Home> LifeStyle
Advertisement
Prev
Next

તમારા ખિસ્સામાં સફેદ કપડામાં આ વસ્તુ બાંધીને મૂકો, નસીબ ચમકી જશે

Campoor Benefits : હંમેશા તમે જોયુ હશે કે કેટલાક લોકો પોતાના ખિસ્સામાં કપૂર રાખે છે, આવુ કરવાથી અનેક ફાયદા થાય છે, જો તમે પણ આવુ કરશો તો ફાયદામાં રહેશો
 

તમારા ખિસ્સામાં સફેદ કપડામાં આ વસ્તુ બાંધીને મૂકો, નસીબ ચમકી જશે

Campoor Benefits :ભારતીય સંસ્કૃતિમાં કપૂરની ગોળીનું મહત્વ રહેલું છે. આ ગોળી પૂજાપાઠથી લઈને સ્વાસ્થય માટે પણ એટલુ જ ઉપયોગી છે. તમે અનેક લોકોને કપૂરની ગોળીને પોતાના પોકેટમાં રાખતા જોયા હશે. કહેવાય છે કે, કપૂરની ગોળીને પોતાના ખિસ્સામાં રાખવાથી નસીબના તાળા ખૂલી જાય છે. જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. 

fallbacks

આજે અમે તમને કપૂરની ગોળીના આ ઉપયોગ વિશે જણાવીશું. જેનો પ્રયોગ કરવાથી દરેક વ્યક્તિ સફળ બની શકે છે. તેનુ જીવન સકારાત્મકતાથી ભરાઈ જશે. આવામાં તમારે કપૂરના આ પ્રભાવ વિશે માલૂમ હોવુ જરૂરી છે. જો તમે પણ જાણશો તો આ ઉપાય કર્યા વગર નહિ રહો.

આ પણ વાંચો : કોણ છે ભાજપના સૌથી યુવા ઉમેદવાર? હાર્દિક કે રીવાબા કે પછી પાયલ કુકરાણી?

પહેલો પ્રભાવ
જો તમે ચામડીના રોગોથી પીડિત છે, તમને તમારા લુક્સને લઈને સતત ચિંતા થયા કરે છે. તો તેનો અર્થ એ છે કે તમારી કુંડળીમાં શુક્ર નબળો છે. તેથી તમે કપૂરનો ઉપયોગ કરીને તમારી આ સમસ્યાનું સમાધાન લાવી શકો છો. બસ તમારે એક સફેદ કાપડમાં કપૂરની ગોળીને બાંધવાનું રહેશે. તેના બાદ તેને તમારી પાસે રાખીને મૂકો. આવુ કરવાથી ચામડી સંબંધિત રોગોની સમસ્યા દૂર થાય છે. સાથે જ સુગંધીદાર વસ્તુઓથી શુક્રને પ્રસન્નતા મળશે. 

જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે, અને તમારી કુંડળીમાં સર્પદોષ કે રાહુ કેતુ દોષ છે તો આવામાં તમે તમારી પાસે કપૂર અવશ્ય રાખો. એક રૂમાલમાં કપૂરને બાંધીને મૂકો. આવુ કરવાથી તમામ દોષોમાંથી તમને મુક્તિ મળશે. સાથે જ આર્થિક સંકટ પણ દૂર થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More