દર વર્ષે દુનિયાભરમાં લાખો લોકો હ્રદયની બીમારીઓના પગલે પોતાના જીવ ગુમાવે છે. દિલ સંલગ્ન બીમારીઓ જીવલેણ હોય છે અને તે જીવનની ગુણવત્તા ઉપર પણ અસર કરે છે. જો કે તેની અસરને ઓછી કરવા અને શરૂઆતી સ્ટેજ પર જ બીમારીઓને રોકવા માટે અનેક ટ્રિટમેન્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
એન્જિયોપ્લાસ્ટી એક એવી જ પ્રક્રિયા છે. ખાસ કરીને કોરોનરી આર્ટરી ડિસીસના ઈલાજમાં તેનો ઉપયોગ થાય છે. જેમાં ધમનીઓ સાંકડી કે બ્લોક થઈ જાય છે અને હ્રદય સુધી લોહી પહોંચવામાં તકલીફ પડે છે. આ એક નાની સર્જરી હોય છે જેમાં ધમનીઓને ખોલવા માટે ફુગ્ગાનો ઉપયોગ થાય છે અને તેને ખુલ્લી રાખવા માટે સ્ટેન્ટ નામની એક નાનકડા તારની જાળીવાળી ટ્યૂબ લગાવવામાં આવે છે.
એન્જિયોપ્લાસ્ટી કેમ જરૂરી હોય છે?
એન્જિયોપ્લાસ્ટી ત્યારે કરાય છે જ્યારે કોરોનરી આર્ટરીમાં બ્લોકેજના કારણે દિલ સુધી યોગ્ય રીતે લોહી પહોંચી શકતું નથી. તેની ભાળ મેળવવા માટે કેટલાક ટેસ્ટ જેમ કે એન્જિયોગ્રામ, સ્ટ્રેસ ટેસ્ટ અને ઈસીજી કરવામાં આવે છે.
શું તમારે એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે? આ રીતે ઓળખો
છાતીમાં દુ:ખાવો
જો તમને વારંવાર છાતીમાં બળતરા કે દબાણ મહેસૂસ થતું હોય તો તે હ્રદયની ધમનીઓમાં બ્લોકેજનો સંકેત હોઈ શકે છે. આવામાં ગંભીર કેસોમાં એન્જિયોપ્લાસ્ટી કરાય છે અને બ્લોકેજ હટાવીને હ્રદય સુધી લોહીની આપૂર્તિ ઠીક કરાય છે.
પગમાં દુ:ખાવો
દિલની બીમારીની અસર પગ સુધી પણ જઈ શકે છે. ચાલવામાં કે સાઈકલ ચલાવવામાં માંસપેશીઓમાં ખેંચાણ કે દુ:ખાવો થઈ શકે છે. તે પેરિફેરલ આર્ટરી ડિસીસ (PAD) નો સંકેત છે જે દિલની બીમારીના જોખમનો સંકેત આપે છે.
નબળાઈ અને થાક
જો તમે હંમેશા થાકેલા મહેસૂસ કરતા હોવ, ખાસ કરીને થોડી મહેનત કે સીડીઓ ચડ્યા બાદ તો તે દિલની બીમારીનું લક્ષણ હોઈ શકે છે. આવામાં ડોક્ટર ચેકઅપ બાદ એન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી શકે છે. જેનાથી લોહીની આપૂર્તિ ઠીક થયા બાદ એનર્જી લેવલ વધે છે.
બ્લડ પ્રેશરમાં ઉતાર ચડાવ
સતત હાઈ બ્લડ પ્રેશર દિલની ધમનીઓને કડક અને મોટી બનાવે છે. આવામાં હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. આવામાં ડોક્ટર બ્લોકેજ હટાવવા માટે એન્જિયોપ્લાસ્ટીની સલાહ આપી શકે છે.
પેઢામાંથી લોહી આવવું
પેઢાની બીમારી અને હ્રદયની બીમારી વચ્ચે સંબંધ હોય છે. આવામાં જો તમારા પેઢા વારંવાર સૂજી જાય કે લોહી આવતું હોય તો તે હિલના સ્વાસ્થ્ય અંગે ચેતવણી હોઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે