Home> LifeStyle
Advertisement
Prev
Next

Dant Manjan: પેઢામાં સડો નહીં થાય અને દાંત પણ મોતી જેવા સફેદ રહેશે, ઘરે બનાવેલા દંતમંજનથી દાંત કરો સાફ


How to Make Dant Manjan at Home: આજે તમને દાંત માટેના નેચરલ નુસખા વિશે જણાવીએ. આ નુસખો પીળા દાંતને સફેદ કરવામાં, દાંત અને પેઢાનો સડો અટકાવવામાં અને મોં માંથી આવતી બદબૂ ઓછી કરવામાં મદદ કરશે. 
 

Dant Manjan: પેઢામાં સડો નહીં થાય અને દાંત પણ મોતી જેવા સફેદ રહેશે, ઘરે બનાવેલા દંતમંજનથી દાંત કરો સાફ

How to Make Dant Manjan at Home: સવારે જાગીને તમે કઈ વસ્તુથી દાંત સાફ કરો તે મહત્વનું છે. જો દાંતની સફાઈ સારી રીતે ન થતી હોય તો ધીરે-ધીરે દાંત સડવા લાગે છે અને પેઢામાં પણ સમસ્યા થવા લાગે છે. મોટાભાગના લોકો દાંત સાફ કરવા માટે ટુથપેસ્ટ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે ટૂથપેસ્ટ ને બદલે કેટલીક નેચરલ વસ્તુઓથી બનેલું દંતમંજન યુઝ કરશો તો દાંતની એક નહીં અનેક સમસ્યાઓ દૂર થઈ જશે. 

fallbacks

આ પણ વાંચો: સ્માર્ટ મહિલાને ખબર હોવી જોઈએ આ 4 કુકીંગ ટીપ્સ, રસોડાની નાની-મોટી ઝંઝટ ખતમ થઈ જશે

આજે તમને ઘરે દંતમંજન કેવી રીતે બનાવવું તે જણાવીએ. દાંતમાં સડો થઈ જવો, પેઢામાંથી લોહી નીકળવું, દાંત પીળા પડી જવા આવી સમસ્યાઓ અનેક લોકોને સતાવતી હશે. આવી સમસ્યાઓ દૂર કરવા માટે મોંઘા ઉપચાર અને મોંઘી પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ આ સમસ્યાઓને ઘરેલુ ઉપાયની મદદથી પણ મટાડી શકાય છે. 

આ પણ વાંચો: ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ

આજે તમને આવો જ ઘરેલુ નુસખો જણાવીએ જેની મદદથી દાંત મોતીની જેમ સફેદ થઈ જશે અને પેઢા પણ મજબૂત થશે. દાંત સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ ઓછું થઈ જશે. તેના માટે ઘરે કેટલીક વસ્તુઓમાંથી દંતમંજન બનાવવાનું છે. આ દંતમંજન એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણથી ભરપૂર છે જે ડેન્ટલ હેલ્થ સુધારવાનું કામ કરે છે. 

દંતમંજન બનાવવા માટેની વસ્તુઓ 

આ પણ વાંચો: Hair Care: કોઈ કહેશે નહીં પણ આ 5 સરળ કામ કરવાથી વાળ ઝડપથી લાંબા થઈ શકે છે, કરો ટ્રાય

10 ગ્રામ લવિંગ 
20 ગ્રામ ફટકડી 
30 ગ્રામ સિંધવ મીઠું 
40 ગ્રામ હળદર 
50 ગ્રામ લીમડાનો પાવડર
સરસવનું તેલ ત્રણથી ચાર ટીપા 

આ પણ વાંચો: ચોમાસામાં જૂનાગઢની આ જગ્યા બની જાય છે સ્વર્ગ જેવી, જોઈને પ્રકૃૃતિના પ્રેમમાં પડી જશો

નેચરલ દંતમંજન બનાવવાની રીત 

નેચરલ દંતમંજન ઘરે બનાવવું હોય તો તેલ સિવાયની ઉપર જણાવેલી વસ્તુઓને તેના માપ અનુસાર લઈને મિક્સરજારમાં સારી રીતે પીસી લો. જે પાવડર તૈયાર થાય તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. તૈયાર કરેલા મંજનને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે. રોજ સવારે અને રાત્રે તૈયાર કરેલો પાવડર લઈ તેમાં થોડું સરસવનું તેલ મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે ટુથપેસ્ટને બદલે આ પેસ્ટથી દાંત બ્રશની મદદથી સાફ કરો અને ત્યાર પછી કોગળા કરી લો. આ નુસખો અપનાવવાથી દાંત સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More