Rice Face Pack: ચહેરાની ઘણી સમસ્યાઓને દુર કરવા માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ કામ તમને નેચરલ વસ્તુઓની મદદથી પણ કરી શકો છો. બદલતા વાતાવરણમાં જો તમારી સ્કિન ઓઈલી, ડલ અને બેજાન થઈ ગઈ છે તો ચોખાના લોટનો ઉપયોગ શરુ કરો. ચોખાના લોટથી સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે તેથી કોરિયન સ્કિન કેરમાં પણ ચોખાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આજે જે ફેસપેક વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે 2 જ વસ્તુઓથી બને છે.
આ પણ વાંચો: Kankhajura: કાનમાં ઘુસેલા કાનખજૂરાને બહાર કાઢવાના 5 દેશી જુગાડ
આ ફેસ પેક બનાવવા માટે ચોખાનો લોટ અને ફ્રેશ એલોવેરા જેલની જરૂર પડશે. ફ્રેશ એલોવેરા જેલમાં ચોખાનો લોટ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો. પેસ્ટને 15 મિનિટ માટે સ્કિન પર લગાડો. ત્યારબાદ સ્કિન પર હળવા હાથે મસાજ કરી સ્કિન સાફ કરો.
આ પણ વાંચો: Travel Tips: ચોમાસામાં ફરવાની મજા આવે એવી અને ગુજરાતની નજીક આવેલી 5 સુંદર જગ્યાઓ
આ ફેસપેકથી સ્કિનને થતા લાભ ?
આ ફેસ પેકથી ત્વચાના છિદ્રો અંદરથી સાફ થાય છે. ચોખાનો લોટ ડેડ સ્કિન સેલ્સ સાફ થાય છે. એલોવેરા અને ચોખાનો લોટ ટૈનિંગ અને પિગમેંટેશન ઘટે છે. આ ફેસ પેક લગાડ્યા પછી સ્કિન સોફ્ટ અને ચમકદાર બને છે.
આ પણ વાંચો: 50 વર્ષે પણ સ્કિન રહેશે ટાઈટ અને શરીર લોખંડ જેવું મજબૂત, આ વસ્તુઓ દૂધ સાથે પીવા લાગો
ફેસ પેકમાં ઉપયોગમાં લેવાયેલો ચોખાનો લોટ સ્કિનને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. એલોવેરા જેલ સ્કિનને હાઈડ્રેટ કરે છે અને પોર્સ સાફ થાય છે. સપ્તાહમાં 2 થી 3 વખત આ ફેસ પેકનો યુઝ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે