Home> LifeStyle
Advertisement
Prev
Next

Jamun Side Effects: આ 5 લોકો માટે 'ઝેર'નું કામ કરે છે જાંબુ, ખાશો તો આવશે મુશ્કેલી!

જાંબુ પોતાના ખાટ્ટા-મીઠા સ્વાદ માટે જાણીતા છે. તે ન માત્ર સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. જાંબુમાં અનેક લાભકારી ગુણ હોય છે. પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.

Jamun Side Effects: આ 5 લોકો માટે 'ઝેર'નું કામ કરે છે જાંબુ, ખાશો તો આવશે મુશ્કેલી!

નવી દિલ્હીઃ જાંબુ પોતાના ખાટ્ટા અને મીઠા સ્વાદ માટે જાણીતા છે. તે ન માત્ર સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. જાંબુમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન અને મિનરલ્સ પ્રચુર માત્રામાં હોય છે, જે ડાયાબિટીસ, હાર્ટની બીમારી અને પાચન સંબંધી સમસ્યાઓમાં બચાવવામાં મદદ કરે છે.

fallbacks

પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકો માટે જાંબુ ઝેરનું કામ કરે છે? જી, હાં કેટલાક લોકો માટે જાંબુનું સેવન હાનિકારક બની શકે છે. આવો જાણીએ કયાં લોકો માટે આ જાંબુનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.

1. ડાયાબિટીસ દર્દી
જાંબુમાં પ્રાકૃતિક રૂપે રહેલી સુગર લોહીમાં ગ્લુકોઝના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ જો તમે પહેલાથી ડાયાબિટીસની દવાઓ લઈ રહ્યાં છો તો જાંબુનું વધુ સેવન લોહીમાં સુગરના લેવલને ખુબ ઘટાડી શકે છે, જેનાથી હાઇપોગ્લાઇસીમિયા (બ્લડ સુગરમાં વધારો/ઘટાડો) થઈ શકે છે. 

2. પાચન સંબંધી સમસ્યાઓ
જાંબુમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે પાચનને સારૂ બનાવવામાં મદદ કરે છે. પરંતુ જો પહેલાથી ઝાડા, પેટ ફૂલવુ કે ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓ છે, તો જાંબુનું સેવન આ સમસ્યાને વધારી શકે છે. 

આ પણ વાંચોઃ Weight Loss Tips: સૂતા પહેલા કરો આ 5 કામ, ઝડપથી ઘટશે વજન

3. એલર્જી
કેટલાક લોકોને જાંબુથી એલર્જી હોય છે. એલર્જીના લક્ષણોમાં  સ્કિન પર ફોલ્લીઓ, ખંજવાળ, સોજો, પેટમાં દુખાવો, ઉલ્ટી અથવા શ્વાસ લેવામાં તકલીફ સામેલ હોઈ શકે છે. જો જાંબુ ખાધા બાદ તમને આવા કોઈ લક્ષમ દેખાય તો તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરો.

4. ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓ
ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓએ જાંબુના સેવનમાં સાવધાની રાખવી જોઈએ. જાંબુમાં રહેલ કેટલાક કમ્પાઉન્ડ ગર્ભાશયને ઉત્તેજિત કરી શકે છે અને સમય પહેલા પ્રસવ કે ગર્ભપાતનો ખતરો વધારી શકે છે. તો જાંબુના કેટલાક કમ્પાઉન્ડ સ્તનના દૂધમાં પ્રવેશ કરે છે અને શિશુમાં એલર્જી કે પાચન સંબંધી સમસ્યાઓ પેદા કરી શકે છે.

5. એથેરોસ્ક્લેરોસિસ
જે લોકોને એથેરોસ્ક્લેરોસિસ કે લોહીની ગાંઠ બનવાનો ઈતિહાસ રહ્યો છે, તેણે પણ જાંબુનું સેવન ન કરવું જોઈએ.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More