Home> LifeStyle
Advertisement
Prev
Next

સાવ સસ્તામાં પેરિસનો પ્રવાસ કરવો છે? તો એજન્ટોનો ચક્કર છોડો અને આ રીતે કરો Paris Trip નો પ્લાન

જો તમે વિદેશ પ્રવાસની ઈચ્છા ધરાવો છો તો તમારી પાસે ઘણા વિકલ્પો છે જ્યાં તમે જઈ શકો છો. ઘણા દેશો ભારતીયોને વિઝા વગર પણ પોતાના દેશમાં આવવાની પરવાનગી આપે છે. બીજીબાજુ કેટલાક દેશો એવા છે, જે પોતાના દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઓછા બજેટમાં મુસાફરી કરવાની ઓફર આપે છે.

સાવ સસ્તામાં પેરિસનો પ્રવાસ કરવો છે? તો એજન્ટોનો ચક્કર છોડો અને આ રીતે કરો Paris Trip નો પ્લાન

નવી દિલ્લીઃ જો તમે વિદેશ પ્રવાસની ઈચ્છા ધરાવો છો તો તમારી પાસે ઘણા વિકલ્પો છે જ્યાં તમે જઈ શકો છો. ઘણા દેશો ભારતીયોને વિઝા વગર પણ પોતાના દેશમાં આવવાની પરવાનગી આપે છે. બીજીબાજુ કેટલાક દેશો એવા છે, જે પોતાના દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઓછા બજેટમાં મુસાફરી કરવાની ઓફર આપે છે. જેથી તમે ઓછા ખર્ચે પણ મિત્રો, પરિવાર અથવા પાટનર સાથે વિદેશ પ્રવાસ કરી શકો છો. ઘણા ભારતીય પ્રવાસીઓ કેટલાક દેશના ફેન હોય છે. મનગમતી ફિલ્મમાં દર્શાવાયેલા દેશની કોઈ ખાસ જગ્યા જોવાની પણ ઈચ્છા હોય છે. આવા દેશોમાં ફ્રાંસના સુંદર શહેર પેરિસનો પણ સમાવેશ થાય છે. ઘણીવાર કપલ લગ્ન પછી હનીમૂન માટે પણ ફોરેન ટ્રીપ માટે પેરિસ જવા ઈચ્છે છે. જો તમે પણ પેરિસની મુલાકાત લેવા ઈચ્છો છો પરંતુ તમને ખબર નથી કે રોશનીથી ભરેલા આ સુંદર શહેરની મુલાકાત લેવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે, પેરિસમાં કઈ કઈ જગ્યાએ મુલાકાત લઈ શકો છો?ભારતથી પેરિસની પ્લેનની ટિકિટનો ખર્ચો-
પેરિસ ફ્રાન્સનું એક સુંદર શહેર છે, અહીં તમે ફ્લાઈટથી પહોંચી શકો છો. તમે દિલ્લી એરપોર્ટથી પેરિસની ફ્લાઈટ સરળતાથી લઈ શકો છો. દિલ્લીથી પેરિસનું ઓછામાં ઓછું ભાડું 24-25 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. તમે પેરિસમાં સ્થાનિક સ્થળોની મુલાકાત લેવા માટે એરપોર્ટ અથવા હોટેલ પરથી કાર બુક કરાવી શકો છો. શહેરમાં જાહેર કે ખાનગી કન્વેન્સ માટે 5થી 8 હજારનું બજેટ બનાવો. અહીં તમે €1,06/km (રૂ. 70) થી €1,58/km (રૂ. 100) સુધી લોકલ ટેક્સી ભાડે રાખી શકો છો.ફ્રાંસના વિઝા-
ભારતીય પાસપોર્ટધારકોમે ફ્રાંસ જવા માટે શેંગેન વિઝા મળે છે. તમે શેંગેન વિઝાથી ફ્રાંસના 26 રાજ્યોની મુસાફરી કરી શકો છો. જો તમને ઓછા ટાઈમ પિરિયડ માટે વિઝા જોઈએ છે તો, 60 યૂરો એટલે કે 5,095 રૂપિયા ખર્ચ કરવા પડશે.પેરિસમાં રહેવા-ખાવાનો ખર્ચો-
તમે મુસાફરી કરતા પહેલા ડિસ્કાઉન્ટ મેળવવા માટે હોટલનો સીધો સંપર્ક કરી શકો છો. જો શક્ય હોય તો, અગાઉથી બુક કરી લો. આ સિવાય તમે કોઈપણ ટ્રાવેલ એજન્સી અથવા મેક માય ટ્રૃીપ, યાત્રા વગેરે જેવી એગ્રીગેટર સાઈટ દ્વારા પણ હોટલમાં રૂમ બુક કરાવી શકો છો. ભારતની સરખામણીમાં પેરિસમાં રહેવા અને ખાવાની સરેરાશ કિંમત વધારે છે. અહીંની લક્ઝરી હોટલમાં રૂમની કિંમત 20 હજારથી વધુ હોઈ શકે છે. પરંતુ તમે સસ્તી અને સારી હોટેલનું એડવાન્સ બુકિંગ કરીને પૈસા બચાવી શકો છો. પેરિસમાં ત્રણથી પાંચ દિવસ રહેવા અને ખાવાનો ખર્ચ 20થી 30 હજાર જેટલો થઈ શકે છે.પેરિસમાં જોવાલાયક સ્થળો-
આમ તો, પેરિસમાં ફરવા માટેનાં ઘણા આકર્ષક સ્થળો છે. પરંતુ એવું કહેવાય છે કે પેરિસમાં ક્યારેય રાત નથી થતી. અહીં તમે એફિલ ટાવર, ધ આર્ક ડી ટ્રાયમ્ફ, રિવર ક્રૂઝ, ધ પ્લેસ ઓફ વર્સેલ્સ વગેરે જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. પેરિસમાં ચાર-પાંચ દિવસ રહેવાનો ખર્ચ એક લાખ રૂપિયા થઈ શકે છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More