Home> LifeStyle
Advertisement
Prev
Next

શરીરના આ ભાગમાં થાય છે વારંવાર દુ:ખાવો? સમજી જજો કે બ્લડ શુગર વધી ગઈ છે

ડાયાબિટીસ વધી જાય તો શરીરના કેટલાક ભાગોમાં દુખાવો થવા લાગતો હોય છે. જેના પર તમારે તરત ધ્યાન આપવાની જરૂર છે. જાણો વધુ માહિતી...

શરીરના આ ભાગમાં થાય છે વારંવાર દુ:ખાવો? સમજી જજો કે બ્લડ શુગર વધી ગઈ છે

High Blood Sugar ની સમસ્યા અનેક બીમારીઓ નોતરી શકે છે. આવામાં તેને કાબૂમં રાખવું ખુબ જરૂરી છે. શરીરમાં લાંબા સમય સુધી હાઈ બ્લડ પ્રેશર હોવાના કારણે શરીરના કેટલાક ભાગોમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. 

fallbacks

ડાયાબિટીક ન્યૂરોપેથી
ડાયાબિટીસના કારણે પગોમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી ડાયાબિટીસની સ્થિતિમાં રહેવાથી માંસપેશીઓની આસપાસની નસોને નુકસાન પહોંચી શકે છે. આ સ્થિતિને ડાયાબિટીક ન્યૂરોપેથી કહેવામાં આવે છે. ડાયાબિટીક ન્યૂરોપેથીના કારણે પેગમાં દુખાવાની સમસ્યા રહી શકે છે જેના કારણે ચાલવામાં અને એક્ટિવ રહેવામાં પરેશાની થઈ શકે છે. 

ગંભીર હોઈ શકે છે સમસ્યા
ડાયાબિટીક ન્યૂરોથેરેપી ઘા અને સંક્રમણ જેવી વધુ ગંભીર સમસ્યાઓને પણ જન્મ આપી શકે છે. જ્યારે સંક્રમણ વધુ ગંભીર થઈ જાય તો પગના ટિશ્યૂ મરવા લાગે છે. આવામાં આ સ્થિતિમાં દર્દીનો પગ કે નીચલા પગને કાપવાની જરૂર પડી શકે છે. 

જોવા મળે આવા લક્ષણ
ડાયાબિટીક ન્યૂરોથેરેપીના શરૂઆતી લક્ષણોમાં પગમાં બળતરા, દુખાવો, કળતર, ગોળી વાગવી કે વીજળીના ઝટકા જેવું લાગવું, પગમાં દુખાવો, ઝણઝણાહટ અને પગમાં ખૂંચવું જેવી સંવેદનાઓ, હળવા સ્પર્શ જેમ કે મોજા કે જૂતા પહેરવાથી પણ દુખાવો થયો હોય તેવું થઈ શકે છે. ડાયાબિટીસના કારણે પગમાં દુખાવો થવો એ ખુબ સામાન્ય છે. પરંતુ જો આ દુખાવો વધી જાય તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. આવામાં તરત ડોક્ટરને દેખાડો. 

 Disclaimer: પ્રિય વાંચકો આ લેખ ફક્ત સામાન્ય જાણકારી અને સલાહ આપે છે. કોઈ પણ પ્રકારે તે તબીબી મત કે વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.  ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More