Home> LifeStyle
Advertisement
Prev
Next

Hair Care Tips: વાળ ઝડપથી કમર સુધી લાંબા થઈ જશે, વાળમાં આ 5 માંથી કોઈ 1 તેલથી રોજ કરો માલિશ

Hair Care Tips: વાળની લંબાઈ ઝડપથી વધારવી હોય તો તેના માટે સૌથી સારો અને સરળ રસ્તો છે તેલ માલિશ. જો તમે યોગ્ય તેલ પસંદ કરી નિયમિત વાળમાં મસાજ કરશો તો થોડા જ દિવસોમાં જોશો કે વાળની લંબાઈ વધવા લાગી છે.
 

Hair Care Tips: વાળ ઝડપથી કમર સુધી લાંબા થઈ જશે, વાળમાં આ 5 માંથી કોઈ 1 તેલથી રોજ કરો માલિશ

Hair Care Tips:  લાંબા અને કાળા વાળ માટે યુવતીઓ મોંઘી ટ્રીટમેન્ટ કરવાથી લઈને મોંઘા હેર પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. લાંબા અને કાળા વાળ પર્સનાલિટીમાં અલગ જ નિખાર લાવે છે. પરંતુ દોડધામ ભરેલી જીવનશૈલી અને પોષણના અભાવના કારણે વાળનો ગ્રોથ અટકી જાય છે. અનેક પ્રકારના પ્રોડક્ટ વાપર્યા પછી પણ વાળનો ગ્રોથ જોઈએ એવો થતો નથી. તેનું મુખ્ય કારણ વાળને પૂરતું પોષણ ન મળતું હોય તે હોઈ શકે છે. આ સિવાય પ્રદૂષણ, સ્ટ્રેસ અને દવાઓની આડઅસરના કારણે પણ વાળ સંબંધિત સમસ્યા વધી જાય છે. 

fallbacks

આ પણ વાંચો: ચેર પર બેઠા બેઠા પણ ઘટશે બેલી ફેટ, અભિનેત્રી ભાગ્યશ્રીએ શેર કરી 3 સિંપલ એક્સરસાઈઝ

મોંઘા હેર કેડ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી પણ લોકોના વાળનો ગ્રોથ વધતો નથી. જો તમે પણ અલગ અલગ પ્રોડક્ટ ટ્રાય કરીને થાકી ગયા છો અને ઝડપથી વાળને લાંબા કરવા માંગો છો તો તમે આ 5 હેર ઓઇલ ટ્રાય કરી શકો છો. વાળની લંબાઈ વધારવા માટે આ તેલ સૌથી બેસ્ટ ગણાય છે. જે તેલ તમને અનુકૂળ લાગે તેનો ઉપયોગ કરીને રોજ વાળમાં માલિશ કરવાનું શરૂ કરો. નિયમિત તેલ માલિશથી હેર ગ્રોથ દેખાશે. 

આ પણ વાંચો: Alum Benefits: ચહેરા પરના ડાઘ-ધબ્બા અને કરચલીઓ દુર કરવા આ રીતે કરો ફટકડીનો ઉપયોગ

કેસ્ટર ઓઇલ 

વિટામીન ઈ થી ભરપુર કેસ્ટર ઓઇલ વાળ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેસ્ટર ઓઇલમાં વાળ માટે જરૂરી પ્રોટીન અને મિનરલ્સ હોય છે. કેસ્ટર ઓઇલથી માથામાં માલીશ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે અને હેરફોલની સમસ્યા પણ ઘટી જાય છે. 

આ પણ વાંચો: Jeans Side Effects: ગરમીમાં ટાઈટ જીન્સ પહેરવાથી થઈ શકે છે આવી ગંભીર સમસ્યાઓ

નાળિયેરનું તેલ 

નાળિયેરનું તેલ પણ વાળ માટે બેસ્ટ ગણાય છે. નાળિયેર તેલનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે.નાળિયેર તેલ એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ તત્વોથી ભરપૂર હોય છે જે સ્કેલ્પને હેલ્ધી બનાવે છે. તેનાથી ત્વચામાં માલિશ કરવાથી ફંગલ ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે. નિયમિત નાળિયેર તેલથી માલિશ કરશો તો પણ વાળનો ગ્રોથ વધશે. 

આ પણ વાંચો: ઘરે આ વસ્તુની મદદથી બનાવો નેચરલ હેર કલર, 30 મિનિટમાં સફેદ વાળ થઈ જશે ડાર્ક બ્રાઉન

ભૃંગરાજ ઓઇલ 

કાળા અને લાંબા વાળ માટે ભૃંગરાજ ઓઇલ પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ તેલનો ઉપયોગ કરવાથી નબળા પડેલા વાળ મજબૂત થાય છે અને હેર ફોલની સમસ્યા ઓછી થાય છે. સાથે જ વાળીની લંબાઈ વધારવામાં પણ આ તેલ મદદ કરે છે. 

આ પણ વાંચો: રાત્રે ચહેરા પર લગાડો આ પાનની પેસ્ટ, 7 દિવસમાં ચહેરા પર દેખાવા લાગશે ગ્લો

જોજોબા ઓઇલ 

વાળનો ગ્રોથ વધારવા માટે જોજોબા ઓઇલ પણ બેસ્ટ છે. જોજોબા ઓઇલને નાળિયેર તેલમાં મિક્સ કરીને વાળમાં લગાડી શકાય છે. જોજોબા ઓઇલમાં એવા તત્વ હોય છે જે વાળની સ્ટ્રેંથ વધારે છે અને વાળને પોષણ આપીને તેને ડેમજ થતા અટકાવે છે. પરંતુ આ તેલનો ઉપયોગ હંમેશા નાળિયેર તેલ સાથે કરવો. 

આ પણ વાંચો: સવારની ચામાં આ મસાલો ઉમેરી દો, ઝડપથી ઘટશે પેટની ચરબી, સાથે થશે આ 4 ફાયદા

ઓલિવ ઓઈલ

ઓલિવ ઓઇલ સ્કેલ્પને હેલ્ધી બનાવે છે અને વાળને લાંબા કરવામાં મદદ કરે છે. ઓલિવ ઓઈલથી વાળના મૂળ મજબૂત થાય છે અને હેર ગ્રોથ બુસ્ટ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More