નવી દિલ્હીઃ Marriage Secret: પતિ-પત્નીના સંબંધને ખુબ પવિત્ર માનવામાં આવે છે. મોટા ભાગના પુરૂષ પોતાની પત્ની સામે હંમેશા સારી છબી બનાવવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર માત્ર દેખાડો કરે છે. લગ્ન બાદ પુરૂષો પોતાના ઘણા શોખના કામ કરી શકતા નથી. તેવામાં જ્યારે ઘર પર પત્નીની ન હોય તો તેનું અસલી રૂપ સામે આવે છે. પુરૂષ પોતાની પત્નીની ગેરહાજરીમાં એવા કામ કરે છે, જેનો તમે અંદાજ પણ ન લગાવી શકો. આવે અમે તમને એવી પાંચ વસ્તુ વિશે જણાવીશું, જે પતિ એકલા હોય ત્યારે કરે છે.
પોટ પર સમય પસાર કરવો
પત્ની ઘરની બહાર હોય તો ઘણા પતિ અજીબ હરકત કરે છે. તે પોતાનો ફોન લઈને કલાકો સુધી વોશરૂમમાં સમય પસાર કરે છે. ક્યારેક તો તે લેપટોપ અને ટેબલેટ પણ લઈને જાય છે. આ સાથે ઘણા લોકો પોટ પર બેસી અખબાર વાંચે છે.
જૂના મિત્રો સાથે ફોન પર વાત
દરેકનો કોઈ ભૂતકાળ હોય છે. લગ્ન જીવનમાં જવાબદારીઓ વધી જાય છે, તેવામાં ઘણીવાર પુરૂષ પોતાના જૂના મિત્રો સાથે વાત કરી શકતા નથી. પરંતુ જ્યારે તેની પત્ની ઘર પર ન હોય તો તે જૂના મિત્રો સાથે કલાકો સુધી વાત કરે છે. ઘણીવાર તે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સાથે પણ ચોરી છુપીથી વાત કરે છે.
આ પણ વાંચોઃ Parenting Tips: શું તમે પણ તમારા બાળકની નખ ચાવવાની આદતથી પરેશાન છો? અપનાવો આ ટિપ્સ
ટીવી પર પોતાની પસંદની વસ્તુ જોવી
ઘણી મહિલાઓને ટીવી પર સીરિયલ જોવાનો શોખ હોય છે, તેવામાં પુરૂષ પોતાની પસંદગીની વસ્તુ જોઈ શકતા નથી. પરંતુ પત્નીની ગેરહાજરીમાં પતિ ટીવી જોઈ શકે છે. તે ટીવી પર જૂની મેચ, ફિલ્મો અને ન્યૂઝ જુએ છે.
દોસ્તો સાથે પાર્ટી
ઘણા પુરૂષ પત્ની ઘર પર ન હોવાથી પોતાના મિત્રોને બોલાવે છે અને પાર્ટી કરે છે. આ દરમિયાન તે ઘરમાં પોતાની પસંદ પ્રમાણે ઉજવણી કરે છે. પરંતુ આ ત્યારે શક્ય બને જ્યારે પત્ની ઘરમાં હાજર હોતી નથી.
મનપંસદ ડિશ બનાવવી
સામાન્ય રીતે ઘરના કિચનમાં મહિલાઓ ભોજન બનાવે છે. પરંતુ ઘણા પુરૂષને પણ કુકિંગનો શોખ હોય છે. તેવામાં તે પત્નીની ગેરહાજરીમાં પોતાનું મનપસંદ ભોજન બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે