White Hair: શું તમારા વાળ પણ ઝડપથી સફેદ થઈ રહ્યા છે ? આખા માથામાં સફેદ વાળ નથી પરંતુ આગળના ભાગે જ સફેદ વાળ વધારે દેખાય છે ? આવી કોઈપણ સમસ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા હોય તો તેને કાળા કરવા માટે કલર કરવાની પણ જરૂર નથી. તમે ઘરે એક હર્બલ હેર ઓઇલ બનાવી શકો છો. આ હર્બલ હેર ઓઇલનો ઉપયોગ કરવાથી માથાના વાળ કાળા થઈ શકે છે. આ તેલનો ઉપયોગ કરશો તો માથામાં એક પણ સફેદ વાળ નહીં રહે.
આ પણ વાંચો: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે
આ હર્બલ હેર ઓઇલની ખાસ વાત એ છે કે તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય. આ તેલથી સપ્તાહમાં બે થી ત્રણ વખત માથામાં માલિશ કરી લેવી. આ તેલ લગાડવાથી સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે અને સાથે જ વાળને પોષણ પણ મળશે. સફેદ વાળને કાળા કરવા હોય તો તલનું તેલ અથવા તો સરસવનું તેલ તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. જે તેલ તમને માફક આવે તેમાં બે વસ્તુઓ ઉમેરીને તમે હર્બલ તેલ તૈયાર કરી શકો છો. આ તેલ તમારા વાળને નવું જીવન અને નવો લુક આપશે.
આ પણ વાંચો: નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો, કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ
તલનું તેલ અને સરસવનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. આ તેલ વાળને પોષણ આપે છે અને વાળનું સ્વાસ્થ્ય પણ સુધારે છે. આ તેલની સાથે તમને ભૃંગરાજ અને આમળા પાવડરની જરૂર પડશે. આ આયુર્વેદિક તેલ બનાવવા માટે એક વાસણમાં સરસવનું અથવા તો તલનું તેલ લેવું. હવે આ તેલના પ્રમાણ અનુસાર ભૃંગરાજનો પાઉડર અને આમળા પાવડર લેવો. આ બંને પાવડરને તેલમાં ઉમેરીને બરાબર મિક્સ કરો. તૈયાર કરેલા મિશ્રણને બે થી ત્રણ દિવસ માટે તડકામાં રાખો. તમે તેલમાં આ વસ્તુઓને ઉકાળી પણ શકો છો. તેલને ઉકાળી લીધા પછી ઠંડુ કરીને ગાળી લો.
આ પણ વાંચો: Red Chutney: દાઢે વળગી જાશે તલની લાલ ચટણીનો ચટાકેદાર સ્વાદ, ટ્રેન્ડિંગ છે આ રેસિપી
તૈયાર કરેલા તેલને કાચની બોટલમાં ભરેલો. તડકામાં રાખવાથી આમળા અને ભૃંગરાજના ઔષધીય ગુણ તેલમાં ભળી જશે. ત્યાર પછી અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ તેલથી માથામાં માલિશ કરો. નિયમિત રીતે આ તેલ વાપરવાથી સફેદ વાળ કાળા થઈ શકે છે. આ તેલ લગાડવાથી વાળની અન્ય સમસ્યા પણ દૂર થશે. આ તેલ વાળનો ગ્રોથ પણ વધારશે તમે જોશો કે સફેદ વાળ ધીરે ધીરે કાળા થવા લાગ્યા છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે