Home> LifeStyle
Advertisement
Prev
Next

ઉનાળામાં CNG કાર હોય તો રાખજો આ સાવચેતી નહીં તો ભડકો થતાં વાર નહી લાગે

CNG kit: શું તમે તમારી ગાડીમાં સીએનજી કિટ ફિટ કરાવવા વિશે વિચારી રહ્યા છો?. શું તમે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવથી પરેશાન છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છે સીએનજી કિટ સાથે જોડાયેલી તમામ માહિતી..  

ઉનાળામાં CNG કાર હોય તો રાખજો આ સાવચેતી નહીં તો ભડકો થતાં વાર નહી લાગે

CNG kit: શું તમે તમારી ગાડીમાં સીએનજી કિટ ફિટ કરાવવા વિશે વિચારી રહ્યા છો?. શું તમે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવથી પરેશાન છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છે સીએનજી કિટ સાથે જોડાયેલી તમામ માહિતી..  

fallbacks

તમારી કારમાં છે CNG કિટ?
પેટ્રોલ કરતા ડીઝલની કિંમત ઓછી છે, તેમ છતાં પેટ્રોલ કાર લોકોને ડીઝલ કાર કરતા સસ્તી પડે છે. આની પાછળનું કારણ શું છે? પાછલા કેટલાક વર્ષોથી પેટ્રોલ કાર ચલાવતા લોકો કોમ્પેક્ટ નેચલ ગેસ (CNG)ને પસંદ કરી રહ્યા છે. આની પાછળનું કારણ છે કે પેટ્રોલ અને ડીઝલ બન્ને કરતા CNG વધારે સસ્તો છે. CNG કાર સસ્તી હોવાની સાથે પણ કેટલીક તકલીફો ડ્રાઈવર અને તેમાં સવાર લોકોને સતાવતી રહે છે. CNGથી ચાલતી કારો સળગવાના કિસ્સાના કારણે તેને લઈને લોકોની ચિંતા વધી જાય છે. પણ કેટલીક તકેદારી રાખવામાં આવે તો મોટી જાનહાની કે સમસ્યાથી દૂર રહી શકાય છે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો..

તમારી કારમાં છે CNG કિટ?
શરુઆત પેટ્રોલમાં કરો
1 કિલોમીટર જેટલી કારને પેટ્રોલમાં ચલાવવી
કંપનીમાં યોગ્ય સમયે સર્વિસ કરાવવી
સર્વિસના સમયે તેની સર્વિસ કરાવવી જ લેવી
સારી કંપનીની CNG કિટ ફીટ કરાવો
CNG માટે બનેલો સ્પેશિયલ સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરો
ગેસ એકદમ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ન ચલાવો
કારમાં અગ્નિશામક બોટલ પણ રાખવી
CNG કારની કિટને ચેક જરુર કરાવી લેવી

શરુઆત પેટ્રોલમાં કાર ચલાવો
આજકાલ સારી ટેક્નોલોજીવાળી કિટમાં આપોઆપ કાર પેટ્રોલમાં શરુ થઈને CNGમાં કન્વર્ટ થઈ જાય છે. પણ જો કાર આપમેળે પેટ્રોલમાં ચાલું ન થતી હોય તો તેને પેટ્રોલમાં ચાલું કરવી જોઈએ. સામાન્ય રીતે 1 કિલોમીટર જેટલી કારને પેટ્રોલમાં ચલાવવી જોઈએ. આમ થવાથી તમારી કારને પુરતું લ્યુબ્રિકન્ટ મળી જાય છે એન્જિનને ઓછું નુકસાન થાય છે.  આવામાં કાર સીધી CNGમાં ચાલું થતી હોય તો ક્યારે સ્પાર્ક સાથે આગ લાગવાની સંભાવનાઓ રહેલી હોય છે.

યોગ્ય સમયે સર્વિસ કરાવવી
સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કાર કે અન્ય કોઈ પણ વાહનમાં કંપની દ્વારા ફ્રી સર્વિસ આપવામાં આવે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પછી વાહનમાં કોઈ તકલીફ થાય તો તેને સામાન્ય ગેરેજમાં જઈને રિપેર કરાવવામાં આવતું હોય છે. આવું જ કારના કિસ્સામાં પણ થાય છે,  પણ તમારી કાર જે કંપનીએ બનાવી હોય તેની પાસે વધુ માહિતી રહેલી હોય છે. અને સારા સાધનો હોવાથી કારમાં રહેલી ઝીણામાં ઝીણી ખામીને શોધીને તેને દૂર કરાતી હોય છે.

CNG કિટની સર્વિસ પણ જરુરી
સીએનજી કાર ફીટ કરાવો ત્યારે તેની એક્સપાયરી ડેટ અને સર્વિસ અંગે માહિતી આપવામાં આવતી હોય છે માટે જો સમય થઈ જાય અને કિટમાં કોઈ તકલીફ ન હોય તેમ છતાં સર્વિસના સમયે તેની સર્વિસ કરાવવી જ લેવી જોઈએ.
 જો સર્વિસનો સમય 15,000 કિલોમીટરનો આપવામાં આવ્યો હોય તો કાર 14,000 કિલોમીટર દોડે તે પછી તેની સર્વિસ કરાવી લેવી જોઈએ. અગમચેતી પગલા ભરવાથી મોટી તકલીફને ટાળી શકાય છે.

fallbacks

આ પણ વાંચો:
અતીક-અશરફ મર્ડર કેસ પાછળ છે મોટું કાવતરું! આ 5 વાતો કરે છે ઈશારો
અમદાવાદીઓ નવુ ઘર લેતા પહેલા ચેક કરી લેજો, ક્યાંક તમારુ મકાન તો આવું ઢચુપચુ નથી ને
ગણેશજી આજે આ 4 રાશિ પર રહેશે મહેરબાન, મકર રાશિવાળાની માથે આવી શકે છે મુસીબત

સારી કંપનીની CNG કિટ ફીટ કરાવો
સ્પેશિયાલિસ્ટ પાસે જ CNG કિટ ફિટ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જો કાર ખરીદ્યા પછી તમે CNG કિટ ફિટ કરાવો છો તો ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પરથી જ કિટ ફિટ કરાવવી જોઈએ. કારણ કે CNG કિટ ફિટ કરતી વખતે કેટલીક નાની-નાની બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે. જો કિંમત જોઈને કે પછી અજાણી કંપની પાસે CNG કિટ ફીટ કરાવશો તો કારમાં વણ જોઈતું વાઈબ્રેશન, એક્સેલેરેશન ઈરેગ્યુલર થવું વગેરે જેવી તકલીફો ઉભી થઈ શકે છે.

સ્પાર્ક પ્લગ રિપ્લેસ કરાવો
કાર CNG પર ચાલતી હોય તો સ્પાર્ક પ્લગ વહેલો ખલાસ થઈ જાય છે. બે રીતે તમે આ સમસ્યાને દૂર કરી શકો. એક તો તમે CNG માટે બનેલો સ્પેશિયલ સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરો અથવા તો તમે તમારા મિકેનિકને કહી શકો છો કે સ્પાર્કની મેટાલિક ટીપ વચ્ચે થોડી જગ્યા રાખે.  આ સિવાય તમે ગેરેજમાં સ્પાર્ક બદલાવાનું શીખીને એક્સ્ટ્રા સ્પાર્ક સાથે પણ રાખી શકો છો.

ગેસ એકદમ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ન ચલાવો
CNG ટેંકમાં ગેસ ઓછો થતા પ્રેશર પણ ઓછું થાય છે અને તેના કારણે વાલ્વ પર વધુ દબાણ આવે છે. આ સ્થિતિમાં વાલ્વ ફાટવાનું જોખમ રહે છે. માટે વાલ્વને નિયમિત રુપે બદલતા રહેવુ જોઇએ..અને .ગેસ એકદમ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ન ચલાવો...

CNG ટેંકની સર્વિસ જરુરી
CNG-કિટ ફિટ કરાવતી વખતે CNG કિટની સર્વિસ અંગેની માહિતી આપવામાં આવે છે, નક્કી કરેલો સમય થાય ત્યારે CNG કારની કીટને ચેક જરુર કરાવી લેવી જોઈએ. કિટના કેટલા વાલ્વ, ટાંકીની મજબૂતાઈ વગેરે અંગેની તપાસ કરવામાં આવતી હોય છે.
આ સાથે કારમાં અગ્નિશામક બોટલ પણ રાખવી જોઈએ જેથી કોઈ સમસ્યા ઉભી થાય તો તેને મોટી દુર્ઘટના બનતા રોકી શકાય.

આ પણ વાંચો:
17 એપ્રિલે ગુરુ-ચંદ્રની યુતિના કારણે સર્જાશે ગજકેસરી રાજ યોગ, 4 રાશિને થશે લાભ
48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ
AC વાપરતાં હોય તો ન કરતા આ 5 ભૂલ, 99 ટકા લોકો તો જાણતાં પણ નથી આ જરૂરી વાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More