Home> LifeStyle
Advertisement
Prev
Next

Name Numerology: આ યુવકોથી જલદી ઇમ્પ્રેસ થઈ જાય છે યુવતીઓ, નામથી ખબર પડી જાય છે પર્સનાલિટી

Lucky Name Numerology: અંક જ્યોતિષ શાસ્ત્રના જાણકાર જણાવે છે કે કોઈ વ્યક્તિના નામનો પ્રથમ અક્ષર તેના સ્વભાવની જાણકારી આપે છે. જો તમારા પાર્ટનરનું નામ પણ આ અક્ષરોથી શરૂ થાય છે. તો જાણી લો તેનો સ્વભાવ કેવો હશે?

Name Numerology: આ યુવકોથી જલદી ઇમ્પ્રેસ થઈ જાય છે યુવતીઓ, નામથી ખબર પડી જાય છે પર્સનાલિટી

Lucky Name Numerology Alphabets: અંક જ્યોતિષ શાસ્ત્રના જાણકાર માને છે કે કોઈ વ્યક્તિનું નામ તેના સ્વભાવને નક્કી કરે છે. તેથી કહેવામાં આવે છે કે કોઈ બાળકનું નામ રાખતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ. દરેક ઈચ્છે છે કે તેના થનારા પાર્ટનર તેને ખુબ પ્રેમ કરે અને તેનું ધ્યાન રાખે. તેથી જરૂરી છે કે તમે જે વ્યક્તિને પસંદ કરો તેનો સ્વભાવ સારો અને કોમળ હોય. શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિના નામનો પ્રથમ અક્ષર તેના સ્વભાવની જાણકારી આપી દે છે. અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના નામનો તેની પર્સનાલિટી સાથે ઉંડો સંબંધ હોય છે. આવો જાણીએ જો તમારા સાથીના નામનો પ્રથમ અક્ષર આ છે તો તેનો સ્વભાવ કેવો હશે?  

fallbacks

A અક્ષરવાળો વ્યક્તિ
અંક જ્યોતિષ શાસ્ત્રના જાણકાર જણાવે છે કે જે વ્યક્તિનું નામ અંગ્રેજીના એ અક્ષરથી શરૂ થાય છે. આવા લોકો ખુબ રોમેન્ટિક હોય છે અને પોતાના પાર્ટનરનું ખુબ ધ્યાન રાખે છે. A અક્ષરવાળા વ્યક્તિ પોતાની પત્નીને ખુબ પ્રેમ કરે છે. માતા લક્ષ્મીની કૃપા તેના પર બની રહે છે. જેના કારણે તેના જીવનમાં ધનની કોઈ કમી રહેતી નથી. 

D અક્ષરવાળા વ્યક્તિ
અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ડી અક્ષરવાળા વ્યક્તિનું મન ખુબ સાફ હોય છે. કોમલ સ્વભાવવાળા આ લોકો પોતાના સાથીને માન સન્માન આપે છે. તે પત્નીને ખુશ કરવા માટે તેની દરેક વાત માને છે. 

આ પણ વાંચોઃ Curd At Home: ઘરમાં આ રીતે જમાવો માર્કેટ જેવુ દહીં, આ ટ્રિક આવશે કામ

V  અક્ષરવાળા વ્યક્તિ
અંક જ્યોતિષ શાસ્ત્રના જાણકાર અક્ષર V વાળા વિશે કહે છે કે તે લોકો ગંભીર સ્વભાવના હોય છે અને તે સંબંધોને લઈને ખુબ ગંભીર રહે છે. તે પોતાની પત્નીને ખુશ કરવા માટે તેની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરે છે. 

P અક્ષરવાળા વ્યક્તિ
P અક્ષરવાળા માટે કહેવામાં આવે છે કે તે પોતાના જીવનમાં ખુબ પૈસાની કમાણી કરે છે. સમાજમાં આ વ્યક્તિઓનું માન-સન્માન ખુબ હોય છે. મહેનતી સ્વભાવના આ લોકો જીવનમાં ખુબ પ્રગતિ કરે છે. પોતાની પત્નીને ખુશ રાખવા તે ભરપૂર પ્રયાસ કરે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતા આધારિત છે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More