Home> LifeStyle
Advertisement
Prev
Next

આ 5 દેશમાં ભારતીયોને મળે છે વિઝા વિના એન્ટ્રી, ઓછા ખર્ચે જઈ શકો છો ફરવા

Visa Free Entry: ભારતીય પાસપોર્ટ ધારકો વિઝાની સમસ્યા વિના 50 થી વધુ દેશોમાં ફરી શકે છે. તેમાંથી 5 દેશ એવા છે જે ફરવા માટે મોસ્ટ ફેવરિટ છે. તો ચાલો ફટાફટ જાણી લો કે વિઝા વિના તમે કયા 5 દેશમાં ફરી શકો છો. 

આ 5 દેશમાં ભારતીયોને મળે છે વિઝા વિના એન્ટ્રી, ઓછા ખર્ચે જઈ શકો છો ફરવા

Visa Free Entry: દરેક વ્યક્તિને ફરવા જવું ગમે જ છે. તેમાં પણ વર્ષોથી લોકોમાં વિદેશ પ્રવાસનો ક્રેઝ વધારે છે. દરેક વ્યક્તિ ઈચ્છા રાખે છે કે તે એકવાર તો વિદેશ પ્રવાસ કરે. જો કે આજના સમયમાં વિદેશ પ્રવાસનું સપનું પુરુ કરવું સરળ થઈ ગયું છે. જો કે વિદેશ પ્રવાસ માટે વિઝા ઘણીવાર ચિંતાનો વિષય બની જાય છે. કારણ કે કેટલાક દેશના વિઝા મેળવવા મુશ્કેલ હોય છે. પરંતુ સાથે જ એવા પણ કેટલાક દેશ છે જ્યાં જવા માટે ભારતીયોને વિઝાની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ દેશોમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. 

fallbacks

ભારતીય પાસપોર્ટ ધારકો વિઝાની સમસ્યા વિના 57 દેશોમાં ફરી શકે છે. તેમાંથી 5 દેશ એવા છે જે ફરવા માટે મોસ્ટ ફેવરિટ છે. તો ચાલો ફટાફટ જાણી લો કે વિઝા વિના તમે કયા 5 દેશમાં ફરી શકો છો. 

આ પણ વાંચો: Dry Skin Remedies: ડ્રાય સ્કીનની સમસ્યાથી પરેશાન છો? તો ફોલો કરો આ 5 ટીપ્સ

મોરેશિયસ - હિંદ મહાસાગરનું મોરેશિયસ તેના સફેદ રેતીના દરિયાકિનારા, વાદળી લગૂન અને વાઇબ્રન્ટ કોરલ રીફ્સ માટે જાણીતું છે. ભારત સહિત 100 થી વધુ દેશોના પાસપોર્ટ ધારકો વિઝા વિના અહીં 90 દિવસ માટે ફરવાનો આનંદ માણી શકે છે.

ભૂતાન - ભારતની નજીક હોવાને કારણે ભૂતાન જવાનું સરળ છે. અહીં સાત દિવસ કે તેથી ઓછા દિવસોની મુસાફરી માટે વિઝાની જરૂર નથી. તમારે ફક્ત માન્ય પાસપોર્ટ અથવા ઓળખના વૈકલ્પિક ડોક્યુમેન્ટની જરૂર પડે છે.

આ પણ વાંચો: Skin Care: રોજ ખાવી આ 5 હેલ્ધી વસ્તુઓ, ચહેરા પર 7 દિવસમાં દેખાવા લાગશે Glow

માલદીવ્સ - માલદીવ્સ છેલ્લા કેટલાક સમયથી મોસ્ટ ફેવરિટ હનીમૂન ડેસ્ટિનેશન બની ગયું છે.  અહીં તમે વિઝા વિના 90 દિવસ સુધી  રિસોર્ટમાં રોકાવાનો આનંદ માણી શકો છો.

તાંઝાનિયા - પૂર્વ આફ્રિકન દેશ તાંઝાનિયા નેશનલ પાર્ક અને આકર્ષક દરિયાકિનારાઓનું ઘર છે. દરેક ભારતીય નાગરિક અહીંયા ફરવાનો આનંદ માણી શકે છે. 

આ પણ વાંચો: આ 5 આદતો અપનાવશો તો વધતી ઉંમરે પણ રહેશો યુવાન, 60 વર્ષે પણ નહીં દેખાય ઉંમરની અસર

ઇન્ડોનેશિયા -  હેરિટેજ સાઇટ્સ અને વિશાળ દરિયાકિનારા માટે જાણીતું ઇન્ડોનેશિયા પણ ભારતીય પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. જે એક મહિના માટે માન્ય હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More