Home> LifeStyle
Advertisement
Prev
Next

અકબરે પોતાની ત્રણેય દીકરીઓને આજીવન કુંવારી રાખી, વિશ્વાસ ન થાય તેવું છે આ રહસ્ય

અકબરે પોતાની ત્રણેય દીકરીઓને આજીવન કુંવારી રાખી, વિશ્વાસ ન થાય તેવું છે આ રહસ્ય
  • અકબર દ્વારા બનાવવામાં આવેલી આ પરંપરાને ઔરંગઝેબ, જહાંગીર અને શાહજહાએ પણ કાયમ રાખી. આ રાજાઓએ પણ પોતાની દીકરીઓના લગ્ન કરાવ્યા ન હતા. 

ઝી મીડિયા/બ્યૂરો :ભારતના રાજા-મહારાજાઓનો ઈતિહાસ બહુ જ રોમાંચક રહ્યો છે. દરેક રાજાની કહાની અલગ છે. તેમના મહેલો, દાસીઓમાં રહસ્યો છુપાયેલા છે. અનેક એવા રહસ્યો છે જેના પરથી હજી સુધી પડદો ઉંચકાયો નથી. ઈતિહાસના શહેનશાહોની વાત કરીએ તો લોકોના મનમાં અકબર બાદશાહ માટે હિન્દુ વિરોધી અને એક ક્રુર શાસક તરીકેની છબી બનેલી છે. પરંતુ તમે અકબરની એવી ઘણી વાતો નહિ જાણતા હોવ. બહુ ઓછા લોકો જાણે છે કે, બાદશાહ અકબરે ત્રણ દીકરીઓ હતી અને અકબરે ત્રણેયને
આખી જિંદગી કુંવારી રાખી હતી. 

fallbacks

આ પણ વાંચો : સાપના લિસોટા જેવો દેખાતો આ પુલ ગુજરાતની શાન બન્યો, જે સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે

દીકરીઓનું કુંવારી રાખવા પાછળનું રહસ્ય 
તમને વિશ્વાસ નહિ થાય, પણ અકબરે પોતાની શાનને કારણે ત્રણેય દીકરીઓના લગ્ન કરાવ્યા ન હતા. અકબરને ક્યારેય બીજાની સામે ઝૂકવુ પસંદ ન હતું. જેમ અન્ય પિતાને દીકરીઓને લગ્નની ચિંતા સતાવે, તેમ અકબરને પણ દીકરીઓના લગ્નની ચિંતા હતી. પરંતુ લગ્ન કરાવતા પહેલા તેમણે વિચાર્યું કે, મને પણ દીકરીઓના દુલ્હા અને તેમના સાસરી પક્ષ સામે ઝૂકવુ પડશે. આ તેમને મંજૂર ન હતું. તેમણે પોતાનું માનસન્માન કાયમ રાખવાનું નક્કી કર્યું અને આજીવન દીકરીઓને ન પરણાવ્યા. અકબરની દીકરીઓ આજીવન પિતાના મહેલમાં જ રહી હતી. તેમની દીકરીઓના મહેલમાં જવુ પુરુષો માટે પ્રતિબંધિત હતું.  

આ પણ વાંચો : રાજકોટ : ભાજપના નવા નિયમોને કારણે 20 દિવસ પહેલા નિમાયેલા નેતાઓને આપવા પડ્યા રાજીનામા

તેમજ અકબર દ્વારા બનાવવામાં આવેલી આ પરંપરાને ઔરંગઝેબ, જહાંગીર અને શાહજહાએ પણ કાયમ રાખી હતી. આ રાજાઓએ પણ પોતાની દીકરીઓના લગ્ન કરાવ્યા ન હતા. 

હરમમાં કિન્નરોની ફૌજ
બાદશાહ અકબરના હરમ એટલે કે, જ્યાં તેમની બેગમના રૂમ હતા, ત્યાં કોઈ પણ પુરુષોને જવાની પરમિશન ન હતી. આ કારણે જ તેમણે પોતાની બેગમની સુરક્ષા માટે કિન્નરોને રાખ્યા હતા. તેમની દરેક બેગમની સેવા માટે કિન્નરોની ફૌજ રહેતી. જે દિવસરાત બેગમોની સેવા કરતા હતા. 

આ પણ વાંચો : ગુજરાતની આ સરકારી શાળામાં એડમિશન માટે લાગે છે લાંબી લાઈન

હિન્દુ રાજાએ કરાવ્યા હતા અકબરના અગ્નિ સંસ્કાર
બાદશાહ અકબરને ઘણા લોકો હિન્દુ વિરોધી હોવાનું માને છે અને કહે છે કે, ઔરંગઝેબ પણ અકબરના પદચિન્હો પર જ ચાલતો હતો. ઔરંગઝેબે હિન્દુઓ સાથે બહુ જ ક્રુર વ્યવહાર કર્યો હતો. તેને કારણે હિન્દુઓ પરેશાન થઈ ગયા હતા. તેથી ઔરંગઝેબનો બદલો લેવા માટે  એક હિન્દુ શાસકે અકબરની કબર ખોદાવીને તેમાંથી હાડકા કાઢ્યા હતા અને તેના અગ્નિ સંસ્કાર કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More