Masala Chai: મોટાભાગના લોકો એવા હશે જેમના દિવસની શરૂઆત ગરમા ગરમ મસાલેદાર ચાથી થાય છે. જો ચા ન મળે તો દિવસની શરૂઆત સારી થતી નથી. જોકે સવારના સમયે જ નહીં પરંતુ ચાના શોખીનોને દિવસમાં ઘણી વખત ચા પીવાની ઈચ્છા થાય છે. પરંતુ મોટાભાગે લોકો ચા બહાર પીવાનું પસંદ કરે છે. કારણ કે બહારની ચા મસાલેદાર અને ટેસ્ટી હોય છે.
આ પણ વાંચો: દિવસમાં બસ 3 ચમચી આ વસ્તુ પીવો, ઝડપથી વજનમાં ઘટાડો થશે, લોકો પુછવા આવશે સીક્રેટ
ઘણા લોકોથી ઘરે પણ એકદમ પરફેક્ટ અને ટેસ્ટી ચા બને છે પરંતુ કેટલાક લોકોને ચા બનાવવાની પરફેક્ટ રીત ખબર નથી હોતી જેના કારણે ચા પણ સારી બનતી નથી. આવું એટલા માટે થાય છે કે તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે ચામાં ખાંડ ક્યારે ઉમેરવી, દૂધ ક્યારે ઉમેરવું અને આદુ જેવા મસાલા ક્યારે ઉમેરવા. જો આ વસ્તુઓ ઉમેરવાનો સાચો ક્રમ ખબર પડી જાય તો ચા એકદમ ટેસ્ટી અને સુગંધી બને છે. આજે તમને ચા બનાવવાની આ સિક્રેટ રેસિપી જણાવી દઈએ. જો આ સ્ટેપ ફોલો કરીને તમે ચા બનાવશો તો તમારા ઘરે વારંવાર લોકો ખાસ ચા પીવા માટે આવશે. એકવાર ચા પીનાર મહેમાન તમારા વખાણ કરશે.
આ પણ વાંચો: ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર આવશે
ચા બનાવવાની પરફેક્ટ રીત
ચા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક કપ પાણી ઉમેરવું. પાણી ઉકળે પછી તેમાં તમારા ટેસ્ટ અનુસારની 2 ચમચી ચા ઉમેરવી. ચાને પાણીમાં થોડી મિનિટ માટે ઉકળવા દો. ચા પત્તી પાણીમાં બરાબર રીતે મિક્સ થઈ જાય પછી તેમાં એક કપ દૂધ ઉમેરવું. આ દૂધ ગરમ હોય તે વાતનું ધ્યાન રાખવું. મોટાભાગના લોકો ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દૂધ જ ચામાં ઉમેરી દેતા હોય છે. તેના કારણે ચાનો ટેસ્ટ જોઈએ એવો આવતો નથી. ચામાં હંમેશા ગરમ દૂધ ઉમેરવું જોઈએ. દૂધ ઉમેર્યા પછી ચાને ધીમા તાપે ઉકાળવી. જ્યારે દૂધ બરાબર ઉકળી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી જોઈએ.
આ પણ વાંચો: આ 3 ટીપ્સ અપનાવી બનાવો ફ્રેન્ચ ફ્રાઈઝ, રેસ્ટોરન્ટમાં મળે એવી જ ક્રિસ્પી બનશે
જો તમને ચા માં આદુ કે અન્ય મસાલા ઉમેરવા છે તો સૌથી છેલ્લે એટલે કે ખાંડ ઉમેર્યા પછી ઉમેરો. ચામાં આદુને હંમેશા ખમણીને ઉમેરવું. આદુ સિવાય એલચી, ફુદીનો કે ચાનો મસાલો પણ ખાંડ ઉમેર્યા પછી જ તેમાં ઉમેરવો જોઈએ.
આ પણ વાંચો: Travel: જયપુર ગયા ને આ 5 જગ્યા ન જોઈ તો ફેરો ફોગટ, વિદેશથી લોકો ખાસ આ જગ્યા જોવા આવે
ચા બનાવતી વખતે ન કરો આ ભૂલ
ચા બનાવો ત્યારે ચા પત્તીને સૌથી પહેલા પાણીમાં બરાબર ઉકાળી લેવી. બધી જ વસ્તુ એકસાથે મિક્સ કરીને તેને ઉકાળશો તો ચા બરાબર નહીં બને.
આ સિવાય ફ્રીજમાં રાખેલું ઠંડુ દૂધ ક્યારેય ચામાં ઉમેરવું નહીં. ચા માટે દૂધને ગરમ કરી લેવું અને પછી ચાના પાણીમાં દૂધ ઉમેરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે