Home> LifeStyle
Advertisement
Prev
Next

Mulethi: ચોમાસામાં સ્કિન કેર માટે બેસ્ટ છે મુલેઠી, ટેનિંગથી લઈ ખીલ સુધીની દરેક સમસ્યાનો સફાયો થશે

Mulethi Face Pack: ચોમાસામાં સ્કિનનું ધ્યાન રાખવું વધારે જરૂરી હોય છે. આ સમયમાં સ્કિન ઓઈલી થઈ જાય છે અને ખીલ થવાનું પ્રમાણ પણ વધી જાય છે. ત્વચાની બધી જ સમસ્યાથી છુટકારો મેળવવાનો નેચરલ રસ્તો મુલેઠી છે. જે ત્વચાને ચમકદાર બનાવવાની સાથે હેલ્ધી પણ રાખે છે.
 

Mulethi: ચોમાસામાં સ્કિન કેર માટે બેસ્ટ છે મુલેઠી, ટેનિંગથી લઈ ખીલ સુધીની દરેક સમસ્યાનો સફાયો થશે

Mulethi Face Pack: ચોમાસામાં જે રીતે બીમારીઓ ફેલાવા લાગે છે તે રીતે ત્વચાની સમસ્યા પણ ખૂબ વધી જાય છે. ચોમાસામાં ત્વચાની સમસ્યા જેમકે ખીલ, ઓઈલી સ્કિન, ટેનિંગ વધી જાય છે. આ ઋતુ જ એવી હોય છે કે ફેસવોશ અને ક્રીમ પણ બેઅસર થઈ જાય છે. આ સ્થિતિમાં કોઈ નેચરલ અને અસરદાર રસ્તો મળી જાય તો સ્કિન સમસ્યા દુર થઈ જાય છે. આવો નેચરલ ઉપાય છે મુલેઠી. 

fallbacks

આ પણ વાંચો: 10 રુપિયાના ખર્ચે ઘરે થઈ જશે કોરિયન ફેશિયલ, રાતોરાત ચહેરા પર દેખાવા લાગશે ગ્લો

વર્ષોથી મુલેઠીનો ઉપયોગ સ્કિન કેરમાં કરવામાં આવે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે મુલેઠી ચહેરાની સુંદરતા વધારી શકે છે. ઔષધીય ગુણોથી ભરપુર મુલેઠી સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોય છે. સાથે જ સ્કિન સંબંધિત સમસ્યા દુર કરવામાં પણ અસરદાર છે. મુલેઠી સ્કિનનું ટૈનિંગ પણ દુર કરે છે. અને સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ચહેરાના સોજાની સમસ્યા પણ દુર થાય છે. 

આ પણ વાંચો: મોંઘી ક્રીમ કે બ્લીચની જરૂર નહીં પડે, આ વસ્તુ લગાડવાથી 3 દિવસમાં સાફ થવા લાગશે કોણી

ખીલના કારણે ચહેરાની સુંદરતા છુપાઈ જાય છે. ચોમાસામાં સ્કિન ઈંફેકશન થવાનું જોખમ પણ વધી જાય છે. તેવામાં સ્કિન ઈંફકેશનને કંટ્રોલ કરવા મુલેઠી અસરકારક છે. તો ચાલો વિસ્તારથી જાણીએ સ્કિન માટે મુલેઠી કેવી રીતે યુઝ કરવી.

આ પણ વાંચો: સાથળ પર જામેલી ચરબી ઓછી થતા વાર નહીં લાગે, રોજ 30 મિનિટનો સમય કાઢી કરો આ 4 સરળ કસરતો

મુલેઠીનું ફેસપેક

જો તમે ચહેરાને કોમલ, મુલાયમ તેમજ ચમકદાર બનાવવા માંગો છો તો મુલેઠીનો ફેસ પેક જરૂરથી ટ્રાય કરો. તેનાથી ચહેરા પરના કાળા નિશાન, ટૈનિંગ અને પિગમેંટેશનથી છુટકારો મળશે. આ ફેસ પેક અસરદાર સાબિત થશે. તેને બનાવવા માટે એક વાટકીમાં મુલેઠી પાવડર, 1 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. તૈયાર પેસ્ટને ચહેરા પર લગાડો અને 10 થી 15 મિનિટ સુધી રાખો. ત્યારબાદ પાણીથી સ્કિન સાફ કરો. 

આ પણ વાંચો: બેદાગ અને સુંદર ત્વચા માટે આ રીતે બનાવો ચોખાના લોટના ફેસપેક, 7 દિવસમાં દેખાશે અસર

ખીલ માટે મુલેઠીનો ફેસપેક

ખીલની સમસ્યા હોય કે સ્કિન ઈંફેકશન હોય તો તેને મટાડવા માટે મુલેઠીનો ફેસપેક આ રીતે તૈયાર કરવો. તેના માટે 1 ચમચી મુલેઠી પાવડર લઈ તેમાં 1 ચમચી મુલ્તાની માટી, 1 ચમચી એલવોરા જેલ, એક ચમચી ચણાનો લોટ અને 1 ચમચી મધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો. સુકાઈ જાય પછી તેને સાફ કરો. તેનાથી સ્કિન પર નિખાર આવશે. 

આ પણ વાંચો: 7 દિવસે એકવાર આ રીતે સ્કિન કેર કરી લો, પાર્લર ગયા વિના ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો

ડ્રાય સ્કિનની સમસ્યા 

જો તમારી સ્કિન ડ્રાય હોય તો પણ મુલેઠીનો ફેસપેક ઉપયોગી છે. આ ફેસપેક સ્કિનને મોઈશ્ચુરાઈઝ કરશે અને સ્કિનની ડ્રાયનેસ પણ દુર કરવામાં મદદ કરશે. મુલેઠીનો અર્ક સ્કિનને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. તેના માટે 1 ચમચી મુલેઠી પાવડર લઈ તેમાં હળદર અને ઓલિવ ઓઈલ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્કિન પર લગાડો. 10 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. તેનાથી સ્કિનની ડ્રાયનેસ દુર થશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More