Home> LifeStyle
Advertisement
Prev
Next

શું મની પ્લાન્ટ સાચે જ ચોરી કરીને લગાવો તો જ ઉગશે? વાસ્તુ શાસ્ત્રમાં મળ્યો તેનો સાચો જવાબ

Money Plants Vastu Tips: મની પ્લાન્ટ લગાવવા માટે એક સામાન્ય માન્યતા એવી છે કે, મની પ્લાન્ટ બીજાના ઘરેથી ચોરીને લગાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રના અનુસાર, મની પ્લાન્ટ ચોરવો યોગ્ય ગણાય કે નહિ, તે જાણો

શું મની પ્લાન્ટ સાચે જ ચોરી કરીને લગાવો તો જ ઉગશે? વાસ્તુ શાસ્ત્રમાં મળ્યો તેનો સાચો જવાબ

Money Plant for Home: મની પ્લાન્ટને લઈને વાસ્તુ શાસ્ત્રના અનેક નિયમો બતાવાયા છે, જેનુ પાલન કરવાથી ફાયદો થાય છે. તેથી મની પ્લાન્ટ યોગ્ય દિશામાં યોગ્ય સ્થળ પર લગાવવો જોઈએ. મની પ્લાન્ટની આસપાસ એવી વસ્તુઓ ન હોવી જોઈએ, જે નકારાત્મકતા લાવે. નહિ તો તે ફાયદાની જગ્યાએ નુકસાન કરાવશે. મની પ્લાન્ટને લઈને એક મિથ પ્રચલિત છે કે, મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવો જોઈએ. ચોરીના મની પ્લાન્ટથી જ વ્યક્તિને વિશેષ લાભ મળે છે. તો આવો જાણીએ, આ વિષયમાં વાસ્તુ શાસ્ત્ર શું કહે છે. 

fallbacks

મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવુ ખોટું 
વાસ્તુ શાસ્ત્રમાં એવો ક્યાય ઉલ્લેખ નથી કે, મની પ્લાન્ટ ચોરીને કરીને જ લગાવવો જોઈએ. મની પ્લાન્ટ હંમેશા ખરીદીને જ લગાવવો જોઈએ. આવું કરવાથી મની પ્લાન્ટ લગાવનારને તેનો ફાયદો મળશે. 

ચોરી કરવું કોઈ પણ ધર્મમાં સારું ગણાતુ નથી. મની પ્લાન્ટનો સંબંધ ધન અને લક્ષ્મી સાથે હોય છે. આવામાં ચોરી કરીને લગાવવામાં આવેલો મની પ્લાન્ટ લક્ષ્મીજીને નારાજ કરશે અને ઘરમાં નકારાત્મકતા લાવશે. 

આગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી : 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આપી ચેતવણી

શું મની પ્લાન્ટ બીજાને આપી શકાય
મની પ્લાન્ટને લઈને મનમાં એક જિજ્ઞાસા એવી પણ હોય છે કે, કોઈ બીજાને મની પ્લાન્ટ આપવું ખોટુ ગણાય છે. તેથી સારું એ જ કહેવાશે કે, તમે મની પ્લાન્ટ કોઈને આપો નહિ અને ન તો કોઈની પાસેથી લો. મની પ્લાન્ટ હંમેશા નર્સરીમાંથી જ ખરીદીને ઘરમાં લગાવો. 

આ ભૂલ ક્યારેય પણ ન કરતા

  • ઘરમાં મની પ્લાન્ટ લગાવવાને લઈને કેટલીક ભૂલો ન કરવી. નહિ તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડશે.
  • મની પ્લાન્ટના વેલા હંમેશા ઉપરની તરફ જતા હોય છે. તેથી એવી વ્યવસ્થા કરો કે મની પ્લાન્ટના વેલા ક્યારેય જમીનને સ્પર્શ ન કરે, અને તે ઉપરની તરફ વધે. 
  • મની પ્લાન્ટ હંમેશા ઘરની દક્ષિણ પૂર્વની દિશામાં લગાવો.
  • મની પ્લાન્ટને જમીનમાં ક્યારેય ન લગાવવો. તેને માટીના કુંડામાં કે કાચની બોટલમાં જ લગાવવું.  

મોટો ચુકાદો : બાળા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા આપી

 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ નથી કરતું.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More