Home> LifeStyle
Advertisement
Prev
Next

ગુજરાતીઓ...આ હિલ સ્ટેશન આવ્યું છે ખરા તમારા ધ્યાનમાં? અદભૂત, રમણીય અને એકદમ મસ્ત

ગુજરાતીઓ આમ પણ ફરવાના ખુબ શોખીન હોય છે. કુદરતી સૌંદર્ય, એડવેન્ચરથી ભરપૂર જગ્યાઓ એક્સપ્લોર કરવી તેમને ગમતી હોય છે. એક હિલ સ્ટેશન એવું છે જે ગુજરાતીઓની નજરે કદાચ બહુ નહીં ચડ્યું હોય પણ તે છે ગુજરાતની નજીક. ચાલો ત્યારે આ હિલ સ્ટેશન વિશે જાણીએ. 

ગુજરાતીઓ...આ હિલ સ્ટેશન આવ્યું છે ખરા તમારા ધ્યાનમાં? અદભૂત, રમણીય અને એકદમ મસ્ત

ગુજરાતીઓ આમ પણ ફરવાના ખુબ શોખીન હોય છે. કુદરતી સૌંદર્ય, એડવેન્ચરથી ભરપૂર જગ્યાઓ એક્સપ્લોર કરવી તેમને ગમતી હોય છે. ગુજરાતમાં કેટલાક હિલ સ્ટેશન છે અને તેની આજુબાજુના હિલ સ્ટેશનો પણ ગુજરાતીઓ એક્સપ્લોર કરતા હોય છે. જેમ કે મહારાષ્ટ્રના માથેરાન, મહાબળેશ્વર, રાજસ્થાનમાં આબુ, ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના પણ અનેક હિલ સ્ટેશનો તેમાં સામેલ છે. પણ એક હિલ સ્ટેશન એવું છે જે ગુજરાતીઓની નજરે કદાચ બહુ નહીં ચડ્યું હોય પણ તે છે ગુજરાતની નજીક. ચાલો ત્યારે આ હિલ સ્ટેશન વિશે જાણીએ. 

fallbacks

ગુજરાતની નજીક આવેલું હિલ સ્ટેશન
ગુજરાતની પાડોશમાં આવેલું એક રાજ્ય છે મહારાષ્ટ્ર. જ્યાં અદભૂત હિલ સ્ટેશનોની હારમાળા છે. મોટાભાગના લોકોને માથેરાન, લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર, પંચગીની વિશે તો ખબર હોય છે. પરંતુ અમે તમને આજે એક એવા હિલ સ્ટેશન વિશે જણાવીશું જે મહારાષ્ટ્રમાં જ છે પરંતુ બહુ છૂપું રૂસ્તમ હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશનનું નામ છે સૂર્યમલ.

fallbacks

સૌથી ઊંચુ હિલ સ્ટેશન
આ હિલ સ્ટેશન એ મહારાષ્ટ્રનું સૌથી ઊંચુ હિલ સ્ટેશન હોવાનું કહેવાય છે. અહીં એવી અનેક જગ્યાઓ છે જે જોઈને પર્યટકો મંત્રમુગ્ધ થઈ જાય. 1800 ફૂટની ઊંચાઈથી, પહાડની ટોચથી કુદરતનો ખુબ જ અદભૂત નજારો જોવા મળે છે. અહીં તમને આદિવાસી જીવનને એકદમ નજીકથી જોવા મળશે. હિલ સ્ટેશન નાસિકથી ફક્ત 86 કિમી અને મુંબઈથી 143 કિમીના અંતરે છે. સૂર્યમલ ટોચ, અમલા વન્યજીવ અભ્યારણ્ય, દેવબંધ મંદિર વગેરે અહીંના પ્રમુખ આકર્ષણો છે. અહીં ગાઢ જંગલો છે, શાંત રમ્ય સ્થળો છે જ્યાં તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી સમય માણી શકશો. 

fallbacks

કેવી રીતે જવાય
સૂર્યમલથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઈગતપુરી છે જે 50 કિમી દૂર છે. અહીં બસો પણ ઉપલબ્ધ છે. સૂર્યમલ જવા માટે સૌથી સારો સમય આમ તો નવેમ્બરથી ફેબ્રુઆરી ગણાય છે પરંતુ ચોમાસામાં અહીં ફરવાની એક અલગ મજા છે. ટોચ પરથી કુદરતી દ્રશ્યો એકદમ અદભૂત જોવા મળે છે. 

fallbacks

જે લોકોને કુદરતને ખોળે રમવું ગમતું હોય, કુદરતી સૌંદર્ય માણવું ગમતું હોય તેના માટે આ જગ્યા સ્વર્ગથી કમ નથી. આ જગ્યા બહુ ઓછી લોકોના જાણમાં આવે છે. પણ ફરવા માટે અને ક્વોલિટી ટાઈમ પાસ કરવા તથા કુદરતને ખોળે ખેલવા માટે જબરદસ્ત જગ્યા છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More