Home> LifeStyle
Advertisement
Prev
Next

Mehndi Side Effects: સફેદ વાળ છુપાવવા વારંવાર મહેંદીનો ઉપયોગ નુકસાનકારક, વાળ થઈ જશે રુક્ષ અને પાતળા

Mehndi Side Effects: ઘણા લોકો સફેદ વાળને કલર કરવા માટે મહેંદીનો ઉપયોગ કરે છે. પરંતુ લાંબા સમય સુધી વાળમાં મહેંદી લગાડવી હાનિકારક છે. વાળમાં મહેંદી લગાડવાથી કેવા નુકસાન થાય છે ચાલો આજે તમને જણાવીએ.
 

Mehndi Side Effects: સફેદ વાળ છુપાવવા વારંવાર મહેંદીનો ઉપયોગ નુકસાનકારક, વાળ થઈ જશે રુક્ષ અને પાતળા

Mehndi Side Effects: સફેદ થતાં વાળને કલર કરવા માટે વર્ષોથી મહેંદીનો ઉપયોગ કરવામાં આવે છે. મહેંદીનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓ બંને કરે છે. સફેદ થતાં વાળને કલર કરવા માટે મહેંદીને સુરક્ષિત અને કેમિકલ ફ્રી ઓપ્શન માનવામાં આવે છે. પરંતુ વાળને કલર કરવામાં મહેંદીનો ઉપયોગ કરતા લોકો એ વાત નથી જાણતા કે મહેંદી વાળને નુકસાન પણ કરી શકે છે. મહેંદી નેચરલ વસ્તુ છે પરંતુ જો તેનો ઉપયોગ વધારે માત્રામાં કરવામાં આવે તો તે વાળ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી વાળને કલર કરવાની  ચિંતામાં મહેંદીથી થતી આડ અસરોને અવગણવી નહીં. મહેંદી તમારા વાળને કઈ રીતે નુકસાન કરે છે આજે તમને જણાવીએ. 

fallbacks

આ પણ વાંચો: Skin Tanning: તડકાના કારણે ડાર્ક થયેલી સ્કિનને નોર્મલ કરવા માટેના 5 ફેસ પૈક

ડ્રાયનેસ 

મહેંદીનો ઉપયોગ વારંવાર કરવાથી વાળ વધારેને વધારે ડ્રાય થવા લાગશે. મહેંદીમાં રહેલું ટેનીન વાળના પ્રાકૃતિક તેલને શોષી લે છે. વાળની અંદર કુદરતી મોઈશ્ચર હોય છે. પરંતુ જો તમે વારંવાર મહેંદી લગાડો છો તો વાળનું કુદરતી મોઈશ્ચર છીનવાઈ જાય છે અને વાળ વધારે તૂટવા લાગે છે. 

આ પણ વાંચો: ઉપરથી આવું દેખાતું પપૈયું હોય સાકર જેવું મીઠું, ફળ મીઠું છે કે નહીં ચેક કરવાની ટ્રિક

વાળની બનાવટ બદલી જશે 

મહેંદી જે લોકો નિયમિત રીતે વાળમાં નાખતા હોય તેમના વાળની પ્રાકૃતિક બનાવટ બદલી શકે છે. જેમકે જો કોઈના વાળ મુલાયમ અને રેશમી હોય તો મહેંદીનો ઉપયોગ કરવાથી તેના વાળ ડ્રાય થઈ જાય છે અને ગૂંચવાયેલા રહેવા લાગે છે. 

આ પણ વાંચો: સવારની ચામાં આ મસાલો ઉમેરી દો, ઝડપથી ઘટશે પેટની ચરબી, સાથે થશે આ 4 ફાયદા

વાળ પાતળા થઈ જશે 

મહેંદી વાળને મજબૂત બનાવે છે તે એક માન્યતા છે. જો તમે મહેંદી નો ઉપયોગ લાંબા સમય સુધી રેગ્યુલર કરો છો તો વાળના મૂળ નબળા પડવા લાગે છે અને વાળ પાતળા પણ થઈ જાય છે જેના કારણે વાળ વધારે પ્રમાણમાં ખરે છે. 

આ પણ વાંચો: Papaya Facial Benefits: પાકા પપૈયાનો આ રીતે ઉપયોગ કરો, ફેશિયલ હેર વેક્સ વિના થશે દુર

સ્કેલ્પ સેન્સિટીવ થઈ જશે 

મહેંદી એક પ્રાકૃતિક વસ્તુ છે પરંતુ કેટલાક લોકોને મહેંદીથી એલર્જી પણ થતી હોય છે. જો કોઈને મહેંદી સૂટ થતી ન હોય તો તેને વાળમાં લગાડવાથી વધારે નુકસાન થાય છે. જે લોકોના સ્કેલ્પની સ્કીન સેન્સિટીવ હોય તેમણે મહેંદી નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે મહેંદી સ્કેલ્પને વધારે સંવેદનશીલ બનાવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More