Beauty Tips: કોરિયન ગ્લાસ સ્કીનનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. આજે તમને આવી સ્કીન કેવી રીતે મેળવવી તે જણાવી દઈએ. રૂટિનમાં જો આ બ્યુટી ટીપ્સ ને ફોલો કરશો તો ત્વચા સુંદર અને આકર્ષક બનતી જશે. આમ તો કોરિયન ગ્લાસ સ્કીન માટેની ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં પણ ઉપલબ્ધ હોય છે. પરંતુ ઘરમાં જ રહેલી એક સામાન્ય વસ્તુથી પણ તમે આ કામ કરી શકો છો. આજે તમને સ્કિન પર ગ્લો વધારવાનો અચૂક ઉપાય જણાવી દઈએ.
આ પણ વાંચો: આ રાયતું બનાવશો તો થેપલા-પરોઠા સાથે શાક નહીં બનાવવું પડે, સ્વાદ પણ દાઢે વળગી જાય એવો
કોરિયન ગ્લાસ સ્કિન મેળવવી હોય તો સૌથી વધુ ઉપયોગી ચોખા થાય છે. ચોખાની મદદથી ત્વચા પર નિખાર વધે છે ચોખાના લોટનો આ રીતે ઉપયોગ કરવાથી સ્કિન પર ગ્લો વધે છે. ચોખાના લોટથી સ્કિન સંબંધિત સમસ્યાથી પણ છુટકારો મળે છે. તો ચાલો તમને જણાવીએ ઘરે કેવી રીતે કોરિયન ગ્લાસ સ્કિન મેળવી શકાય.
આ પણ વાંચો: મોટાભાગના લોકો ફ્રીજમાં દૂધ રાખવામાં કરે છે ભુલ, જાણો ફ્રીજની કઈ જગ્યા દૂધ માટે છે
સૌથી પહેલા તો થોડા ચોખા લેવા અને તેને બારીક પીસી લેવા. પછી તેને પાણીમાં પલાળી દો. ચોખા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને રાખો. ત્યાર પછી આ મિશ્રણને પીસી લો અને પછી ચહેરા પર અપ્લાય કરો. 10 થી 15 મિનિટ પછી હળવા હાથે ચહેરા અને ગરદન પર સારી રીતે મસાજ કરો. મસાજ કર્યા પછી પણ પાંચ મિનિટ માટે ચોખાનો ફેસપેક લગાવી રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.
આ પણ વાંચો: Skin Care: 4 નેચરલ ટૈન રિમૂવલ ફેસપેક, તડકાના કારણે કાળી પડેલી ત્વચા થશે ફરીથી ગોરી
જો તમે નિયમિત રીતે આ ફેસપેકનો ઉપાય કરતા રહો છો તો સ્કીનમાં ધીરે ધીરે ફેરફાર દેખાવા લાગશે. સ્કિન પર ગ્લો વધશે અને સાથે જ ચહેરા પરના ડાઘ પણ દૂર થવા લાગશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે