગ ટાઈલફિશ નામથી ઓળખવામાં આવે છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર જોરદાર રિએક્શન આપી રહ્યાં છે. @ThebestFigen નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. સાથે જ કેપ્શનમાં લખાયું છે કે, તેજીથી રંગ બદલનારી ક્ષમતાવાળી સ્ટાઈલિશ. ગણતરીના સેકન્ડમાં આ વીડિયો હજારોની સંખ્યામાં વ્યૂ અને લાઈક્સ મેળવી રહ્યાં છે.
તબીબે સર્જરીથી બાળકીનો કપાયેલો અંગૂઠો જોડ્યો! શ્વાને બચકા ભરી અંગૂઠો છુટ્ટો કર્યો હત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે