Home> LifeStyle
Advertisement
Prev
Next

Ice Therapy: ખીલ, કરચલીઓ સહિતની સ્કિન પ્રોબ્લેમ દુર થશે, બસ દિવસમાં 1 વાર આ રીતે બરફથી ચહેરો ધોવાનું રાખો

Ice Therapy: ગરમીના કારણે સ્કિન પ્રોબ્લેમ વધી જાય છે. આ સમય એવો હોય છે કે સ્કિનનું ધ્યાન પણ વધારે રાખવું પડે છે. જો ઉનાળામાં થતી સ્કિન પ્રોબ્લેમથી બચવું હોય તો દિવસમાં 1 વાર બરફથી ચહેરો ધોવાનું શરુ કરી દો.
 

Ice Therapy: ખીલ, કરચલીઓ સહિતની સ્કિન પ્રોબ્લેમ દુર થશે, બસ દિવસમાં 1 વાર આ રીતે બરફથી ચહેરો ધોવાનું રાખો

Ice Therapy: ધીરેધીરે ગરમી વધી રહી છે. ગરમીના કારણે સ્કિન પર સૌથી વધુ ખરાબ પ્રભાવ પડે છે. ગરમીમાં તડકો, પ્રદૂષણ સ્કિનને ઝડપથી ડેમેજ કરી શકે છે. તેનાથી સ્કિન ડલ થઈ જાય છે અને ડાર્ક પણ દેખાય છે. તડકાના કારણે સ્કિન ડેમેજ થઈ જાય છે. પરસેવો થવાના કારણે સ્કિન ઓઈલી પણ થવા લાગે છે. સ્કિનના પોર્સ બંધ થવાના કારણે ખીલની સમસ્યા પણ થઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: સ્કિનની બધી જ સમસ્યાને દુર કરી દેશે એકલું લીંબુ, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત

ગરમીમાં થતી અલગ અલગ પ્રકારની સ્કિન પ્રોબ્લેમનું એક સોલ્યુશન છે. બોલીવુડની અભિનેત્રીઓ પણ સ્કિન કેર માટે અને સ્કિનની સુંદરતા વધારવા માટે આ વસ્તુ કરે છે. ઉનાળામાં સ્કિનની સુંદરતા જાળવી રાખવા અને સ્કિન પ્રોબ્લેમ દુર કરવા તમે આઈસ ડીપની મદદ લઈ શકો છો. 

ચહેરાની આઈસ ડીપ થેરાપી

આ પણ વાંચો: આ 4 સ્ટેપ ફોલો કરી ઘરે બનાવી શકો છો માવો, મીઠાઈ માટે બજારમાંથી માવો લેવો નહીં પડે

તેના માટે એક મોટા વાસણમાં પાણી લો અને તેમાં આઈસક્યુબ રાખો. ત્યારબાદ પાણી જ્યારે એકદમ ઠંડુ અને બરફ વાળું હોય ત્યારે તેમાં ચહેરાને ડુબાડો અને થોડી સેકન્ડ રાખો. 5 થી 10 મિનિટ માટે આ પ્રોસેસને રીપીટ કરો. 

આઈસ ડીપના ફાયદા

આ પણ વાંચો:ફાઈબરથી ભરપુર આ 4 ફ્રુટ ક્રેવિંગ કંટ્રોલ કરવામાં મદદ કરશે, ડાયટ વિના ઘટવા લાગશે વજન

1. આઈસ ડીપ મેથડથી ઓઈલી સ્કિનની સમસ્યા દુર થાય છે. 
2. આઈસ ડીપ કરવાથી ચહેરાના સોજા અને આંખની પફીનેસ ઓછી થઈ જાય છે. 
3. ઉનાળામાં નિયમિત આ કામ કરવાથી ચહેરા પર ગ્લો આવે છે. 
4. આઈસ ડીપથી સ્કિનમાં બ્લડ સર્કુલેશન સુધરે છે અને ચહેરા પર ચમક વધે છે. 
5. આઈસ ડીપથી ચહેરા પર ફાઈન લાઈન્સ અને કરચલીઓને વધતી અટકાવી શકાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More