Weight Loss Seed: આપણામાંથી ઘણા લોકો એવા હશે જેનું વજન વધી ગયું હશે અને તે વજન ઘટાડવા માટે એડી ચોટીનું જોર લગાડતા હોય. પરંતુ ઘણા લોકોને અનેક પ્રયત્નો છતાં પણ જોઈએ એવું રીઝલ્ટ મળતું નથી. જો તમે વજન અસરકારક રીતે ઘટાડવા માંગો છો તો એક્સરસાઇઝની સાથે આ બીજનું સેવન કરવાનું શરૂ કરી દો. આ બીજનું સેવન કરવાથી પેટ અને કમર આસપાસ જામેલી ચરબી ઓછી થવા લાગે છે. નિષ્ણાંતો પણ જણાવે છે કે આ બીજની મદદથી વજન ઘટાડી શકાય છે અને શરીરની અન્ય સમસ્યા પણ દૂર કરી શકાય છે.
આ પણ વાંચો: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે
અળસીના બી
અળસીના બીજ દેખાવમાં નાના નાના હોય છે પરંતુ આ નાના બીજ સુપરફૂડ છે. અળસી આપણા શરીરના વિકાસ માટે પણ જરૂરી છે કારણ કે તેમાં એવા અનેક પોષક તત્વો હોય છે જે શરીરને ફાયદો કરે છે. અળસી ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ, હેલ્ધી પ્રોટીન, ફેનોલીક કમ્પાઉન્ડ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. અળસીના બીજને ડેલી ડાયટમાં સામેલ કરવામાં આવે તો તેનાથી ચમત્કારી ફાયદા જોવા મળે છે.
આ પણ વાંચો: Amla-Shikakai: વાળમાં આમળા અને શિકાકાઈનો પાવડર લગાડવાથી દુર થશે આ 5 સમસ્યા
અળસીથી વજન કેવી રીતે ઘટે ?
અળસીના બી આમ તો ઘણી બધી બીમારીઓમાં મદદ કરે છે પરંતુ વજન વધેલું હોય તો તેને ઘટાડવામાં આ બી રામબાણ સાબિત થઈ શકે છે. તમે પણ સાંભળ્યું હશે કે અળસીના બીજથી પેટ અને કમર આસપાસ જામેલી ચરબી ઓછી થાય છે. આવું કેવી રીતે થાય છે ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: દિવસમાં બસ 3 ચમચી આ વસ્તુ પીવો, ઝડપથી વજનમાં ઘટાડો થશે, લોકો પુછવા આવશે સીક્રેટ
અળસીના બીજ શરીરની અંદર જામેલા ફેટને સાફ કરે છે કારણ કે તેમાં વજન ઘટાડે એવા ન્યુટ્રીયંટ્સ હોય છે. અળસી ખાવાથી વારંવાર ક્રેવિંગ થતી હોય તેને કંટ્રોલ કરી શકાય છે. ઘણા લોકોને વારંવાર ભૂખ લાગે છે અને કંઈને કંઈ ખાવાની ઈચ્છા થાય છે. અળસી ખાવાથી આ ક્રેવિંગ કંટ્રોલ થઈ જાય છે અને પરિણામે વજન ઘટાડવા લાગે છે. અળસીના બીજ શરીરના ઇન્ફ્લેમેશનને ઘટાડે છે જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: આ 3 ટીપ્સ અપનાવી બનાવો ફ્રેન્ચ ફ્રાઈઝ, રેસ્ટોરન્ટમાં મળે એવી જ ક્રિસ્પી બનશે
અળસીના બી કેવી રીતે ખાવા ?
અળસીના બીને દૂધ સાથે બે અલગ અલગ સ્મુધીમાં લઈ શકાય છે. તમે સફરજન અને દૂધની સ્મુધીમાં અળસી મિક્સ કરીને પી શકો છો. આ સિવાય ખજૂર અને દૂધની સ્મુધીમાં પણ અળસી પાવડર મિક્સ કરીને પીવાથી વજન ઘટવા લાગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે