Home> LifeStyle
Advertisement
Prev
Next

Cooking Tips: લોટ બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખશો તો રુ જેવી પોંચી પુરી બનશે અને વધારે તેલ પણ નહીં પીવે

How To Make Puri Soft And Fluffy: પુરી ફુલશે કે નહીં તેનો આધાર લોટ કેવો છે તેના પર હોય છે. પુરી ફુલે પછી સોફ્ટ રહે અને વધારે તેલ પણ ન પીવે તે જરૂરી છે. સોફ્ટ અને ફુલેલી પુરી બનાવવા માટે લોટ કેવી રીતે બાંધવો આજે તમને જણાવીએ સૌથી મોટી સીક્રેટ.
 

Cooking Tips: લોટ બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખશો તો રુ જેવી પોંચી પુરી બનશે અને વધારે તેલ પણ નહીં પીવે

How To Make Puri Soft And Fluffy: કોઈ ખાસ તહેવાર હોય કે ઘરે મહેમાન આવે તો ઘરમાં રોટલીના બદલે ભોજનમાં પુરી બને છે. ઉનાળાની સિઝનમાં તો કેરીના રસ સાથે પુરી ખાવાની મજા જ પડી જાય છે. ઘણા લોકો પુરી ખાવાનું ટાળે છે. કારણ કે પુરીમાં વધારે તેલ રહી જતું હોય છે. પૂરીને તળો ત્યારે તે વધારે તેલ પીવે કે તેમાં તેલ જતું રહે તેનું કારણ લોટ બાંધવામાં થયેલી ભૂલ હોય છે. તેલવાળી પુરી ખાવાની મજા પણ આવતી નથી. આજે તમને એવી ટીપ્સ વિશે જણાવીએ જેની મદદથી તમે સોફ્ટ પુરી બનાવી શકશો અને તેમાં તેલ પણ નહીં જાય. 

fallbacks

આ પણ વાંચો: Kitchen Tips: વધેલા ભાત, શાક, દાળ ફરીથી ગરમ કરો ત્યારે તમે તો નથી કરતાં ને આ ભુલ ?

સોફ્ટ અને ફુલેલી પુરી બનાવવા માટે આ વાતો ધ્યાનમાં રાખો 

1. તળતી વખતે પૂરી ફૂટી જાય અને તેની અંદર તેલ જતું રહે તો આવી પૂરી ખાવા લાયક રહેતી નથી. ઘણી વખત પુરી ફૂલે તો છે પરંતુ કડક થઈ જાય છે તે સોફ્ટ રહેતી નથી. આવું ન થાય તે માટે પૂરીનો લોટ બાંધો ત્યારે તેમાં ઘી અથવા તેલ વધારે માત્રામાં ન ઉમેરવું. જ્યારે તમે લોટમાં ઘી અથવા તેલ વધારે ઉમેરી દો છો તો પૂરી તળતી વખતે કડક થઈ જાય છે અથવા તો ફાટી જાય છે. 

આ પણ વાંચો: Ghee: ઘરે શુદ્ધ ઘી બનાવવાની આ છે રીત, માખણ અને ઘી બજારમાંથી ખરીદવું નહીં પડે

2. જો તમારે સોફ્ટ અને ફુલેલી પુરીઓ બનાવવી હોય તો પુરીનો લોટ ટાઈટ બાંધવો જોઈએ. જો પૂરીનો લોટ વધારે પાણી ઉમેરીને ઢીલો બાંધી દેશો તો પણ તળતી વખતે પૂરી તેલ વધારે પીશે. 

આ પણ વાંચો:

3. પૂરી વણતી વખતે તેમાં કોરા લોટનો ઉપયોગ કરવો નહીં. કોરા લોટના કારણે પુરી સરળતાથી વણી શકાય છે પરંતુ જ્યારે તેને તળશો તો તે તેલ વધારે પીશે અને તેલ પણ ખરાબ થશે.

4. જો તમારે સોફ્ટ પૂરી બનાવી છે તો પુરીનો લોટ બાંધીને તેને સારી રીતે રેસ્ટ આપો. પુરીનો લોટ બાંધો પછી ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ માટે લોટને સેટ થવા રાખવો જોઈએ. 

આ પણ વાંચો: થોડા રવામાંથી બનશે ઢગલો પુરી, આ સ્ટેપ ફોલો કરી લોટ બાંધી પુરી તળશો તો પુરી કડક થશે

5. પૂરીને વળીને તુરંત જ તેલમાં તળવા માટે ન રાખો. બધી જ પુરીને વણી અને કોઈ પ્લેટમાં સારી રીતે ફેલાવીને રાખો અને પછી તેના પર કપડું ઢાંકી દો. પૂરી વણાઈ ગયા પછી 5 મિનિટ તેને રાખો અને પછી એક એક કરીને પૂરી તળો. 

6. પૂરી ફૂલે અને સોફ્ટ થાય તેના માટે તેલ પણ બરાબર ગરમ હોય તે જરૂરી છે. જો તમે કાચા તેલમાં પુરી તળશો તો તે કડક થઈ જશે અથવા તો કાચી રહેશે. પૂરી કરતાં પહેલા તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે ચકાસી લેવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More