Mango Pickle Recipe: ઉનાળાની શરૂઆત થતાં જ દરેક ઘરમાં અથાણા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે કાચી કેરી અથાણા લાયક આવવા માંડે છે ત્યારે દરેક ઘરમાં અથાણા બનવાની શરૂઆત થઈ જાય છે. આ સમયે એવો છે જ્યારે દરેક ઘરમાં અથાણા કરવામાં આવે છે. અથાણા કરવામાં મહેનત પણ લાગે છે. પરંતુ આજે તમને અથાણા કરવા માટેની કેટલીક ટ્રિક્સ જણાવીએ જેને અપનાવશો તો ઝટપટ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ જશે અને તેને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.
કેરીના અથાણા માટે જરૂરી સામગ્રી
આ પણ વાંચો:
ગુણકારી એવી મગફળીનું આ શાક કરો ટ્રાય, નાના-મોટા સૌ કોઈની દાઢે વળગશે સ્વાદ
મસાલા શુદ્ધ છે કે કલર કરેલો નકલી માલ જાણવા અજમાવો આ ટ્રીક, તુરંત પકડાઈ જશે ચોરી
મોઢામાં પાણી આવી જાય તેવી Restaurant Style Dal Makhani બનાવવાની જાણો રેસિપી
બે કિલો કેરી
100 ગ્રામ મેથી
લાલ મરચું પાવડર
મીઠું સ્વાદ અનુસાર
50 ગ્રામ કલોજી
100 ગ્રામ વરિયાળી
50 ગ્રામ હળદર
દોઢ લીટર સરસવનું તેલ
અથાણું બનાવવાની રીત
કેરીનું અથાણું કરવા માટે સૌથી પહેલા કેરીને સરખા ભાગમાં કાપી સૂકવી લો. એક બાઉલમાં તેલ લેવું અને તેમાં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે બરણીમાં થોડો મસાલો છાંટો. હવે આ મિશ્રણમાં કેરીના ટુકડાને સારી રીતે મિક્સ કરીને બરણીમાં ભરી લો. તેને સારી રીતે મિક્સ કરો. હવે અથાણા પર બાકીના મસાલાનું મિશ્રણ અને તેલ ભરી દો. આ બરણીને એક અઠવાડિયા સુધી તડકામાં રાખો.
- અથાણું નાખતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે જે વાસણમાં અથાણું કરવાનું છે તે સંપૂર્ણપણે સૂકું હોવું જોઈએ. આ સાથે અથાણાં માટે માત્ર કાચા તેલનો જ ઉપયોગ કરો. જો તમે ઘરે બનાવેલા મસાલાનો ઉપયોગ કરશો તો તે વધુ સારું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે