Home> LifeStyle
Advertisement
Prev
Next

શું તમારા ત્યાં પણ કબૂતરે કચરો કરીને ભરી દીધી બાલ્કની? અપનાવો આ સરળ ઉપાય

Tips To Clean Birds Droppings: સૂકાયા પછી પક્ષીઓની બીટ ખૂબ જ કડક બની જાય છે. તેને દૂર કરવા માટે સ્ક્રેપિંગ જરૂરી છે, જે ખૂબ જ કપરું કામ છે. બાલ્કની કબૂતરની ડ્રોપિંગ્સથી ભરેલી છે તો આ ઉપાયો અજમાવો, કબૂતરો જોઈને જ ભાગશે. 

શું તમારા ત્યાં પણ કબૂતરે કચરો કરીને ભરી દીધી બાલ્કની? અપનાવો આ સરળ ઉપાય

Tips To Clean Birds Droppings: જો તમે અમદાવાદ, સુરત કે વડોદરા જેવા શહેરોમાં ફ્લેટમાં રહો છો, તો બાલ્કનીમાં કબૂતરની ડ્રોપિંગ્સ ભરેલી હોવી તમારા માટે નવી વાત નથી. ઉનાળામાં આ સમસ્યા વધુ વધી જાય છે. કારણ કે ઘણા લોકો તેમની બાલ્કનીની રેલિંગ પર પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરે છે. પક્ષીઓના સ્વાસ્થ્ય માટે પણ આવું કરવું ખૂબ જ જરૂરી છે. છેવટે, દિવસની સવાર તેમના કિલકિલાટમાં જ માણવામાં આવે છે. જો બાલ્કની ખુલ્લી હોય તો કબૂતર જેવા તમામ પક્ષીઓ આવતા-જતા રહે છે. કેટલીકવાર તેઓ ગંદકી કરે છે અને આખી જગ્યાને ગંદી અને દુર્ગંધયુક્ત બનાવે છે. તેને સરળતાથી સાફ કરવા માટે, તમે અહીં દર્શાવેલ પદ્ધતિઓ અજમાવી શકો છો.

fallbacks

પરંતુ તેમની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું તમારા માટે જરૂરી છે. વાસ્તવમાં, જો પક્ષીઓના પીંછા અને મળ લાંબા સમય સુધી ઘરની અંદર અથવા તેની આસપાસ હોય, તો ચેપનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં જરૂરી એ છે કે તમે તેને તરત જ સાફ કરો. લાંબા ગાળે, તે સૂકાયા પછી ખૂબ જ સખત થઈ જાય છે, જેના કારણે તેને દૂર કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે એક એવી ટ્રિક લાવ્યા છીએ, જેના દ્વારા તમે એક જ વારમાં તમામ બીટને સરળતાથી સાફ કરી શકો છો. જો તમને વિશ્વાસ ન હોય તો જાતે જ અજમાવી જુઓ.

કબૂતરની બીટ અને પીંછાઓથી થાય છે ઈન્ફેક્શન-
ઘણા લોકો બાલ્કનીમાં પક્ષીઓ દ્વારા ફેલાયેલી ગંદકીને અવગણે છે અને તેને ઝડપથી સાફ કરતા નથી. જો તમે પણ આ કરો છો તો ધ્યાન રાખો કે પક્ષીઓની ગંદકી અને પીંછા રોગજનક હોય છે. તેમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા, વાયરસ અને એન્ટિજેન્સ હોય છે, જે તમારા શ્વસનતંત્રને બગાડવાનું કામ કરે છે. તેનાથી ફેફસાંને નુકસાન થવાનું જોખમ પણ વધી જાય છે.

પક્ષીઓના મળમૂત્રને સાફ કરવા માટે આ વસ્તુઓની જરૂર પડે છે:
વિનેગર
ડીટરજન્ટ અથવા ડીશવોશિંગ પ્રવાહી
પાણી
સ્ક્રબિંગ બ્રશ
ડેટોલ

પળવારમાં કબૂતરની બીટથી ભરેલી બાલ્કની સાફ કરો-
સૂકાયા પછી પક્ષીઓની બીટ ખૂબ જ કડક બની જાય છે. તેને દૂર કરવા માટે સ્ક્રેપિંગ જરૂરી છે, જે ખૂબ જ કપરું કામ છે. આ કિસ્સામાં, ગંદા વિસ્તાર અનુસાર એક ડોલમાં પાણીની બમણી માત્રામાં વિનેગર અને ડિટર્જન્ટની સમાન માત્રામાં મિશ્રણ કરીને એક પ્રવાહી તૈયાર કરો. તેને આખી બાલ્કનીમાં ફેલાવો અને 10 મિનિટ માટે છોડી દો. પછી તેને સ્ક્રબર બ્રશથી સાફ કરો. આ પછી ડેટોલ પાણીથી સમગ્ર વિસ્તારને સારી રીતે ધોઈ લો અથવા સાફ કરો.

પક્ષીઓથી બાલ્કનીને કેવી રીતે બચાવવી-
પક્ષીઓને બાલ્કનીમાં પ્રવેશતા અટકાવવું એ તેને સ્વચ્છ રાખવાનો એકમાત્ર રસ્તો છે. આ માટે તમે આ સમગ્ર વિસ્તારને જાળીવાળા પડદા લગાવી શકો છે. બાલ્કનીમાં વિનેગર સાથે બેકિંગ સોડાનો સ્પ્રે કરો. તેની ગંધ મોટાભાગના પક્ષીઓને ગમતી નથી. આવું 2-3 અઠવાડિયા સુધી નિયમિત રીતે કરો, તેનાથી તમારી બાલ્કનીમાં તેમનું આવવું ઘટશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More