Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: આ દેશી વસ્તુઓ છે શ્વેતા તિવારીની યુવાન સ્કિનનું સીક્રેટ, તેને લગાડીને 44 વર્ષે પણ દેખાય છે સુંદર


Skin Care: ટીવી એક્ટ્રેસ 44 વર્ષે પણ યુવાન દેખાય છે. તેની સ્કિનની સુંદરતાનું રહસ્ય એક સરળ દેશી નુસખો છો. શ્વેતા તિવારી દાદી-નાનીના સમયથી અપનાવવામાં આવતા સ્કિન કેર નુસખાને ફોલો કરે છે. 

Skin Care: આ દેશી વસ્તુઓ છે શ્વેતા તિવારીની યુવાન સ્કિનનું સીક્રેટ, તેને લગાડીને 44 વર્ષે પણ દેખાય છે સુંદર

Skin Care: શ્વેતા તિવારી જાણીતી ટીવી એક્ટ્રેસ છે. છેલ્લા 25 વર્ષથી તે ટીવીની દુનિયામાં છવાયેલી છે. શ્વેતા તિવારી બે બાળકોની માતા છે અને 44 વર્ષની છે તેમ છતાં 25 વર્ષની હોય તેવી દેખાય છે. શ્વેતા તિવારીની ફિટનેસ અને યંગ સ્કીનનું સિક્રેટ દાદી નાનીના સમયથી અપનાવવામાં આવતો એક દેશી નુસખો છે. આજે પણ અભિનેત્રી પોતાની સ્કીન કેર માટે આ સીક્રેટને ફોલો કરે છે.  શ્વેતા તિવારી પોતાની સ્કીન પર મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ કરતા ઘરેલુ વસ્તુઓને લગાડવાનું પસંદ કરે છે. 

fallbacks

આ પણ વાંચો: Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો

જાણીને નવાઈ લાગશે પરંતુ શ્વેતા તિવારી પોતાની સ્કીનની સુંદરતા વધારવા માટે ચણાનો લોટ અને હળદર વાપરે છે. ચણાનો લોટ અને હળદર દાદી નાનીના સમયથી સ્કીન કેરમાં યુઝ કરવામાં આવે છે. આ બંને વસ્તુ નેચરલ સ્ક્રબ તરીકે કામ કરે છે અને ડેડ સ્કીન સેલ્સને સાફ કરે છે. 

આ પણ વાંચો: Anti Ageing tips: 40 વર્ષે પણ 25 જેવા દેખાશો, અપનાવો રુટીન, એજીંગ ઈફેક્ટ થઈ જશે સ્લો

હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આ બધા જ તત્વો સ્કિનમાંથી બેક્ટેરિયાને સાફ કરે છે. હળદર એકને અને પીમ્પલથી રાહત આપે છે અને સ્કીનને સ્વસ્થ રાખે છે.  ચણાનો લોટ ત્વચાને ડીપ ક્લીન કરે છે. તેનાથી સ્કિન સાફ થાય છે. ચણાનો લોટ લગાડવાથી ત્વચા પર ગ્લો દેખાય છે. તેનાથી ત્વચા પર ચમક આવે છે. 

આ પણ વાંચો: સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત

હળદર અને ચણાના લોટના બનેલા ફેસ માસ્ક સિવાય શ્વેતા તિવારી સ્કીન કેર માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. સૂર્યનો તડકો સ્કિનને ડેમેજ કરે છે અને સ્કીનને ડાર્ક તેમજ રફ બનાવે છે. તડકાના કારણે ત્વચાને સૌથી વધારે નુકસાન થાય છે. તેનાથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. 

આ સાથે જ શ્વેતા તિવારી દિવસ દરમિયાન 8 થી 10 ક્લાસ પાણી પીવે છે તેનાથી બોડી ડિટોક્ષ થાય છે અને સ્કીન પણ ક્લિયર રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More