Home> LifeStyle
Advertisement
Prev
Next

Mercedes જ નહીં Rolls Royce કાર કરતાં પણ મોંઘું છે આ ગુલાબ, કિંમત જાણીને ઉડી જાય ભલભલાના હોશ

Valentine Week 2023: વેલેન્ટાઈન વીક દરમિયાન ગુલાબની માંગ વધી જાય છે. આ સપ્તાહ દરમિયાન વધારે કિંમત આપીને પણ લોકો ગુલાબ ખરીદે છે. પરંતુ દુનિયામાં એક એવું ગુલાબ પણ છે જેને ખરીદવાનો વિચાર પણ સામાન્ય માણસને ન પરવળે...

Mercedes જ નહીં Rolls Royce કાર કરતાં પણ મોંઘું છે આ ગુલાબ, કિંમત જાણીને ઉડી જાય ભલભલાના હોશ

Valentine Week 2023: વેલેન્ટાઈન વીક ની શરૂઆત થઈ ગઈ છે. 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન વિક શરૂ થાય છે અને 14 ફેબ્રુઆરી સુધી અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો પોતાના પ્રિય પાત્રને ગુલાબના ફૂલ આપીને પોતાની લાગણી જાહેર કરતા હોય છે. ગુલાબની પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે અને વેલેન્ટાઈન વીક હોય કે સામાન્ય દિવસ ગુલાબ આપીને લોકો પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે. જોકે ગુલાબની ડિમાન્ડ વેલેન્ટાઈન વીકના સમયમાં વધી જતી હોય છે જેના કારણે તેના ભાવ પણ વધી જાય છે. વેલેન્ટાઈન વીક દરમ્યાન તમને અલગ અલગ રંગના અને અલગ અલગ કિંમતો ના ગુલાબ કોઈપણ જગ્યાએથી મળી શકે છે. પરંતુ દુનિયામાં એક એવું ગુલાબ પણ છે જેને ખરીદવા પહેલા અમીર વ્યક્તિ પણ 10 વખત વિચાર કરે. કારણકે તેની કિંમત જ એટલી છે કે તેને જાણીને કોઈપણ વ્યક્તિના હોશ ઉડી જાય. 

fallbacks

દુનિયાભરમાં અલગ અલગ 16 રંગના ગુલાબ મળે છે. દરેક ફુલ અનોખું અને ખાસ હોય છે તેની સુંદરતા અને સુગંધ પણ ખૂબ જ પ્રખ્યાત હોય છે. આજે તમને દુનિયાના સૌથી મોંઘા ગુલાબ વિશે જણાવીએ. આ ગુલાબને જુલીયેટ ગુલાબ કહેવાય છે. તે દુનિયાનું સૌથી મોઘું ગુલાબનું ફૂલ છે. તમે આ ફૂલની કિંમત કેટલી હશે તેની કલ્પના પણ ન કરી શકો.

આ પણ વાંચો :

વાળમાં રિબોન્ડિંગ કરાવ્યા પછી આ ભુલ કરશો તો એટલો થશે Hair fall કે પડી જશે ટાલ

પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો

જુલીયટ ગુલાબની કિંમત સૌથી વધારે એટલા માટે છે કે તેને ઉગાડવા માટે ખૂબ મહેનત કરવી પડે છે અને 15 વર્ષમાં એક વખત આ ગુલાબ આવે છે. જોકે આ ગુલાબ એટલું મોંઘું છે કે અમીર વ્યક્તિ તેને ખરીદતા પહેલા પણ દસ વખત વિચારે. કારણ કે આ ગુલાબની કિંમત 112 કરોડ રૂપિયા છે. 

15 વર્ષમાં તૈયાર થાય છે જુલીયટ રોઝ

ઓસ્ટિંગ નામના એક વ્યક્તિએ સૌથી પહેલા જુલીયટ રોઝની ખેતી શરૂ કરી હતી. તેને આ ગુલાબને અલગ રીતે ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેને અલગ અલગ પ્રકારના ગુલાબને મિક્સ કરીને નવા પ્રકારનું ગુલાબ તૈયાર કર્યું અને તેને જુલીયટ નામ આપ્યું. ઓસ્ટીનને આ ગુલાબ ઉગાડતા 15 વર્ષ લાગ્યા. દુનિયાની સામે આ ફૂલ સૌથી પહેલા વર્ષ 2006 માં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More