Bottle Gourd To Get Rid Of White Hair: કેટલાક દશક પહેલા વાળ સફેદ થાય તો વધતી ઉંમરની નિશાની માનવામાં આવતું હતું, પરંતુ આજકાલ લોકોના વાળ 20 થી 25 વર્ષની નાની ઉંમરે પણ સફેદ થવા લાગ્યા છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે. યુવા જૂથના લોકો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ તેઓ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી. આખરે આવી સ્થિતિમાં શું કરી શકાય?
વાળને કાળા કરવા માટે દૂધીને આવી રીતે કરો ઉપયોગ
વાળને કાળા કરવા માટે બજારમાં મળતા કેમિકલ હેયરડાઈનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આમ કરવાથી વાળ રફ થઈ શકે છે, એટલે કે ફાયદા કરતાં નુકસાનની શક્યતા વધુ છે. આવી સ્થિતિમાં તમે પ્રાકૃતિક અને આયુર્વેદિક પદ્ધતિઓ અપનાવો તે વધુ સારું છે. તેના માટે દૂધીનો ઉપયોગ કારગર માનવામાં આવે છે, ચાલો જાણીએ કે કાળા વાળ મેળવવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
1. દૂધીનું તેલ લગાવો
2. દૂધીનો જ્યૂસ પીઓ
દૂધીમાં વોટર કન્ટેન્ટ ઘણું વધારે હોય છે અને તેમાં કેલ્સિયમ અને વિટામીન ઘણા હોય છે. તે આપણા શરીરને ડિટોક્સિફાઈ કરે છે જેનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો મળે છે. જો તમે દૂધીનું જ્યૂસ તૈયાર કરી લેશો તો તે માત્ર શરીરને જ ઠંડું નહીં રાખે પરંતુ તેનાથી સફેદ વાળ ફરીથી કાળા થવા લાગશે. તેના માટે દૂધીના જ્યૂસનું સેવન રોજ કરો.
3. દૂધીની છાલનો કરો આ રીતે ઉપયોગ
દૂધીની માત્ર છાલનો ઉપયોગ કરવામાં આવે તો તમારા વાળને ઘણો ફાયદો થશે. તેના માટે સૌથી પહેલા દૂધીની છાલને અલગ કરી લો અને પછી નીચોવીને તેનો રસ કાઢી લો. હવે તેને માથામાં લગાવો અને થોડાક સમય માટે સૂકાવવા છોડી દો અને પછી પાણીથી ધોઈ લો. તેનાથી તમારા વાળ કાળા જ નહીં થાય પરંતુ વાળ તૂટવાની સમસ્યામાંથી પણ ફાયદો થશે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે