Home> LifeStyle
Advertisement
Prev
Next

Lemon for skin: સ્કિનની બધી જ સમસ્યાને દુર કરી દેશે એકલું લીંબુ, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત

Lemon for skin: જો તમે પણ સ્કિન સંબંધિત અલગ અલગ સમસ્યાથી પરેશાન છો તો લીંબુ તમારી બધી સમસ્યા દુર કરી શકે છે. તેના માટે એ જાણવું જરૂરી છે કે લીંબુનો ઉપયોગ કરવો કઈ રીતે ?
 

Lemon for skin: સ્કિનની બધી જ સમસ્યાને દુર કરી દેશે એકલું લીંબુ, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત

Lemon for skin: લીંબુમાં ઘણા મહત્વપૂર્ણ તત્વ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. લીંબુ વિટામિન સી, સીટ્રીક એસિડ અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે ત્વચાના ડાઘ અને સન ટેનિંગ લાઈટ કરવામાં મદદ કરે છે. લીંબુ ત્વચાની સુંદરતા વધારે છે અને કોલેજનનું ઉત્પાદન પણ વધારે છે. તેનાથી ત્વચામાં કસાવ આવે છે અને ચમક પણ વધે છે. તેનાથી ત્વચાની તાજગી વધે છે અને ત્વચા હાઈડ્રેટ થાય છે. વર્ષોથી લીંબુનો ઉપયોગ ભોજનમાં કરવાની સાથે સ્કીન કેરમાં પણ આવે છે. ચહેરા પર લીંબુ લગાડવાથી કેવા ફાયદા થાય છે અને લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવી દઈએ. 

fallbacks

આ પણ વાંચો: 

ત્વચામાં નિખાર આવશે 

જો તમે ત્વચામાં નિખાર લાવવા માંગો છો તો લીંબુનો ઉપયોગ કરો. લીંબુમાં વિટામિન c હોય છે જે ત્વચાની રંગત સુધારવામાં મદદ કરે છે તે ત્વચાના ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે અને તાજગી ભર્યા સેલ્સ વધારે છે. નિયમિત રીતે ચહેરા પર લીંબુ લગાડવાથી ત્વચા ચમકદાર દેખાય છે. 

આ પણ વાંચો:આ 4 સ્ટેપ ફોલો કરી ઘરે બનાવી શકો છો માવો, મીઠાઈ માટે બજારમાંથી માવો લેવો નહીં પડે

ખીલની સમસ્યાથી રાહત 

એકનેથી પરેશાન લોકો લીંબુનો ઉપયોગ કરી શકે છે. લીંબુમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલ અને એકને વધારતા બેક્ટેરિયાને અટકાવે છે. તેનાથી સ્કિન ઇન્ફેક્શન ઓછું થાય છે અને ખીલ મટાડે છે. 

ચહેરાના ડાઘ દૂર થશે 

લીંબુનો ઉપયોગ કરવાથી ચહેરાના ડાઘ અને કાળી ઝાંયી દૂર કરવામાં મદદ મળે છે. લીંબુનો ઉપયોગ કરવાથી ત્વચામાં સમાન રંગ આવે છે. તેના માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને લગાડો તેનાથી ત્વચા મુલાયમ પણ થાય છે.

આ પણ વાંચો: ઘરે આઈસક્રીમ જેવું ઘટ્ટ અને સ્વાદિષ્ટ દહીં જામશે, આ ટીપ્સ ફોલો કરવાનું શરુ કરી દો

ઓઇલ કંટ્રોલ કરે છે 

ઉનાળામાં ઓઇલી સ્કિનની તકલીફ વધી જાય છે જો તમારી સ્કિન વધારે પડતી ઓયલી હોય તો લીંબુના રસનો ઉપયોગ કરો. લીંબુનો ઉપયોગ કરવાથી ઓઇલ કંટ્રોલ કરી શકાય છે. લીંબુનુ એસિડ ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરે છે અને ચહેરાને સુંદર બનાવે છે. 

આ પણ વાંચો: ફાઈબરથી ભરપુર આ 4 ફ્રુટ ક્રેવિંગ કંટ્રોલ કરવામાં મદદ કરશે, ડાયટ વિના ઘટવા લાગશે વજન

ચહેરા પર લીંબુ લગાડવાની સાચી રીત 

સૌથી પહેલા ચહેરાને સારી રીતે ધોઈ અને કોરો કરી લેવો ત્યાર પછી એક વાટકીમાં લીંબુનો રસ લઈ તેમાં મધ અથવા તો ગુલાબજળ મિક્સ કરી દેવું. આ મિશ્રણને રૂની મદદથી ચહેરા પર લગાવો અને 15 મિનિટ રહેવા દો. આ મિશ્રણને આંખની આસપાસ ન લગાડો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More