How To Identify Sweet Papaya: પપૈયું શરીર માટે ફાયદાકારક હોય છે. પપૈયામાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. રોજ પપૈયું ખાવાથી વાળ, સ્કિન અને હેલ્થને લાભ થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો પપૈયું ઉત્તમ ફળ છે. પપૈયું ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. સવારના સમયે પપૈયું ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ પપૈયું એવું ફળ છે જે મીઠું હોય તો જ ભાવે.
આ પણ વાંચો: સવારની ચામાં આ મસાલો ઉમેરી દો, ઝડપથી ઘટશે પેટની ચરબી, સાથે થશે આ 4 ફાયદા
બજારમાંથી જ્યારે પપૈયું ખરીદવાનું હોય ત્યારે મનમાં હંમેશા શંકા હોય કે પપૈયુ મીઠું નીકળશે કે નહીં. જો પપૈયું મીઠું ન હોય તો તેનો સ્વાદ મોં બગાડી નાખે છે. જો તમે પણ દર વખતે મીઠું પપૈયું ખરીદવા માંગો છો તો આજે આ લેખના માધ્યમથી તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેની મદદથી તમે દર વખતે મીઠું પપૈયું ખરીદી શકશો.
આ પણ વાંચો: Papaya Facial Benefits: પાકા પપૈયાનો આ રીતે ઉપયોગ કરો, ફેશિયલ હેર વેક્સ વિના થશે દુર
કેવું પપૈયું મીઠું નીકળે ?
1. પપૈયું ખરીદી તે વખતે હંમેશા તેના રંગ પર ધ્યાન આપો. જે પપૈયું સારી રીતે પાકેલું હોય અને મીઠું હોય તેનો રંગ ડાર્ક પીળો કે નારંગી હોય છે. જે પપૈયું લીલું દેખાતું હોય તે કાચું અને ફિક્કું હોય તેવું બને.
આ પણ વાંચો: 15 થી 20 મિનિટમાં જામી જાશે દહીં, ઈમરજન્સી હોય ત્યારે આ સ્ટેપ ફોલો કરી દહીં જમાવજો
2. પપૈયું ખરીદીથી વખતે તેને બરાબર ચેક કરો. પાકેલું મીઠું પપૈયું થોડું સોફ્ટ હોય છે. પપૈયાને થોડું દબાવો અને તે નરમ લાગે તો તે મીઠું હોય છે. જો પપૈયું એકદમ ગળેલું હોય તો પણ લેવું નહીં. એકદમ ઓછું પપૈયું ખરાબ નીકળે છે. કાચું હોય તેવું પપૈયું કડક હોય છે.
આ પણ વાંચો: આ રાયતું બનાવશો તો થેપલા-પરોઠા સાથે શાક નહીં બનાવવું પડે, સ્વાદ પણ દાઢે વળગી જાય એવો
3. પપૈયુ ખરીદતા પહેલા તેની સ્મેલ ચેક કરવી. પપૈયું પાકેલું હશે તો તેમાંથી મીઠી સુગંધ આવતી હશે.. પપૈયું કાચું હશે તો તેમાંથી સ્મેલ નહીં આવે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે