Home> LifeStyle
Advertisement
Prev
Next

બટાટા છોડો, આ રીતે બનાવો રીંગણની ચિપ્સ, એકવાર ખાશો તો દીવાના થઈ જશો, જાણો રેસિપી

Baingan Chips Recipe: ચિપ્સ ખાવી બધાને પસંદ હોય છે. તમે બટાટા ચિપ્સ તો બહુ ખાધી હશે, પરંતુ એકવાર રીંગણની ચિપ્સ જરૂર ટ્રાય કરો. રીંગણની ચિપ્સ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. જાણો તેની રેસિપી...
 

બટાટા છોડો, આ રીતે બનાવો રીંગણની ચિપ્સ, એકવાર ખાશો તો દીવાના થઈ જશો, જાણો રેસિપી

આજકાલ ઘણા બાળકો શાક ખાતા નથી. શાકભાજી શરીર માટે ખૂબ જરૂરી હોય છે. શાકભાજીમાં ભરપૂર વિટામિન, મિનરલ અને બીજા પોષક તત્વો હોય છે. પરંતુ સ્વાસ્થ્ય ખરાબ કરનાર જંક ફૂડ શરીરને ઘણી બીમારી તરફ ધકેલે છે. પરંતુ સવાલ તે છે કે શાકભાજી બાળકોને કઈ રીતે ખવડાવશો. તેનો હલ આજે અમે તમને જણાવીશું. ચિપ્સ બાળકોને પસંદ હોય છે. બાળકો કેળા અને બટાટાની ચિપ્સ ખાતા હોય છે. તમે ઈચ્છો તો બીજા શાકભાજીની ચિપ્સ બનાવી શક છો. જો તમે ક્યારેય રીંગણની ચિપ્સ બનાવી નથી તો અમે તમને જણાવીશું. રિંગણની ચિપ્સ ખાવામાં ટેસ્ટી લાગે છે અને તેને ફટાફટ બનાવી શકાય છે. જાણો રીંગણ ચિપ્સ બનાવવાની સરળ રેસિપી.

fallbacks

રીંગણના ફાયદા
રીંગણમાં પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ હોય છે. રીંગણ તમને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બાળકો હોય કે મોટા, રીંગણ બધા માટે ફાયદાકારક છે. પણ લોકોને તે ખાવાનું પસંદ નથી. રીંગણની ચિપ્સ બનાવવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમે ઘરે ઇન્સ્ટન્ટ રીંગણ ચિપ્સ બનાવી શકો છો.

રીંગણની ચિપ્સ માટે સામગ્રી
અડધો કિલો રીંગણ
ઓલિવ તેલ
નમક
કાળા મરી
લાલ મરચું

આ પણ વાંચોઃ સવારની આ 5 આદતો અને પોઝિટિવ વિચારથી કરો દિવસની શરુઆત, શરીર રહેશે નિરોગી

રીંગણ ચિપ્સની રેસિપી
પ્રથમ સ્ટેપ- રીંગણને સારી રીતે સાફ કરી લો. હવે રીંગણને ગોળ આકારમાં પાતળા કાપો. હવે કાપેલા રીંગણને થાળીમાં રાખો અને તેના પર તેલ લગાવો.

બીજુ સ્ટેપ- તેલ બાદ રીંગણના ટુકડા પર નમક અને મરચું લગાવો. તેને મિક્સ કરી લો અને પાંચ મિનિટ માટે છોડી દો.

ત્રીજુ સ્ટેપ- હવે એક કઢાઈમાં તેલ નાખી ગરમ કરો. હવે આ રીંગણને તેલમાં નાખી દો. ચિપ્સને કડક કરવા માટે તમે તેને 5 મિનિટ સુધી તળો અને હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહો.

ચોથું સ્ટેપ- આ રીતે તમારી ગરમા-ગરમ ક્રિસ્પી રીંગણની ચિપ્સ તૈયાર થઈ જશે. આ ચિપ્સને એક પ્લેટમાં નાખી બાળકોને સર્વ કરો.

પાંચમું સ્ટેપ- જો તમે હેલ્થ કોન્શિયસ છો તો તળવાની જગ્યાએ એર ફ્રાઇ કરી શકો છો. એર ફ્રાઇડ ચિપ્સ પણ ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More