Home> LifeStyle
Advertisement
Prev
Next

ચારે તરફ ચર્ચામાં છે આ આઈપીએસ ઓફિસર, વજન ઘટાડવામાં બનાવ્યો રેકોર્ડ

ચારે તરફ ચર્ચામાં છે આ આઈપીએસ ઓફિસર, વજન ઘટાડવામાં બનાવ્યો રેકોર્ડ
  • વિવેક રાજે જણાવ્યું કે, બાળપણથી તેઓ વજનમાં વધુ હતા. આ વજન તેમના ફૂડી હોવાના આદતને કારણે વધતુ જતુ હતું
  • સોશિયલ મીડિયા પર તેમના શબ્દોએ લોકોમાં ઉત્સુકતા જગાવી છે. વિવેક રાજ સિંહે 43 કિલો વજન ઘટાડ્યું

ઝી મીડિયા/બ્યૂરો :વજનને લઈને દરેક વ્યક્તિ ચિંતામાં રહે છે. 1 સેન્ટીમીટર પણ આઘુપાછુ થઈ જાય તો લોકો એલર્ટ થઈ જાય છે. આવામાં ભારતના એક આઈપીએસ ઓફિસર પોતાના વજનને કારણે ચર્ચાના ચગડોળે ચઢ્યા છે. લોકો તેમના ઘટાડેલા વજનની વાહવાહી કરી રહ્યાં છે. IPS ઓફિસર વિવેક રાજ સિંહે વેઈટ લોસમાં રેકોર્ડ બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમના શબ્દોએ લોકોમાં ઉત્સુકતા જગાવી છે. વિવેક રાજ સિંહે 43 કિલો વજન ઘટાડ્યું છે. 

fallbacks

તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. સાથે જ એક તસવીર પણ શેર કરી છે, જેમાં તેમનુ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશ જોવા મળી રહ્યું છે. 

આ પણ વાંચો : ધોરણ 12ની પરીક્ષા રદ કરવી કે નહિ, ગુજરાત સરકાર જલ્દી લઈ શકે છે આ નિર્ણય

કેવી રીતે વજન ઘટાડ્યું
વિવેક રાજે જણાવ્યું કે, બાળપણથી તેઓ વજનમાં વધુ હતા. આ વજન તેમના ફૂડી હોવાના આદતને કારણે વધતુ જતુ હતું. તેઓ બહુ જ ખાતા હતા. પરંતુ સિવિલ સર્વિસમાં પસંદગી થયા બાદ અને પોસ્ટિંગ થયા બાદ તેમનુ આ વજન વધતુ જતુ હતું. પરંતુ એક એસાઈન્ટમેન્ટ દરમિયાન તેમણે આંટાફેરા મારવાનું શરૂ કર્યું. પછી તો આંટાફેરા મારવા તેમના જીવનનો ભાગ બની ગયો. તેઓ રોજ વધુ ચાલવા લાગ્યા. તેનાથી તેમનુ વજન ઓછું થવા લાગ્યું. 

થોડુ વજન ઓછું થયું તો તેમને મોટિવેશન મળ્યું. પછી તેમણે પોતાના ફૂડ પર પણ કન્ટ્રોલ રાખવાનું શરૂ કર્યુ. આ રીતે તેઓ વજન ઘટાડવા સફળ રહ્યાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More