Home> LifeStyle
Advertisement
Prev
Next

Baldness Treatment: ટાલ પડવી પરમેનેન્ટ નથી, વૈજ્ઞાનિકનો દાવો- હવે સર્જરી અને દવા વગર પોસિબલ છે હેર રિગ્રોથ

How To Naturally Regrow Hair: ટાલ પડવાથી છુટકારો મેળવવા માટે સર્જરી અને દવા જ એકમાત્ર રસ્તો નથી. નેચરલ રીતે પણ વાળને ફરીથી ઉગાડી શકાય છે. તેનો દાવો તાજેતરની એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે.

Baldness Treatment: ટાલ પડવી પરમેનેન્ટ નથી, વૈજ્ઞાનિકનો દાવો- હવે સર્જરી અને દવા વગર પોસિબલ છે હેર રિગ્રોથ

How To Naturally Regrow Hair: કોઈપણ સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ કે ભારે દવાઓ વિના કુદરતી રીતે વાળ ઉગાડી શકાય છે. આ દાવો અમારા દ્વારા નહીં, પરંતુ હાલમાં કરવામાં આવેલ એક મેડિકલ સ્ટડીમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટેમ સેલ રિસર્ચ એન્ડ થેરાપી જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ટાલ પડવાનો સૌથી સામાન્ય પ્રકાર એન્ડ્રોજેનિક એલોપેસીયા કાયમી નથી. આમાં વાળનો ગ્રોથ કંટ્રોલ કરે છે જે ડિસફન્ક્શન થઈ જાય છે.

fallbacks

સારા સમાચાર એ છે કે તેને રિવર્સ કરી શકાય છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, વાળના ફોલિકલ્સ ખરેખર મૃત્યુ પામતા નથી. તેઓ ફક્ત ડિએક્ટિવ થઈ જાય છે. તેથી જો વૈજ્ઞાનિકો આ સંકેતોને ઠીક કરી શકે, તો કોઈપણ ખર્ચાળ સારવાર વિના વાળનો ગોથ ફરી શરૂ થઈ શકે છે. ધ એસ્થેટિક ક્લિનિક્સના ફેશિયલ પ્લાસ્ટિક સર્જન અને સ્ટડીના મુખ્ય લેખકોમાંથી એક ડો. દેબરાજ શોમનું કહેવું છે કે, વાળના ફોલિકલ્સ મૃત્યુ પામતા નથી, તેઓ ફક્ત નિષ્ક્રિય થઈ જાય છે. અને હવે આપણે જાણીએ છીએ કે તેને ફરીથી સક્રિય કેવી રીતે કરવા.

30 વર્ષ પછી શનિ અને મંગળનો બનશે ખતરનાક સમસપ્તક યોગ, આ રાશિઓની વધશે મુશ્કેલી!

નેચરલ હેર ગ્રોથ શક્ય છે
હેર ગ્રોથ યોગ્ય સિગ્નલને વધારીને, અવરોધ કરતા સિગ્નલોને અવરોધિત કરીને અથવા ખામીયુક્ત જીનને સુધારીને, વૈજ્ઞાનિકો માને છે કે નિષ્ક્રિય વાળના ફોલિકલ્સને પુનર્જીવિત કરવું અને નેચરલ ગ્રોથને પ્રોત્સાહન આપવું શક્ય છે. અન્ય એક મુખ્ય સંશોધક ડો. ડેપ્તી બેલાનીએ જણાવ્યું કે, આપણે હવે ફક્ત વાળ ખરતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા નથી, પરંતુ વિકાસને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ નવો અભિગમ ખરેખર લોકોને તેમના વાળ પાછા ઉગાડવામાં મદદ કરી શકે છે.

માનવ પરીક્ષણ ટૂંક સમયમાં થશે શરૂ
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં વાળ ખરવાની સારવાર વધુ વ્યક્તિગત બની શકે છે. ડોકટરો વ્યક્તિના ડીએનએ અને શારીરિક સંકેતોનો ઉપયોગ કરીને તેમના વાળ ખરવાનું ચોક્કસ કારણ શોધી શકે છે અને સૌથી યોગ્ય સારવારની ભલામણ કરી શકે છે. વધુ ગંભીર કિસ્સાઓમાં સ્ટેમ સેલ થેરાપી અને ટીશ્યુ એન્જિનિયરિંગનો ઉપયોગ વાળના ફોલિકલ્સને પુનર્જીવિત કરવા અથવા ફરીથી ઉગાડવા માટે કરી શકાય છે. પ્રાણીઓના પરીક્ષણો સફળ રહ્યા બાદ આગામી બે વર્ષમાં માનવ પરીક્ષણ શરૂ થવાની અપેક્ષા છે.

આખરે કેમ લંડન અને પેરિસ છોડીને અઝરબૈજાન ફરવા જાય છે ભારતીય, જાણો તેના પાછળનું કારણ!

ટાલ કેમ પડે છે?
ટાલ પડવી જેનેટિવ હોવાની સાથે જ લાઈફસ્ટાઈની આદતોથી પણ ટ્રિગર થાય છે. આ ઉપરાંત જન્મજાત પુરુષ હોવું પણ ટાલ પડવાનું જોખમ વધારે છે.

ટાલ પડવાની સારવાર?
ટાલ પડવાની સારવાર તેના કારણો પર આધાર રાખે છે. જો વાળ ખરવાનું કારણ પોષક તત્વોનો અભાવ અથવા તબીબી સ્થિતિ હોય તો તેના માટે ઉપાયો કરી શકાય છે.

વાળ ખરતા કેવી રીતે રોકવા?
વાળ ખરતા અટકાવવા માટે શેમ્પૂ કરતા પહેલા તેલ લગાવવું, હેલ્ધી ખોરાક લેવો, સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂરી છે. આ સાથે જ ટાઇટ હેર સ્ટાઇલ, કેમિકલવાળા પ્રોડક્ટ્સ અને પ્રદૂષણથી બચો.

ટેસ્ટ મેચમાં સફેજ કપડાં જ કેમ પહેરે છે ખેલાડીઓ, લાલ બોલનું શું છે રહસ્ય; કારણ જાણીને થઈ જશો હેરાન!

Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, તબીબી સલાહ લો. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More