Home> LifeStyle
Advertisement
Prev
Next

Lizards: 5 મિનિટમાં ઘરમાંથી છુ થઈ જાશે ગરોળી, રસોડામાં તો ફરકશે પણ નહીં, અજમાવો આ ઘરેલુ નુસખા

Lizards: એક વખત ગરોળી ઘરમાં આવી ગઈ તો તેને કાઢવી મુશ્કેલ થઈ જાય છે. ગરોળી રસોડાના કોઈ કેબિનેટમાં જતી રહે તો પછી ત્યાંથી કાઢવી ખૂબ મુશ્કેલ છે. જો કે ગરોળીને ઘરમાંથી કાઢવી મુશ્કેલ છે પણ અશક્ય નથી. 
 

Lizards: 5 મિનિટમાં ઘરમાંથી છુ થઈ જાશે ગરોળી, રસોડામાં તો ફરકશે પણ નહીં, અજમાવો આ ઘરેલુ નુસખા

Lizards: વાતાવરણ બદલે એટલે ગરોળીનો આતંક પણ વધી જાય છે. ખાસ કરીને રસોડામાં ગરોળી સૌથી વધુ જોવા મળે છે. જો ભૂલથી પણ કોઈ બારી કે દરવાજો ખુલ્લો રહી જાય તો ગરોળી તુરંત ઘરમાં ગરી જાય છે. એક વખત ગરોળી ઘરમાં આવી ગઈ તો તેને કાઢવી મુશ્કેલ થઈ જાય છે. ગરોળી રસોડાના કોઈ કેબિનેટમાં જતી રહે તો પછી ત્યાંથી કાઢવી ખૂબ મુશ્કેલ છે. ગરોળીને ઘરમાંથી કાઢવી મુશ્કેલ છે પણ અશક્ય નથી. આજે તમને રસોડામાં આતંક ફેલાવતી ગરોળીને ઘરમાંથી ભગાડવાના ઘરેલુ નુસખા જણાવીએ. જો આ કામ તમે કરશો તો તમારા ઘરના રસોડામાં એક પણ ગરોળી ફરકશે નહીં.

fallbacks

આ પણ વાંચો: White Hair: 1 ચમચી પીળી હળદર સફેદ વાળને મૂળથી કરી દેશે કાળા, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

મચ્છરની કોઈલ

ગરોળીની સ્કીન સેન્સેટિવ અને સોફ્ટ હોય છે. જો તમે તેના પર કોઈ બળતરા કરતી વસ્તુ છાંટો તો તે સહન કરી શકતી નથી અને ત્યાંથી ભાગી જાય છે. આવો સ્પ્રે ઘરે બનાવવા માટે પાણીને ગરમ કરી તેમાં મચ્છર ભગાડવાની કોઈલ ઉમેરી દેવી. આ પાણી ઉકળી જાય પછી તેમાં મીઠું ઉમેરીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે રસોડામાં ગરોળી દેખાય એટલે તેના પર આ સ્પ્રે છાંટી દો. પાંચ મિનિટમાં જ ગરોળી રસોડામાંથી છુ થઈ જશે.

આ પણ વાંચો: Dandruff: 7 દિવસમાં ડેન્ડ્રફ થશે સાફ, વાળને સુંદર અને ડેન્ડ્રફ ફ્રી બનાવશે આ નુસખા

લસણ

લસણની તીવ્ર ગંધ પણ ગરોળી સહન કરી શકતી નથી. જો તમારા રસોડાના કેબિનેટમાં ગરોળી એ ઘર બનાવી લીધું હોય તો એક લસણની પેસ્ટ કરી તેને પાણીમાં બરાબર ઉકાળો. ત્યાર પછી આ પાણીને ઠંડુ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. હવે જ્યાં પણ ગરોળી દેખાય ત્યારે આ પાણી છાંટી દો લસણની ગંધથી રસોડામાં ગરોડી આવતી બંધ થઈ જશે. 

કાળા મરી

આ પણ વાંચો: ચોખામાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે સાથે રાખી દેજો આમાંથી કોઈ એક વસ્તુ

રસોડાના કેબિનેટમાં ઘર બનાવીને રહેતી ગરોળીઓને ભગાડવી હોય તો કાળા મરીનું પાણી પણ ઉપયોગી થશે. એક ચમચી કાળા મરીના પાવડરને પાણીમાં ઉકાળીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે ગરોળી છે જગ્યા રહેતી હોય કે આ પાણી છાંટી દેવું. પછી તે જગ્યા પર એક સેકન્ડ પણ ગરોળી નહીં ટકે.

લાલ મરચું અને ડુંગળી

ડુંગળી અને લાલ મરચું પણ ગરોળીને ભગાડવામાં કામ લાગે છે. લાલ મરચા અને ડુંગળીને પાણીમાં ઉકાળીને સ્પ્રે બનાવી લો. આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ગરોળી રહેતી હોય તે જગ્યા પર દિવસ દરમિયાન છાંટતા રહેવું. એક દિવસની અંદર જ ગરોળી તમારા ઘરને છોડીને જતી રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More