Home> LifeStyle
Advertisement
Prev
Next

એક-એક દાંત મજબૂત બનશે, મોતી જેવી ચમક આવી જશે, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યો દેશી ઉપાય

Acharya Balkrishna Tips For Oral hygiene: આચાર્ય બાલકૃષ્ણએ એક સરળ રેસીપી જણાવી છે, જે દાંત સંબંધિત સમસ્યાઓને કુદરતી રીતે દૂર કરી શકે છે અને તેમને મજબૂત અને ચમકદાર બનાવી શકે છે, સાથે જ પેઢાને હંમેશા સ્વસ્થ રાખી શકે છે.

 એક-એક દાંત મજબૂત બનશે, મોતી જેવી ચમક આવી જશે, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યો દેશી ઉપાય

Acharya Balkrishna Tips For Oral hygiene: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના દાંત મજબૂત હોય છે અને હંમેશા સાફ તથા ચમકદાર દેખાય. તેથી લોકો ઘણી મોંઘી ટૂથપેસ્ટ અને ઓરલ હેલ્થ સાથે જોડાયેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં દાંતમાં પીળાશ, સડો કે પેઢાની સમસ્યા રહે છે. જો તમે પણ એવા લોકોમાં સામેલ છે તો આ આર્ટિકલ તમારી મદદ કરી શકે છે. અમે તમને એક સરળ નુસ્ખો જણાવી રહ્યાં છીએ, જે નેચરલી રીતે દાંત સાથે જોડાયેલી સમસયા દૂર કરી તેને મજબૂત અને ચમકદાર બનાવી શકે છે. આ ખાસ ટિપ્સ પતંજલિ યોગપીઢના પ્રમુખ અને જાણીતા યોગગુરૂ આચાર્ય બાલકૃષ્ણએ જણાવી છે. આવો તે વિશે જાણીએ.

fallbacks

શું છે આ ખાસ રીત?
આચાર્ય બાલકૃષ્ણએ તાજેતરમાં પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ જણાવે છે કે, 'દાંતને સ્વસ્થ રાખવા માટે જામુંનના ઝાડની છાલ એક અસરકારક ઔષધિ સાબિત થઈ શકે છે. તે માટે જામુનની સૂકી છાલને સળગાવી રાખ બનાવી લો. આ રાખમાં થોડું સેંધા નમક નાખો અને આ તૈયાર મિશ્રણનો દંત મંજનની જેમ ઉપયોગ કરો.'

યોગ ગુરૂ પ્રમાણે આ મંજનથી દરરોજ સવારે અને રાત્રે બ્રશ કરવાથી દાંત સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. તેનાથી ન દાંત મજબૂત થાય છે પરંતુ મોતી જેવી ચમક પણ આવે છે.

આ પણ વાંચોઃ ઝડપથી કંટ્રોલ થશે હાઈ યુરિક એસિડ, બસ તમારા ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુ!

જામુનની છાલ કેમ ફાયદાકારક છે?
આયુર્વેદમાં, જામુનને ઔષધીય ગુણધર્મોથી ભરપૂર માનવામાં આવે છે. તેની છાલમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-સેપ્ટિક ગુણધર્મો છે, જે દાંત અને પેઢાની સમસ્યાઓ જેમ કે પાયોરિયા, જીંજીવાઇટિસ, શ્વાસની દુર્ગંધ અને પોલાણને રોકવામાં મદદ કરે છે. આ ઉપરાંત, જર્નલ ઓફ ફાર્મસી એન્ડ બાયોએલાઈડ સાયન્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં પણ જણાવાયું છે કે જામુન દાંત માટે ફાયદાકારક છે. વર્ષ 2011 ના આ અહેવાલ મુજબ, જામુનના ઝાડના વિવિધ ભાગોમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો જોવા મળે છે, જે મોંમાં બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં, તમે આ ઉપાય અજમાવી શકો છો.

આ વાતનું રાખો ધ્યાન
આ નુસ્ખાને અજમાવતા પહેલા કેટલાક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે
જામુનની છાલ સારી રીતે સૂકી અને સાફ હોવી જોઈએ.
રાખમાં કોઈ ભેજ કે ગંદકી ન હોય.
મંજનને જોરથી ન ઘસો, બાકી પેઢાને નુકસાન થઈ શકે છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More