Home> LifeStyle
Advertisement
Prev
Next

શું તમારા બાળકો ખાય છે એ Maggi Masala અસલી છે કે નકલી, આ રીતે કરો ચેક

જે કંપની મેગી બનાવે છે તે મેગી મસાલા પણ બનાવે છે. મેગી મસાલાનો ઉપયોગ શાકભાજી બનાવવામાં થાય છે. તમે પણ ક્યારેક તો તેનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમને ખબર છે કે માર્કેટમાં નકલી મેગી મસાલા ધડાધડ વેચાઈ રહ્યા છે. એવી પણ શક્યતા છે કે કદાચ તમે પણ આ નકલી મેગી મસાલાનો ઉપયોગ કર્યો હશે.

શું તમારા બાળકો ખાય છે એ Maggi Masala અસલી છે કે નકલી, આ રીતે કરો ચેક

Duplicate Maggi Masala:  શાક, દાળ કે કઢી, સાઉથ ઈન્ડિયન કે પછી ચાઈનીઝ તમે જે પણ ખાવાનું બનાવો તેને ટેસ્ટી બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલા વાપરતા હોવ છો. બજારમાં આવા અનેક પ્રકારના મસાલા વિવિધ બ્રાન્ડના મળતા હોય છે. આવો જ એક મસાલો છે મેગી મસાલો...મેગી... એક એવું નામ છે જે ઘરે ઘરે પ્રખ્યાત છે. ઓળખ પણ એવી કે દરેક નૂડલ્સને મેગી નૂડલ્સ તરીકે જ ઓળખવામાં આવતા હોય છે.  તમે જ્યારે કોઈ સામાન ખરીદો છો ત્યારે તમે એવી જ બ્રાન્ડ ખરીદશો જેના પર તમને ભરોસો હશે. જેમાં કોઈ ભેળસેળ ન હોય. પરંતુ જ્યારે તમને ખબર પડે કે તમે કિચનમાં જે બ્રાન્ડના પ્રોડક્ટ વાપરો છે તે નકલી છે તો શું થાય....તમે રસોડામાં જે વસ્તુ ભોજનને ટેસ્ટી બનાવવા માટે વાપરી રહ્યા છો તે તમને બીમાર કરનારી છે તેવું તમને ખબર પડે તો ચિંતા પણ થાય અને ડર પણ લાગે. 

fallbacks

જે કંપની મેગી બનાવે છે તે મેગી મસાલા પણ બનાવે છે. મેગી મસાલાનો ઉપયોગ શાકભાજી બનાવવામાં થાય છે. તમે પણ ક્યારેક તો તેનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમને ખબર છે કે માર્કેટમાં નકલી મેગી મસાલા ધડાધડ વેચાઈ રહ્યા છે. એવી પણ શક્યતા છે કે કદાચ તમે પણ આ નકલી મેગી મસાલાનો ઉપયોગ કર્યો હશે.

જ્યારે કોઈ પણ પ્રોડક્ટ લોકો વચ્ચે લોકપ્રિય હોય છે તો તેની માગણી વધે છે અને પછી તરત જ મિલાવટખોરો તેની કોપી કરીને નકલી પ્રોડક્ટ બજારમાં વેચવાનું શરૂ કરી દે છે. પ્રોડક્ટની કોપી એવી કરાય છે કે અસલી અને નકલીની ઓળખ કરવી ખુબ મુશ્કેલ બની જાય છે. આવું જ કઈક મેગી મસાલા અંગે થયું છે. મિલાવટખોરોએ આ કોપી એટલી સટીક બનાવી હતી કે અસલી અને નકલીમાં અંતર કરવું મુશ્કેલ છે. દુકાનોમાં આ નકલી મેગી મસાલા વેચાઈ પણ રહ્યા હતા. 

fallbacks

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે નકલી મેગી મસાલા ઓળખો તો તેઓ અંતર કરી શક્યા નહીં. આમ પણ જ્યારે તમે સામાન ખરીદો છો તો એટલું ધ્યાન આપી શકતા નથી. બ્રાન્ડેડ છે તો તમને આશા હોય છે કે પ્રોડક્ટ સારી જ હશે. અત્યાર સુધીમાં તમે દૂધ, માવો, અનાજ, ઘી, તેલ અને મસાલામાં ભેળસેળના સમાચાર જાણ્યા હશે. પરંતુ હવે તો નાના નાના પેકેટમાં પણ ભેળસેળ થઈ રહી છે અને તે ખુબ જ ખતરનાક છે. કારણ કે આવા નાના નાના પેકેટમાં ભેળસેળ કરવા માટે આખી મશીનરીની જરૂર હોય છે અને આ મિલાવટખોરો આવું સરળતાથી કરી રહ્યા છે. આ સાથે જ નાના નાના શહેરો, ગામડાઓમાં આવા નાના નાના પેકેટને સરળતાથી મોકલી શકાય છે. વેચી શકાય છે. 

મેગી મસાલા બનાવતી કંપની NESTLE કંપનીના જણાવ્યાં મુજબ આ મેગી મસાલા પાઉચને લોકો ધ્યાનથી જૂએ અને આ સાથે જ QR જોઈને તેને સ્કેન કરી શકે છે જેનાથી જાણવા મળશે કે આ મેગી મસાલા અસલી છે. 

fallbacks

Food Safety and Standards Authority of India ના ડેટા મુજબ 2018-19 દરમિયાન એક લાખ 6 હજાર 459 ફૂડ સેમ્પલ ટેસ્ટ કરાયા. જેમાંથી 28 ટકાથી વધુ ટેસ્ટ નિષ્ફળ ગયા. એટલે કે તેમાં ભેળસેળ હતી. તેનાથી તમે અંદાજો લગાવો કે દેશમાં ભેળસેળ કઈ હદે થાય છે. મિલાવટખોરોને રોકવા માટે સરકાર તરફથી સતત કોશિશ કરવામાં આવે છે. સજા પણ કડક કરાઈ છે અને હવે તો દંડ પણ વધુ ફટકારવામાં આવે છે. જો કે આમ છતાં ભેળસેળ કરનારા લોકો પર સંપૂર્ણ રીતે લગામ કસવી મૂશ્કેલ છે. પરંતુ તમે થોડી સમજદારી અને સાવધાનીથી ભેળસેળથી બચી શકો છો. જાણો ભેળસેળથી બચવા માટે શું કરવું જોઈએ? 

ભેળસેળથી બચવા આટલું કરો
પેક્ડ સામાન ખરીદતી વખતે હંમેશા તેનો લાઈસન્સ નંબર, તેમાં ઉપયોગમાં લેવાયેલો સામાન, તેની પેકિંગ તારીખ, તે પ્રોડક્ટની એક્સપાયરી ડેટ, FSSAI લેબલ જરૂર જુઓ. દૂધ, તેલ અને અન્ય પાઉચ જેવા ખાદ્ય ઉત્પાદનોને ખરીદતા પહેલા તેનું પેકિંગ સારી રીતે ચેક કરો. જો કઈ પણ શંકાસ્પદ જોવા મળે તો તરત દુકાનદાર સાથે વાત કરો.

આ પણ વાંચો:
15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન...PM મોદી સાથે સેલ્ફી-ઓટોગ્રાફ માટે US સાંસદોની પડાપડી
અલ્પસંખ્યકોના સવાલ પર બોલ્યા પીએમ- ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં ભેદભાવને જગ્યા નથી

વાવાઝોડાની હવે ગુજરાત પર થશે ભારે અસર! વરસાદથી છલકાઈ જશે નદીઓ-જળાશયો, નવી આગાહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More