Home> LifeStyle
Advertisement
Prev
Next

Haldi: બેસ્ટ એન્ટી એજીંગ ઉપાય, હળદરમાં આ વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર, 40 વર્ષે પણ સ્કિન 20 જેવી દેખાશે


Turmeric and coconut oil benefits for face: જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સ્કિન પ્રોબ્લેમ પણ વધે છે. ચહેરા પર ખીલ, કરચલીઓ અને ટૈનિંગ દેખાવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો હળદરમાં આ વસ્તુ ઉમેરી લગાડો. તેનાથી ત્વચા કસાયેલી અને યુવાન દેખાવા લાગશે. 

Haldi: બેસ્ટ એન્ટી એજીંગ ઉપાય, હળદરમાં આ વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર, 40 વર્ષે પણ સ્કિન 20 જેવી દેખાશે

Benefits Of Turmeric and Coconut Oil: વધતી ઉંમરે ત્વચાની સંભાળ કરવી જરૂરી છે. જો ત્વચાને કાળજી રાખવામાં આવે તો સ્કિન પર એજિંગના લક્ષણ દેખાવા લાગે છે. તેનાથી બચવું હોય તો યોગ્ય સમયે જ ત્વચાની સંભાળ અને નેચરલ ઉપાય કરવા જોઈએ. આજે તમને બેસ્ટ એન્ટી એજિંગ ફેસપેક વિશે જણાવીએ. ઘરના રસોડામાં રહેલી બે વસ્તુની મદદથી તમે સ્કીન કેર સારી રીતે કરી શકો છો. 

fallbacks

આ પણ વાંચો: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે

ત્વચાને કસાયેલી અને સુંદર બનાવવી હોય તો હળદર અને નાળિયેર તેલ બેસ્ટ વિકલ્પ સાબિત થાય છે. હળદર અને નાળિયેર તેલના એન્ટી એજિંગ ગુણ ચહેરાને ગ્લોઇંગ અને સ્કીનને ટાઈટ બનાવવામાં મદદ કરે છે. નાળિયેર તેલમાં એન્ટિ ઓક્સિડન્ટ ગુણ હોય છે જે સ્કીનની ઉંમર વધવાની પ્રક્રિયાને સ્લો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં નેચરલ ફેટ હોય છે જે સ્કીનમાં અંદર જઈને પોષણ આપે છે જેના કારણે કરચલીઓ ઓછી પડે છે. 

આ પણ વાંચો: Amla-Shikakai: વાળમાં આમળા અને શિકાકાઈનો પાવડર લગાડવાથી દુર થશે આ 5 સમસ્યા

હળદરનો ઉપયોગ વર્ષોથી ત્વચાના ઉપચારમાં કરવામાં આવે છે. હળદરમાં એન્ટી બેકટેરિયલ પ્રોપર્ટી હોય છે. ચપટી હળદરમાં નાળિયેરનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાડવામાં આવે તો સ્કીન ટૈનિંગ ઓછું થાય છે અને ત્વચા પર નેચરલ નિખાર આવે છે. 

આ રીતે લગાડો હળદર અને નાળિયેર તેલ 

આ પણ વાંચો: Red Chutney: દાઢે વળગી જાશે તલની લાલ ચટણીનો ચટાકેદાર સ્વાદ, ટ્રેન્ડિંગ છે આ રેસિપી

ચહેરા પર હળદર અને નાળિયેર તેલ લગાડવું હોય તો એક બાઉલમાં એક ચમચી શુદ્ધ નાળિયેર તેલ લેવું અને એક ચપટી હળદર પાવડર મિક્સ કરવો. આ મિશ્રણને સારી રીતે હલાવો અને પેસ્ટ બનાવો. તૈયાર કરેલા મિશ્રણને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરીને હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો. 

હળદર અને નાળિયેર તેલના ફાયદા 

આ પણ વાંચો: ચોખાનું પાણી ઝડપથી ઘટાડશે વજન, જાણો કેવી રીતે બનાવવું ચોખાનું પાણી અને ક્યારે પીવું?

- નાળિયેર તેલ અને હળદરનું મિશ્રણ સ્કિનમાંથી ગંદકી અને બેક્ટેરિયા સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી સ્કીન સાફ અને મુલાયન દેખાય છે. 

- આ મિશ્રણ સ્કિન પરથી એકને અને પીમ્પલને દૂર કરવામાં મદદ કરે છે અને સ્કીન ઇન્ફેક્શન પણ દૂર થાય છે. 

- હળદર અને નાળિયેરનું મિશ્રણ ટૈનિંગ સાફ કરવામાં મદદ કરે છે અને ત્વચા પર નિખાર લાવે છે. 

- આ મિશ્રણ સ્કીનને અંદરથી પોષણ આપે છે અને સ્કિન ગ્લોઈંગ બને છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More