Home> LifeStyle
Advertisement
Prev
Next

Fridge : આ પાવડર ખુલ્લો કરીને રાખી દો ફ્રીજમાં, ફ્રિજમાંથી આવતી વાસ કલાકમાં દુર થઈ જશે

Fridge Cleaning Tips: ફ્રિજમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ 24 કલાક રહે છે તેથી થોડા થોડા દિવસોમાં ફ્રિજમાંથી ખાસ પ્રકારની ગંધ આવવા લાગે છે. આખા ફ્રિજની સફાઈ કર્યા વિના આ ગંધને દુર કરવી હોય તો આ ઉપાય અજમાવજો એકવાર.
 

Fridge : આ પાવડર ખુલ્લો કરીને રાખી દો ફ્રીજમાં, ફ્રિજમાંથી આવતી વાસ કલાકમાં દુર થઈ જશે

Fridge Cleaning Tips: ફ્રીજનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ફ્રિજ એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જો 24 કલાક ચાલતુ રહે છે. ફ્રિજનો ઉપયોગ ભોજનને સ્ટોર કરવામાં અને ભોજનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે કરવામાં આવે છે. ફ્રીજમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ રાખવામાં આવે છે તેના કારણે ફ્રીજની સાફ-સફાઈ અને તેની સંભાળ પ્રત્યે પણ જાગૃત રહેવું જરૂરી છે. લાંબા સમયના ઉપયોગ પછી ફ્રીજમાંથી એક ખાસ પ્રકારની ગંધ આવવા લાગે છે. 

fallbacks

આ પણ વાંચો: 99 ટકા લોકો નથી જાણતા કે આ 5 શાક ખાવાથી ઝડપથી વધે વજન, દરેક ઘરમાં ભરપુર ઉપયોગ થાય

ફ્રીજની સફાઈ થતી હોય તેમ છતાં પણ ફ્રીજમાંથી આવી ગંધ આવી શકે છે. આજે તમને આ ગંધને સરળતાથી દૂર કરવાના ઉપાય વિશે જણાવીએ. આ ટિપ્સને ફોલો કરશો તો લાંબા સમય સુધી ફ્રિજમાં રાખેલી વસ્તુ પણ ફ્રેશ રહેશે અને ફ્રિજમાંથી વાસ પણ નહીં આવે. 

આ પણ વાંચો: Night Skincare : ચમકદાર અને સુંદર ત્વચા માટે રાત્રે ફોલો કરો આ ખાસ સ્કિન કેર રુટીન

ફ્રીજનું ટેમ્પરેચર 

ફ્રીજનું તાપમાન યોગ્ય રીતે સેટ કરેલું હોય તે ખૂબ જ જરૂરી છે જો ફ્રીજનું તાપમાન વધારે કે ઓછું હશે તો તેની અસર ફ્રીજમાં રાખેલી વસ્તુઓ પર થાશે અને તેમાં બેક્ટેરિયા વધી શકે છે તેથી વાતાવરણ અનુસાર ફ્રિજનું તાપમાન બદલતા રહો. સામાન્ય રીતે ફ્રીજ નું આદર્શ ટેમ્પરેચર 1.6-3.3 ° C પર હોવું જોઈએ. આ ટેમ્પરેચર પર ફ્રીજ સેટ કરવાથી વાસ આવવાની સમસ્યા ઓછી થશે. 

આ પણ વાંચો: બ્રા ફેટ ઘટાડવા રોજ 15 મિનિટ કરો આ કામ, બ્રા માંથી બહાર લટકતી ચરબી ગાયબ થઈ જશે

ફ્રીજમાંથી બદબૂ દૂર કરવાનો ઉપાય 

ફ્રીજમાંથી ઘણી વખત ગંધ આવવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવી મુશ્કેલ નથી. રોજ ફ્રીજની સફાઈ કરવી શક્ય નથી તેથી દર થોડા દિવસે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને ફ્રિજની બેડ સ્મેલને દૂર કરી શકો છો. તેના માટે એક ડબ્બામાં અથવા એક વાટકીમાં બેકિંગ સોડા ભરીને તેને ઢાંક્યા વિના ફ્રીજમાં રાખી દો. થોડા કલાક અથવા આખી રાત બેકિંગ સોડાને ફ્રીઝમાં રહેવા દો તેનાથી ફ્રીજમાં આવતી ગંધ દૂર થઈ જશે. જો ફ્રીજમાં વધારે સામાન રહેતો હોય તો આ ઉપાય સમયાંતરે કરી શકાય છે. 

આ પણ વાંચો: હોળી રમતા પહેલા સ્કિન પર લગાડો આ વસ્તુ, સ્કિન ખરાબ નહીં થાય અને રંગ સરળતાથી નીકળશે

આ ઉપાય કર્યા ઉપરાંત ફ્રિજની સફાઈ કરો ત્યારે અંદરની વસ્તુઓને સાફ કરવાની સાથે ફ્રીજના દરવાજા પરના રબ્બર, ઝીણી તિરાડોને પણ સાફ કરો. ઘણીવાર ફ્રીજ અંદરથી તો ચકાચક દેખાય છે પરંતુ ફ્રીજની આવી ઝીણી જગ્યાઓ સાફ થતી નથી. ફ્રીજને સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ પણ કરી શકાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More