Hair Care Tips: લાંબા અને હેલ્ધી વાળની ઈચ્છા દરેક મહિલાની હોય છે. પરંતુ યોગ્ય માવજતનો અભાવ, પોષણની ખામી તેમજ પ્રદૂષણના કારણે વાળ લાંબા અને સુંદર રહે તે શક્ય બનતું નથી. જો તમે પણ વાળની લંબાઈ વધારવા માંગો છો તો તેના માટેની સૌથી સરળ 5 ટીપ્સ આજે તમને જણાવીએ. આ 5 કામ દૈનિક જીવનમાં અપનાવવા એકદમ ઈઝી છે. આ 5 ઉપાય કરવામાં એકદમ સરળ અને નેચરલ છે પરંતુ વાળની લંબાઈ વધારવા માટે અસરદાર સાબિત થાય છે.
આ પણ વાંચો: આ સફેદ પાવડરમાં બીટનો રસ મિક્સ કરી લગાડો ચહેરા પર, કાળી પડેલી ત્વચા દેખાશે ગોરી
વાળ હેલ્ધી રહે અને લાંબા થાય તે માટે વાળમાં તેલ લગાડવું, લીલા શાકભાજી ખાવા અને સમયે સમયે વાળને ટ્રીમ કરાવવા જેવી ટીપ્સ વિશે તો તમે પણ જાણતા હશો. આ બધું કર્યા છતાં ઘણી મહિલાઓના વાળનો ગ્રોથ અટકી જાય છે. આવું તમારી સાથે પણ થયું હોય એટલે કે અનેક પ્રયત્નો કર્યા છતાં પણ વાળનો ગ્રોથ દેખાતો ન હોય તો આ પાંચ ટીપ્સ ટ્રાય કરી જુઓ.
આ પણ વાંચો: ચોમાસામાં જૂનાગઢની આ જગ્યા બની જાય છે સ્વર્ગ જેવી, જોઈને પ્રકૃૃતિના પ્રેમમાં પડી જશો
ટુથબ્રશથી સ્કેલ્પ પર મસાજ
એકદમ મુલાયમ હોય એવા ટૂંક બ્રશથી સ્કેલ્પ ઉપર માલિશ કરવાથી બેસ્ટ રીઝલ્ટ મળી શકે છે. રોજ 5 મિનિટ માટે માથામાં સર્ક્યુલર મોશનમાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને વાળના મૂળ મજબૂત થાય છે તેમજ હેર ગ્રોથ ઝડપથી દેખાય છે.
આ પણ વાંચો: થોડા દિવસ નાભિમાં આ તેલના 2-2 ટીપાં નાખો, સ્કિન પર થયેલી ફોડલીઓ અને ખીલ મટવા લાગશે
5 મિનિટ માથું નીચું કરી સુવું
રોજ પાંચ મિનિટ માથું નીચેની તરફ લટકાવીને સૂવું જોઈએ. આ મેથડ ને ઇનવર્શન મેથડ કહેવાય છે. રોજ પાંચ મિનિટ બેડમાં એવી રીતે સુવું કે માથું નીચેની તરફ લટકેલું હોય, આ રીતે સુવાથી રક્તનો પ્રવાહ સ્કેલ્પ તરફ વધે અને વાળને જરૂરી પોષણ મળે.
આ પણ વાંચો: ચા નો સ્વાદ વધારવાની 5 ટ્રિક્સ, જે એકવાર આવી ચા પીશે તે વારંવાર ચા પીવા આવશે
તકિયાનું કવર સિલ્કનું રાખો
તકિયા ઉપર કોટનનું કપડું હશે તો વાળમાં ઘર્ષણ થશે અને વાળ તૂટશે. કોટનને બદલે તકિયાનું કવર સિલ્ક અથવા શાટીનનું રાખવાથી વાળમાં ઘર્ષણ નહીં થાય. સાથે જ વાળમાં ગુંચ પણ નહીં ચઢે.
આ પણ વાંચો: આ 3 મુદ્રા રોજ કરવાથી સુંદર દેખાવા લાગશે ચહેરો, મેકઅપ કરવાની પણ જરૂર નહીં પડે
ચોખાના પાણીનો ઉપયોગ કરો
ચોખાનું પાણી વાળ માટે અસરકારક ઉપાય છે. ચોખાને 24 થી 48 કલાક માટે ફર્મેન્ટ કરવાથી તેમાં એનોસિટોલ નામનું તત્વ બને છે જે વાળને રીપેર કરે છે અને ઝડપથી વધારવામાં મદદ કરે છે. ચોખાનું આ પાણી શેમ્પુ કર્યા પછી 20 મિનિટ માટે વાળમાં માસ્ક ની જેમ લગાડવું અને પછી પાણીથી વાળ સાફ કરી લેવા.
આ પણ વાંચો: મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો સ્કિન પર, ઓપન પોર્સ નેચરલી ઓછા થવા લાગશે
સ્કેલ્પની સફાઈ
જે રીતે ચહેરો સાફ કરવો જરૂરી છે તેવી રીતે સ્કેલ્પને પણ એક્સફોલિએટ કરી સાફ કરવાની જરૂર હોય છે. સપ્તાહમાં એક વખત કોઈપણ લાઈટ સ્ક્રબથી આ કામ કરી શકાય છે. સ્કેલ્પની સફાઈ કરવા માટે બ્રાઉન સુગર અને એલોવેરા જેલને મિક્સ કરીને પણ યુઝ કરી શકાય છે. તેનાથી ડેડ સ્કીન નીકળી જાય છે અને વાળના મૂળને પોષણ મળવાનો રસ્તો ખુલી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે