White Hair: વધતી ઉંમરે વાળ સફેદ થવાની શરૂઆત થાય તે સામાન્ય પ્રક્રિયા છે. વાળ સફેદ થવાની શરૂઆત થઈ હોય ત્યારે જ જો તમે કેટલાક ઘરેલુ ઉપાય શરૂ કરી દો તો પછી વાળ કાળા કરવા માટે કલર કે ડાઈનો ખર્ચો કરવો પડતો નથી. સફેદ વાળને કાળા કરવા માટે તમે ઘરે જ ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓથી તેલ બનાવીને રાખી શકો છો. આ તેલનો ઉપયોગ શરૂઆતથી જ કરશો તો સફેદ વાળ મૂળમાંથી જ કાળા થવા લાગશે.. આ તેલ બનાવવું પણ એકદમ સરળ છે જેમાં કોઈ જ પ્રકારની ઝંઝટ નથી.
આ પણ વાંચો: રોજ આ રોટલી ખાશો તો પેટ વધશે નહીં, આ સફેદ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ, ઘટશે વજન
સફેદ વાળ માટે તેલ
સફેદ વાળને કાળા કરવા માટેનું તેલ બનાવવા માટે ચારથી પાંચ આમળા અને મીઠા લીમડાના પાન લેવા. સાથે જ એક વાટકી સરસવનું તેલ અને પાંચ ચમચી એરંડિયાનું તેલ લેવું. તમે વધારે તેલ બનાવીને રાખવા માંગતા હોય તો સામગ્રીનું પ્રમાણ વધારી દેવું.
આ પણ વાંચો: Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય
આમળા અને લીમડાના પાનને તડકે સૂકવીને તેનો પાવડર કરી લેવો. તમે તૈયાર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સરસવના તેલને એક વાસણમાં લઈને આમળાનો પાવડર, લીમડાનો પાવડર અને એરંડિયાનું તેલ મિક્સ કરો. હવે આ વાસણને ડબલ બોઇલરની મદદથી ગરમ કરો. ધ્યાન રાખવું કે તેલને ડાયરેક્ટ આંચ પર ગરમ કરવાનું નથી. એક મોટા વાસણમાં પાણી ભરી તેને ઉકળવા દો. હવે આ વાસણ ઉપર તેલ ભરેલું વાસણ રાખીને તેલને વરાળના તાપે ગરમ થવા દો. 10 થી 15 મિનિટ સુધી તેલને ગરમ કરો ત્યાર પછી ગેસ બંધ કરી તેલને ઠંડું કરી લો.
આ પણ વાંચો: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે
તેલ ઠંડુ થઈ જાય પછી કપડાની મદદથી તેને ગાળી લો અને કાચની બોટલમાં ભરી લો. ગાળેલા તેલને વાળના મૂળમાં સારી રીતે લગાવો. અઠવાડિયામાં ત્રણ વખત આ તેલ ભુલ્યા વિના લગાડી લેવું. તેલ લગાડ્યાના બીજા દિવસે વાળને શેમ્પુ કરવા. નિયમિત ઉપયોગ કરવાથી સફેદ વાળ કાળા થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે