Home> LifeStyle
Advertisement
Prev
Next

Hair Care: વિટામિનની ખામીથી પાતળા થયેલા વાળનો ગ્રોથ વધારવા અપનાવો આ 4 ઘરેલુ ઉપાય, 4 સપ્તાહમાં દેખાવા લાગશે હેર ગ્રોથ

Hair Care: વાળના ગ્રોથ માટે વિટામીન એ ખૂબ જ જરૂરી છે જો તેની શરીરમાં ઊણપ હોય તો વાળ ખરવા લાગે છે અને પાતળા થઈ જાય છે. વિટામિન બીની ખામી હોય તો વાળ ખરવા લાગે છે અને સફેદ ઝડપથી થાય છે. વિટામીન સીની ઉણપના કારણે વાળનો ગ્રોથ અટકી જાય છે 

Hair Care: વિટામિનની ખામીથી પાતળા થયેલા વાળનો ગ્રોથ વધારવા અપનાવો આ 4 ઘરેલુ ઉપાય, 4 સપ્તાહમાં દેખાવા લાગશે હેર ગ્રોથ

Hair Care: વાળની સુંદરતા જળવાઈ રહે તે માટે જરૂરી છે કે વાળ મજબૂત રહે અને તેને જરૂરી પોષક તત્વો મળતા રહે.. શરીરમાં જ્યારે કોઈપણ પોષક તત્વોની ખામી સર્જાય છે તો તેની અસર વાળ પર પણ પડે છે. જ્યારે વાળ વધારે પ્રમાણમાં પાતળા થઈ ગયા હોય તો તેનું કારણ પણ કેટલાક વિટામિનની ઉણપ હોઈ શકે છે. વિટામીન એ, વિટામીન બી, વિટામીન સી, વિટામીન ઈ અને આયરનની ખામીના કારણે વાળ પાતળા થઈ જાય છે.

fallbacks

આ પણ વાંચો: Weight Loss: ઘી વાળી કોફી પીને અભિનેત્રી ભૂમિ પેડનેકરે ઘટાડ્યું 35 કિલો વજન

વાળના ગ્રોથ માટે વિટામીન એ ખૂબ જ જરૂરી છે જો તેની શરીરમાં ઊણપ હોય તો વાળ ખરવા લાગે છે અને પાતળા થઈ જાય છે. વિટામિન બીની ખામી હોય તો વાળ ખરવા લાગે છે અને સફેદ ઝડપથી થાય છે. વિટામીન સીની ઉણપના કારણે વાળનો ગ્રોથ અટકી જાય છે અને કોલેજન ઉત્પાદન પણ ઘટી જાય છે. વિટામિન ઈ વાળ માટે ખૂબ જ જરૂરી છે પરંતુ જો તેની ઉણપ હોય તો સૂર્યના પ્રકાશથી વાળને થતું નુકસાન વધી જાય છે જેના કારણે વાળ પાતળા પણ થઈ જાય છે અને ખરવા પણ લાગે છે. 

વાળનો ગ્રોથ વધારવાના ઘરેલુ ઉપાય

આ પણ વાંચો: શરીરમાં ઘોડા જેવી તાકાત અને યુવાની જાળવી રાખવામાં મદદ કરે છે 5 એન્ટી એજિંગ જડીબુટ્ટી

નાળિયેર તેલ

નાળિયેર તેલ વાળ વાળને જરૂરી પોષણ આપે છે. નાળિયેર તેલમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન ઈ હોય છે જે વાળના ગ્રોથને વધારે છે અને વાળને મજબૂત બનાવે છે. નાળિયેર તેલને ગરમ કરીને વાળમાં લગાડી એક કલાક પછી વાળને ધોઈ લેવા. 

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ પણ વાળનો ગ્રોથ વધારવા માટે એક અસરકારક ઉપાય છે. ડુંગળીના રસમાં સલ્ફર હોય છે જે વાળના ગ્રોથ ને વધારે છે. ડુંગળીનો રસ માથામાં લગાવી અને 30 મિનિટ પછી વાળ ધોઈ લેવા જોઈએ.

આ પણ વાંચો: Lizards: અજમાવો આ દેશી નુસખા, ગણતરીની મિનિટોમાં જ ગરોળી ભાગી જશે ઘરમાંથી

ઈંડા

ઈંડા પણ વાળ માટે ખૂબ જરૂરી પોષક તત્વોની ખામી પૂરી કરે છે. ઈંડામાં પ્રોટીન વિટામીન એ અને વિટામીન બી2 હોય છે. જે વાળના ગ્રોથ ને વધારે છે. ઈંડાને માથામાં લગાડી 30 મિનિટ સુધી રાખવું અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લેવા.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More